હું 28 વર્ષની છું અને હજુ સુધી વર્જિન છું, મને ડર છે કે....

News18 Gujarati
Updated: July 26, 2018, 5:39 PM IST
હું 28 વર્ષની છું અને હજુ સુધી વર્જિન છું, મને ડર છે કે....
આપનાં મનમાં કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો Ask.life@nw18.com પર મોકલી શકો છો જેનાં જવાબ આપશે સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ

આપનાં મનમાં કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો Ask.life@nw18.com પર મોકલી શકો છો જેનાં જવાબ આપશે સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ

  • Share this:
સમસ્યા: મારી ઉંમર 28 વર્ષ છે અને મારા લગ્ન હજુ સુધી થયા નથી. મારે કોઇ બોયફ્રેન્ડ પણ નથી. મે આજ સુધી કોઇ પુરૂષ સાથે શારીરિક સંબંધ બનાવ્યા નથી. પણ હું ક્યારેક ક્યારેક માસ્ટરબેટ કરું છું જેમા મને મઝા આવે છે પણ સાથે સાથે મને ડર અને અપરાધ જેવું લાગે છે. મે સાંભળ્યું છે કે માસ્ટરબેટ કરનારી યુવતીઓ મા નથી બની શકતી. મને આ જ શીખવવામાં આવ્યું છે કે, યુવતીઓ આવું ન કરે. યુવકો માટે આવું યોગ્ય છે. હું શું કરું. શું ખરેખરમાં યુવતીઓએ માસ્ટરબેટ ન કરવું જોઇએ? શું સાચેમાં હું મા નહીં બની શકું?

#સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ

ઉકેલ:આપનાં આ સવાલનો જવાબ આપતા પહેલાં હું એક સવાલ પુછવા ઇચ્છુ છુ કે, એક યુવક અને યુવતીમાં તેમની શારીરિક સંરચના ઉપરાંત કોઇ ફર્ક હોય છે? જેમ એક યુવકને ગુસ્સો આવે છે, યુવતીને પણ આવે છે. જેમ કે યુવક ખુશ થાય છે તેમ યુવતી થાય છે. બંનેનું ખાન-પાન, શ્વાસ લેવું, તાવ આવવો, પેટમાં દુખાવ તમામ એકજેવું હોય છે.

જો બાકી બધુ જ એક જેવું હોય તો પછી તેમની યૌન ઇચ્છાઓમાં ફરક કેવી રીતે હોઇ શકે. જે રીતે કિશોરાવસ્થામાં પહોચ્યા બાદ એક યુવકનાં શરીરમાં હોર્મોનલ ચેન્જ આવે છે. તે રીતે એક યુવતીનાં શરીરમાં પણ હોર્મોનલ બદલાવ આવે છે.

યુવકોનો અવાજ ભારે થવા લાગે છે તેમની દાઢી-મૂંછ, બગલ અને જનનાંગમાં વાળ આવે છે. તે રીતે યુવતીઓ પીરિયડ્સમાં આવે છે. તેમનાં બ્રેસ્ટ વિકસિત થવા લાગે છે. અને જનનાંગમાં વાળ આવે છે. આ તે સમય છે જ્યારે યુવતીઓ પણ યુવકોની જેમ વિપરીત લિંગનાં શરીરને લઇને જીજ્ઞાસુ બને છે. તેમને પણ પોતાની અને પુરૂષોની દૈહિક સંરચના અંગે ઇચ્છાઓ અને જાણવાની ઉત્સુક્તા રહે છે.

માસ્ટરબેશન જેને આપણે હિન્દીમાં હસ્તમૈથુન કહીયે છીએ. તે ખુબજ સહજ અને પ્રાકૃતિક ક્રિયા છે. અને એક યુવક અને યુવતી બંને માટે સ્વાભાવિક છે. યુવતીઓ માસ્ટરબેટ કરે છે. પણ યુવતીઓની પરવરિશ વધુ પડતી સંકુચિત હોય છે. તેથી તેઓ નાનપણથી જ નિયમ અને કાયદાનાં દાયરામાં રહે છે. આ માટે તેઓ આ વિષય પર ક્યારેય ખુલીને વાત કરતી નથી. અને ઘણી વખત પોતે પણ હસ્તમૈથુન જેવી પ્રક્રિયાનો સ્વિકાર કરી શકતી નથી.સામાજીક બંધોને કારણે યુવતીઓમાં શરીરને લઇને ડર અને સંકોચ વધુ હોય છે. પણ આ ડર અને સંકોચને તોડવું જરૂરી છે. આપનું આ ડર આપની પરવરિશને કારણે છે. કારણ કે આપને બાળપણથી જ શીખવવામાં આવ્યું છે કે, યુવતીઓમાં આ પ્રકારની ઇચ્છાઓ ન થવી જોઇએ. કારણ કે યુવતીઓની ઇચ્છાઓ અને કામનાઓ હમેશાં અપરાધ સાથે જોડીને જોવામાં આવે છે.

જેમ યુવકો તેમની ઇચ્છાને સંતુષ્ટ કરવા માટે હસ્તમૈથુન કરે છે તેમ યુવતીઓ પણ તેમની યૌન ઇચ્છાઓની પૂર્તિ માટે હસ્તમૈથુનનો સહારો લે છે. આજનાં સમયમાં યુવતીઓ પણ તેમનાં કરિયર પર ધ્યાન આપે છે. અને વિવાહની ઉંમર 28થી 34 વર્ષ થઇ ગઇ છે. એવામાં યૌન આંકાક્ષાઓની પૂર્તિનો આ સૌથી સરળ ઉપાય છે. સાથે જ સમય બદલાઇ રહ્યો છે. પોતાની યૌન આકાંક્ષાઓને લઇને સ્ત્રિઓ પહેલા કરતાં બોલ્ડ થઇ છે. તેમાં પણ હસ્તમૈથુન સૌથી સુરક્ષિત ઉપાય છે. તેમાં યુવતીઓ ટીન એજ પ્રેગ્નેન્સી, HIV એઇડ્સ જેવી યૌન બીમારીઓથી પણ બચી શકે છે.જ્યાં સુધી આપનાં આ ડરનો સવાલ છે કે માસ્ટરબેટ કરવાને કારણે આપ ક્યારેય મા નહીં બની શકો તો આપ તે વાત ગાંઠ વાળી લો કે આ તદ્દન ખોટી વાત છે. તે પાછળ કોઇ જ તથ્ય નથી. આ વાતનો કોઇ જ વૈજ્ઞાનિક પુરાવો નથી. આ મૂર્ખતાપૂર્ણ વાત છે. અંધવિશ્વાસ છે. માસ્ટરબેટ કરવાથી ગર્ભધારણની ક્ષમતાને કોઇ જ પ્રભાવ પડતો નથી.

(ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કન્સલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
First published: July 26, 2018, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading