સમસ્યા: જો કોઇ નાની ઉંમરમાં સેક્સુઅલી એક્ટિવ થઇ જાય તો શું આગળ જઇને નપુંસક થવાનો ડર રહે છે? સેક્સ માણવાની યોગ્ય ઉંમર કઇ છે?
ડો. પારસ શાહ, સેક્સોલોજિસ્ટ
ઉકેલ: આ એક જટિલ સવાલ છે અને તેને ઘણાં બધા પાસા હેઠળ સમજવો જરૂરી છે. ભારતીય કાયદા મુજબ વિવાહની ઉંમર યુવતી માટે 18 વર્ષ અને યુવક માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી છએ. ફણ મ્યૂચુઅલ કંસેન્ટની એટલે કે આપસી સહમતિથી યૌન સંબંધ બનાવવાની એટલે કે સેક્સ માણવાની ઉંમર 16 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ તો થઇ કાયદાકીય વાત આપનો સવાલ છે કે સેક્સુઅલી એક્ટિવ થવા માટે કોઇ આવી નિર્ધારિત ઉંમર છે તો જવાબ છે ના. સાયન્સમાં એવી કોઇ થિયરી નથી. કાયદો જરૂર છે. પણ જો કાયદો વિવાહની ઉંમર 18 વર્ષ અને મ્યૂચુઅલ કન્સેન્ટથી સેક્સ માણવાની ઉંમર 16 વર્ષ નક્કી કરે છે તો આ કાયદાકીય રીતે જ નક્કી થયુ છે કે લગ્ન પહેલાં આપસી સહમતિથી શારિરીક સંબંધ બાંધવા અપરાધ નથી. જોકે સમાજની અવધારણા અલગ છે. સામાજિક મૂલ્ય મુજબ લગ્ન પહેલા સેક્સની પરવાનગી નથી. પણ આપણે કેટલાય પ્રયાસ કરી લઇએ, આ સત્યથી મો નથી ફેરવી શકતા કે લગ્ન અને સેક્સ બંનેની વ્યાખ્યા અલગ થઇ ગઇ છે.
યુવાવસ્થાનો ઉંબરો ઓળગ્યા બાદ યુવક અને યુવતી પોતાની મરજીથી સેક્સુઅલી એક્ટિવ થઇ શકે છે અને સમાજે આ વાત સ્વીકારવી રહી. આપણે જે કરી શકીએ છીએ તે છે સેક્સ એજ્યુકેશન દ્વારા સમાજને વધુ જવાબદાર બનાવવો.
તો સેક્સ માટે એવી કોઇ નિર્ધારિત ઉંમર નથી પણ એક વાત હું હમેશા કહુ છુ જે આપ જે ઇચ્છો છો ત કરી શકો છો જો આપનાં રિલેશનમાં આ ત્રણ R હોય. આ વાત સમજી લો અને તમારા મગજમાં પણ ફિટ કરી લો.
પહલો R- રિસ્પોન્સબિલિટી- હમેશા યાદ રાખો કે આપ જે કરી રહ્યાં છો તેનાં જવાબદાર ખુદ તમે છો. જો આપ સેક્સુઅલી એક્ટિવ હોવ છો તો તેનું ખરાબ પરિણામ પણ તમારી જ જવાબદારી છે. તેને આપ કોઇનાં માથે નથી નાંખી શકતાં. તેથી જે પણ કરો સમજી-વીચારીને અને સંપૂર્ણ જવાબદારી સાથે કરો.
બીજો R- રિસ્પેક્ટ- કોઇપણ કામમાં રિસ્પેક્ટ ખુબ જ જરૂરી છએ. ચાહે તે સેક્સ જ કેમ ન હોય. આફનાં સાથીનું સમ્માન કરો, તેની ઇચ્છા અનિચ્છા અને નિર્ણયનું
સન્માન કરો. પોતાની જાતને કોઇનાં પર થોપો નહીં.
ત્રીજો R- રાઇટ ટૂ સે NO- એટલે કે ના કહેવાનો અધિકાર, આપને અને આપનાં સાથી બંનેને ના કહેવાનો સંપૂર્ણ અધિકાર છે. જો આપ સેક્સ કરવાનું વિચારો છો
તો આ તમારો સમજી વિચારીને લીધેલો જવાબદારીપૂર્ણ નિર્ણય હોવો જોઇએ. ન કે કોઇનાં દબાણમાં આવીને લીધેલો નિર્ણય. જો આપનું મન નથી તો આપ ના
કહેવાનો સંપૂર્ણ અધિકાર ધરાવો છો. આપની જેમ જ આ અધિકાર આપનાં પાર્ટનરને પણ છે. જો પાર્ટનર ઇન્કાર કરે તો તેનાં ઇન્કારનો પણ સન્માન કરવું જોઇએ.
સેક્સુઅલી એક્ટિવ થવું કે ન થવું, ક્યારે થવું, કોની સાથે થવું તે સંપૂર્ણ રીતે આપનો નિર્ણય છે. સમજદારીથી નિર્ણય લેવો જરૂરી છે અને તેને સંપૂર્ણ જવાદારીથી નીભાવવો પણ જરૂરી છે.
વાત રહીં નાની ઉંમરે સેક્સુઅલી એક્ટિવ થવાથી આગળ જતા નપુસંકતા આવવાની તો તે માત્ર મિથ્યા ભ્રમ છે. તેથી એવી ચિંતા કરવાની કોઇ જરૂર નથી.