Home /News /lifestyle /

#કામનીવાત: શું પત્નીને સેક્સમાં પૂરતો સંતોષ મળતો હશે?

#કામનીવાત: શું પત્નીને સેક્સમાં પૂરતો સંતોષ મળતો હશે?

સંતુષ્ટિ વખતે મહિલા હળવાફૂલ બન્યાની લાગણી અનુભવે છે.

સંતુષ્ટિ વખતે મહિલા હળવાફૂલ બન્યાની લાગણી અનુભવે છે.

    સમસ્યા: ડોક્ટર સાહેબ, મારા લગ્ન થયાને હજી સાડાત્રણ મહિના જ થયા છે. અમે પતિ-પત્નિને એકબીજા માટે ખૂબ જ પ્રેમ છે સેક્સમાં પણ કોઇ જ તકલીફ નથી. પણ મને થાય છે કે શું પત્નીને સેક્સમાં પૂરતો સંતોષ મળતો હશે? તેને સંતુષ્ટી થઇ હશે તેની ખબર શી રીતે થઇ શકે? મને ખબર છે કે આપને ખૂબ જ પત્રો આવે છે. પણ  મને ઉતાવળ નથી મોડો તો મોડો જવાબ જરૂર આપજો. આભાર.

    સેક્સોલોજિસ્ટ- ડો. પારસ શાહ

    ઉકેલ: પુરુષને જ્યારે સ્ખલન-વિર્યસ્ત્રાવ થાય ત્યારે એનો અર્થ એમ થાય કે તે સંતુષ્ટ થયો છે. કેમ કે પુરુષમાં સામાન્ય રીતે વિર્યસ્ત્રાવ તથા ચરમસીમા (કલાઇમેક્સ)  સાથે અનુભવાતાં હોય છે. પણ સ્ત્રીમાં એ જાણવું થોડું અઘરું છે. કેમ કે સ્ત્રીમાં દેખીતું કોઇ સ્ખલન પરાકાષ્ઠા વેળાએ થતું હોતું નથી. આથી સ્ત્રીને ચરમસીમાનો આનંદ  પૂરેપૂરો આવ્યો છે કે નહીં તે જાણવાનો ઉતમ માર્ગ એ છે કે સ્ત્રીને જ પૂછી લેવું. જો આપણે જવાબ સ્વીકારવા તૈયાર હોય તો પત્ની ચોક્કસ સાચો જવાબ આપશે.

    પરાકાષ્ઠા વખતે સ્ત્રીના શ્વાસો શ્વાસની ગતિ અનિયમિત થાય છે, ચહેરાના હાવભાવ બદલાય છે. ઓષ્ઠના સ્નાયુઓ, મુઠ્ઠીઓ તંગ થાય છે. અને સંતુષ્ટિ વખતે હળવાફૂલ  બન્યાની લાગણી અનુભવાય છે. ઘણીવાર સ્ત્રી સમાગમ દરમિયાન એક કરતાં વધારે વખત પરાકાષ્ઠા મેળવી શકે છે.



    જે પુરુષમાં મોટાભાગે શક્ય નથી. પણ આ બધા  જ અનુભવો સ્ત્રીએ સ્ત્રીએ તથા પ્રંસગે પ્રંસગે બદલાયા કરે છે. તેથી મહત્વની વાત એ જ છે કે જ્યારે પણ તમે સમાગમ પૂર્ણ કરો ત્યારે પત્નીને તે અંગે પુછી લેવું  જોઇએ કે શું તે સંતુષ્ટ છે. આ ટેવ આપ બંને વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ કરશે.

    (ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

    જો આપનાં મનમાં પણ કોઇ પ્રશ્ન કે જિજ્ઞાસા છે તો આપ Ask.life@nw18.com પર તમારો સવાલ પુછી શકો છો. ડો. શાહ આપનાંતમામ સવાલનાં જવાબ આપશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Answering your problem, Dr paras shah, Kaamniwaat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन