Home /News /lifestyle /

#કામનીવાત: દિવસમાં કેટલી વખત સેક્સ માણવો સામાન્ય ગણાય?

#કામનીવાત: દિવસમાં કેટલી વખત સેક્સ માણવો સામાન્ય ગણાય?

    સમસ્યા: સેક્સ અંગે ઘણી ધારણાઓ છે કે દરરોજ સેક્સ ન માણવું જોઇએ કે અઠવાડિયામાં અમુક વખત જ સેક્સ માણવો જોઇએ તો જ સેક્સ લાઇફ નોર્મલ રહે. તેમાં  આવી વાતોમાં કેટલું સત્ય છે તે જણાવશો.

    #સેક્સોલોજિસ્ટ, ડો. પારસ શાહ

    ઉપાય: ઘણાં ઓછા લોકો સેક્સ અંગે ખુલીને વાત કરે છે. મોટાભાગમાં સેક્સની વાત આવે એટલે સામાન્ય મુંજવણ અને શરમ અનુભવે છે. સેક્સ જીવનનો અગત્યનો ભાગ છે. જેનાં વિશે વાત કરવામાં ખુબજ ઓછા લોકો સહજ અનુભવે છે. જોકે વાત ન કરવાને કારણે ઘણીવખત ખોટી ધારણા પણ બની જાય છે. જેમ કે સેક્સ લાઇફને લઇને, એક્ટિવ સેક્સ લાઇફ એટલે કે દરરોજ સેક્સ માણતા યુગલ. જ્યારે પણ સેક્સની કમી હોય તો લાગે કે જીવનમાં કંઇક મિસિંગ છે. જોકે આ વાતમાં કોઇ દમ નથી.

    હેલ્ધી સેક્સ લાઇફ તે અંતરંગતા છે જેનાંથી બંને ખુબજ સારુ અનુભવે છે. તેજ સેક્સ લાઇફ છે તે વાતથી કોઇ ફરક પડતો નથી કે આપ દિવસમાં કેટલી વખત સેક્સ માણો છે કે પછી અઠવાડિયે એકાદ વખત માણો છે. ઇન્ટિમેટ થવા પર બંનેને ઓર્ગેઝમ સુધી પહોચવું જરૂરી છે. તે જ સેક્સ માણ્યાની મજા છે.

    પુરૂષ અને મહિલાનાં ચરમ સીમા પર પહોંચવાનાં પાસા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે પુરૂષ સ્પર્શ, ગંધ, સ્વાદ અને સાથી કેવી દેખાય છે તે જાણીને ચરમ સુધી પહોંચે છે. જ્યારે સ્ત્રી માટે સેક્સ દરમિયાન સાથીની સંવેદનશીલતા પણ એટલું જ મહત્વ ધરાવે છે. તે તેમને ચરમસીમા પર પહોંચાડે છે.

    સારી સેક્સ લાઇફ માટે ખુબ જ જરૂરી છે કે બંને એકબીજા સાથે મુક્ત મને વાત કરે. પોત પોતાની ઇચ્છા અને જરૂરિયાત જણાવે. નહીં તો ક્યારેક ક્યારેક ના પાડવાની ટેવ હમેશા માટે નામાં બદલાઇ જશે. તેનું ધ્યાન રાખો. સાથ વિતાવવા સમય નથી મળતો તો અલગ અલગ પ્લાનિંગ કરો. અને અઠવાડિયાને અંતે એક ખાસ પ્લાનિંગ સાથેની ડેટ પર જાઓ જો સાથી સેક્સ માટે રાજી નથી તો તેનાં પર દબાણ ન કરો. તે પણ હેલ્ધી સેક્સ લાઇફનો અહમ હિસ્સો છે.  આપ જે પ્રશ્ન કરો છો કે કેટલી વખત સેક્સ માણવું સામાન્ય છે તેવાં પ્રશ્ન અને ડરની કોઇ સમસ્યા જ નહીં સતાવે. બંને રાજી હશે તો દરરોજ ઘણી વખત તમે એકબીજા સાથે જોડાઇ શકોછો. અને જો બંનેની સહમતી હશે તો આપ અઠવાડિયામાં એક વખત અંતરંગતા માણી શકો છો અને તે પણ ઘણું આનંદ દાયક જ રહેશે.



    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટન્ટ સેક્સોલોજિસ્ટ છે.)

    જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ
    આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dr paras shah, Kaam ni waat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन