#કામની વાત: લગ્ન થઇ ગયા છે પણ અન્ય સ્ત્રીઓનાં વિચારો આવે છે

News18 Gujarati
Updated: August 23, 2018, 5:13 PM IST
#કામની વાત: લગ્ન થઇ ગયા છે પણ અન્ય સ્ત્રીઓનાં વિચારો આવે છે
કલ્પના કે ફેન્ટસી સ્વાભાવિક છે, તેમાં શર્મિંદગી અનુભવવાની જરૂર નથી, પણ આપની દરેક ફેન્ટસીને સત્ય કરવા અંગે વિચારવું પણ યોગ્ય નથી

કલ્પના કે ફેન્ટસી સ્વાભાવિક છે, તેમાં શર્મિંદગી અનુભવવાની જરૂર નથી, પણ આપની દરેક ફેન્ટસીને સત્ય કરવા અંગે વિચારવું પણ યોગ્ય નથી

  • Share this:
સમસ્યા: મારી ઉંમર 35 વર્ષ છે મારા લગ્નને 11 વર્ષ થઇ ગયા છે હું મારી પત્ની સાથે ખુશ છું. પણ મને અન્ય સ્ત્રિઓનાં વિચારો આવ્યા કરે છે ઘણી વખત મને તેનાંથી અપરાધ બોધ પણ થાય છે. એવું લાગે છે મને કોઇ પ્રકારનો ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર છે. જેને હું ઇચ્છુ તો પણ કંટ્રોલ નથી કરી શકતો. શું મને કોઇ માનસિક બીમારી છે? હું શું કરું?

સેક્સોલોજિસ્ટ- ડો. પારસ શાહ

ઉકેલ: આપને લાગે છે કે આ કોઇ સમસ્યા કે માનસિક બીમારી છે તો હું આપને જણાવી દવું કે આપ જે અનુભવી રહ્યાં છો તે તદ્દન નોર્મલ છે. સેક્સુઅલ ફેન્ટસી કે કલ્પના ખુબજ સામાન્ય વાત છે. અને ઘણાં લોકો આ પ્રકારની ફેન્ટસી કરે છે. તેને લઇને અપરાધ ભાવ રાખવાની જરૂર નથી.

હા પણ ઘણી વખત સ્થિતિ ચિંતાજનક થઇ જાય છે. આપે આપનાં પ્રશ્નમાં કહ્યું છે કે આપને ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર છે. એટલે કે આપ ઇચ્છો તો પણ આવાં વિચારોથી દૂર નથી રહી શકતાં. જોકે આપનાં સવાલમાં તે વાત સ્પષ્ટ નથી કે આપ જેને ઓબ્સેસસિવ કંપલ્સિવ ડિસઓર્ડર સમજો છો તે ખરેખરમાં શું છે.

1. દિવસમાં સમાન્ય રીતે કેટલી વખત આપનાં મનમાં આ પ્રકારનાં વિચારો આવે છે.
2. શું તેની અસર આપનાં કામ કે આપનાં સંબંધ પર નકારાત્મક રૂપે પડી રહી છે.3. શું આપ કામની વચ્ચે અપનાં પાર્ટનરની સાથે પણ આવી ફેન્ટસી શેર કરો છો
4. શું આપ ફેન્ટસીને હકીકતમાં બદલવા ઇચ્છો છો કે તે માટે કોઇ પ્રયાસ કરો છો.

આ વાત સમજવી ખુબજ જરૂરી છે કે આપણી દરેક પ્રકારની ફિલિંગ, દરેક એક્શનમાં એખ સંતુલન ખુબજ જરૂરી છે. જો આપની ફેન્ટસી ફક્ત ક્યારેક ક્યારેક હોય છે તો ચિંતા કરવાની કોઇ વાત નથી. પણ જો આ ફેન્ટસી આફનાં વાસ્તવિક જીવનમાં નકારાત્મક રૂપે હાવી થઇ રહી છે તો તાત્કાલિક રૂપે આપને કાઉન્સેલિંગની જરૂર છે.

(ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

જો આપનાં મનમાં પણ કોઇ પ્રશ્ન કે જિજ્ઞાસા છે તો આપ Ask.life@nw18.com પર તમારો સવાલ પુછી શકો છો. ડો. શાહ આપનાંતમામ સવાલનાં જવાબ આપશે
First published: August 23, 2018, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading