Home /News /lifestyle /

#કામનીવાત: સેક્સ માણવા માટે તમે બંને કેટલાં કારણો રજૂ કરી શકો છો?

#કામનીવાત: સેક્સ માણવા માટે તમે બંને કેટલાં કારણો રજૂ કરી શકો છો?

કામની વાત

એક? બે? વીસ? 200 ? કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓએ  સેક્સ માણવા માટે આશરે 237 જેટલાં જુદા જુદા કારણો આપ્યાં છે

  #કામનીવાત: સેક્સ માણવા માટે તમે બંને કેટલાં કારણો રજૂ કરી શકો છો?

  આજે નહીં, આજે મને..... દુઃખે છે, તમારો સેક્સ પાર્ટનર સેક્સ નહીં માણવા માટે ડઝનબંધ કારણો આગળ ધરશે પરંતુ સેક્સ માણવા માટે તમે બંને કેટલાં કારણો રજૂ કરી શકો છો?

  એક? બે? વીસ? 200 ? કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓએ  સેક્સ માણવા માટે આશરે 237 જેટલાં જુદા જુદા કારણો આપ્યાં છે.

  જેમાં આનંદથી લઈને પ્રજોત્પતિ, અસલામતીથી લઈને જિજ્ઞાસા વગેરેને આવરી લેવાયા છે. અગાઉના સમયની સરખામણીએ અત્યારના  લોકો સેક્સમાં રત રહેવાના વધુ કારણો આપે છે. તે ઐતિહાસિક માન્યતાઓથી બિલકુલ વિપરીત છે જેમાં સેક્સ માણવાના માત્ર ત્રણ ધ્યેય જ દર્શાવવામાં આવ્યા છે. જેમાં બાળકો પેદા કરવા, આનંદના અહેસાસ માટે અથવા પ્રેમની અનુભૂતિ માટે.

  આજના યુગમાં જાતીય વર્તણૂકે માનસિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓમાં પરિવર્તન આણ્યું છે. આમ છતાં લોકો સેક્સ માણવા કેમ ઈચ્છે છે તેનું મુખ્ય કારણ એક જ છે તેમ હું માનું છું.આપણી રચના જ આમ કરવા માટે થઈ છે. લોકો સેક્સ કરે છે તે પુછવું એ લોકો ખોરાક કેમ ખાય છે તેવો મુર્ખામીભર્યો સવાલ પુછવા સમાન છે. આપણાં મગજની રચના જ આપણને સેક્સ તરફ પ્રેરે તે પ્રમાણેની છે. માણસો સેક્સ માટે સજ્જ હોય છે તે બાબત વિકાસાત્મક પાસુ દર્શાવે છે.

  ઉત્ક્રાંતિ અંગેના નિષ્ણાતોના મતે સેક્સ માટેની ઈચ્છા પ્રજાતિના અસ્તિત્વના બચાવ માટે જ તેમના મગજમાં ગૂંથવામાં આવી છે. સાંસ્કૃતિક નિષ્ણાતો સે્કસની ઈચ્છા માટે સાંસ્કૃતિક અને વ્યક્તિગત કારણોને આગળ ધરે છે. સેક્સ કરવા અથવા નહીં કરવાની ઈચ્છા માટે સાંસ્કૃતિક તફાવતને મહત્વનું કારણ મનાય છે.
  લોકો સેક્સ શા માટે ઈચ્છે છે તે જાણવું તે હંમેશા કંઈ સરળ કાર્ય નથી.

  મોટાભાગના અભ્યાસોમાં કોલેજના અંડર ગ્રેજ્યુએટ્સના મંતવ્યો લેવામાં આવે છે જેમાં ઘણી મર્યાદાઓ રહેવાની સંભાવનાઓ છે. આ યુવાન છોકરાં-છોકરીઓ  મોટાભાગે તેમના સંબંધોમાં પ્રતિબદ્ધ નથી હોતા અને તેઓ તેમની સેક્સ્યુઆલિટી અંગે પુરતા જાણકાર નથી હોતા. તેઓ કેમ સેક્સ ઈચ્છે છે તે પ્રશ્નનો તેમનો જવાબ મોટાભાગે તેમની પોતાની છબી અને તેમના સામાજિક સંબંધો પર આધારિત રહેવાનો.

  જેમાં સમય જતાં પરિવર્તન આવવાનું છે.પરંતુ આવું જ્ઞાન યુગલની સેક્સ લાઈફમાં સુધારો લાવે છે. સેક્સ માટેના હેતુઓમાં રહેલા તફાવતને જાણવા અત્યંત મહત્વના છે. જાતીય સંબંધોમાં શું ચાલી રહ્યું છે તથા સેક્સ્યુઅલ ડિસઓર્ડર્સની સમસ્યાની સારવાર માટે તે જાણવું જરૂરી છે. સેક્સ અંગેના તમારા હેતુમાં જ તમને કોઈ સમસ્યાનું સમાધાન મળી જાય તેવું બને.

  તમે કેમ સેક્સ માણવા ઈચ્છો છો ? આ માટેના કારણો મુખ્યત્વે ચાર શ્રેણીમાં વહેંચાયેલા જોવા મળે છે 

  -શારિરીક કારણો- આનંદ, તણાવ દૂર કરવા, કસરત, જાતીય ઉત્સુક્તા અથવા કોઈ વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ
  -ધ્યેય આધારિત કારણો- બાળકો પેદાં કરવા, સામાજિક દરજ્જામાં વધારો કરવા(ઉદા. લોકપ્રિય બનવા) અથવા બદલો લેવા
  -ભાવનાત્મક કારણો- પ્રેમ, પ્રતિબદ્ધતા, વફાદારી, કૃતજ્ઞતા વ્યક્ત કરવા
  -અસલામતીના કારણોસર- આત્મસન્માન વધારવા, સાથીને અન્ય સાથે સેક્સ માણતો રોકવા અથવા ફરજના અથવા દબાણના(ઉદા. સાથી દ્વારા સતત સેક્સની માગણી થવાના સંજોગોમાં) ભાગ રૂપે  સામાન્ય રીતે પુરુષ એટલા માટે સેક્સ માણવા ઈચ્છે છે કારણ કે તેમાંથી મળતો આહલાદક અનુભવ તેમને ગમે છે. આ જ પ્રમાણે મહિલાઓને પણ તેમાંથી આનંદ મળે છે પણ તેઓ મહદઅંશે સેક્સ દ્વારા સંબંધોને વધુ મજબૂત બનાવવામાં રસ ધરાવતી હોય છે. તેમાં શરીર કેન્દ્રી અને વ્યક્તિ કેન્દ્રીત સેક્સ અનુસાર તફાવત જોવા મળે છે. 

  • શરીર કેન્દ્રીત સેક્સ, આ પ્રકારમાં તમે એટલા માટે સેક્સ માણવા ઈચ્છો છો કે તમારા શરીરને તે ગમે છે. તે વખતે તમને તમારા પાર્ટનરની લાગણીઓની સહેજ પણ ચિંતા નથી હોતી.

  • વ્યક્તિ કેન્દ્રીત સેક્સ, આ પ્રકારમાં તમે કોઈ વ્યક્તિ સાથે તાદાત્મ્યથી જોડાવા માગતા હોવ છો. તમે તેની લાગણીઓનું તથા સંબંધોનું પૂરેપુરું ધ્યાન રાખીને આગળ વધો છો.

  પુરુષો મોટાભાગે શરીર કેન્દ્રીત સેક્સથી જ શરૂઆત કરતા હો.ય છે અને ધીમે ધીમે બદલાય છે. પુરુષ  જ્યારે 40, 50 કે 60 ના દાયકામાં પહોંચે છે ત્યારે તેના માટે સંબંધોનું મહત્વ વધી જાય છે.જ્યારે સમય જતાંની સાથે મહિલાઓ પુરુષો જેવી બની જાય છે. એટલે કે પ્રારંભમાં તેઓ  સેક્સ દ્વારા સંબંધોને વિકસાવવા તેને વધુ મજબૂત બનાવવા અને તેને જાળવી રાખવા ઈચ્છે છે જ્યારે લાંબાગાળે તેઓ તેમાંથી મળતાં આનંદ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.જાતીયતાના બે વિરુદ્ધ ધ્રુવો  એવા સ્ત્રી-પુરુષના વિચારો હવે સમાન બની રહ્યાં છે. વધુ મહિલાઓ હવે કદાચ શારિરીક આનંદ માટે સેક્સ માણતી હશે પરંતુ તેનાથી વધુ પરુષો હવે કહેશે કે તેઓ ભાવનાત્મક કારણોસર સેક્સ માણે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Answering, Dr paras shah, Kaam ni waat, Problems, Sexologist

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन