#કામનીવાત: શું આ વિકૃતિ છે?

News18 Gujarati
Updated: October 1, 2018, 3:55 PM IST
#કામનીવાત: શું આ વિકૃતિ છે?
કેટલાક પુરુષોને તેમની સ્ત્રીએ લાંબા મોજા પહેરેલા હોય તો વધારે અનંદ અનુભવતા હોય છે

કેટલાક પુરુષોને તેમની સ્ત્રીએ લાંબા મોજા પહેરેલા હોય તો વધારે અનંદ અનુભવતા હોય છે

  • Share this:
સમસ્યા. મારી ઉંમર સતાવીસ વર્ષની છે .પત્ની ચોવીસ વર્ષની છે. મારા લગ્નને આશરે અઢી વર્ષ થયેલ છે. અત્યારે અમારે સંતાન જોઇતા નથી એટલે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ મારા પત્ની કરે છે. મને એક વિચિત્ર શોખ છે. મને મારા પત્નીશરીર ઉપર આછાપાતળા વસ્ત્રો પહેરેલા હોય તો જ મને વધારે ઉતેજના આવે છે. તો શું આ વિકૃતિ છે?

સેક્સોલોજિસ્ટ- ડો. પારસ શાહ

ઉકેલ. આપના પત્રની વિગતો પુરતી નથી. સામાન્ય રીતે પતિ-પત્ની એકમેક પાસે કોઇ ચોક્કસ પ્રકારની જાતીય ઇચ્છાઓનો આગ્રહ રાખે તેને વિકૃતિ કહી શકાય નહી. કેટલાક પુરુષોને તેમની સ્ત્રીએ લાંબા મોજા પહેરેલા હોય તો વધારે અનંદ અનુભવતા હોય છે. જ્યારે કેટલાક પુરુષોને પોતાની પત્ની બોસની જેમ વર્તન કરે ત્યારે વધારે ઉતેજના આવતી હોય છે. પરંતું ઘણીવાર એવા પુરુષો પણ હોય છે કે જેમને પત્ની માર મારે તો જ ઉતેજના આવે. આવી મારપીટ વાળી વૃતિ એ ચોક્કસ વિકૃતિ કહી શકાય. સમાગમ દરમ્યાન આપના સાથી આછાપાતળા વસ્ત્રો પહેરવાની ઇચ્છા એ વિકૃતિ ના કહેવાય. પરંતું ‘અસાધારણ’ જરૂર કહી શકાય.જો આમ કરવામાં આપ બન્નેને વાંધો ના હોય તો તેને નોર્મલ ગણી જાતીય જીવન માણવામાં કોઇ જ વાંધો નથી. હકીકતમાં ઘણા પુરુષોની આ જરૂરીયાત હોય છએ. જેમ નગ્ન સત્ય વ્યક્તિને અર્ધસત્ય કરતાં ઓછું ઉશ્કેરે છએ, તેમ તદન અનાવૃત દેહ કરતાં આછાપાતળા વસ્ત્ર ધારણ કરેલ દેહ વધું કામોજક લાગતો હોય છે. મનની જરૂરીયાત જ એવી છે જે ગોપિત છે.

જે ધારણાને આધીન છે તેની જિજ્ઞાસા, ઉત્કંઠા વઝુ રહેતી હોય છે. સેક્સમાં આ બાબત સવિશેષ સાચી ઠરે છે. આવી જ માનવમનની આ વિલક્ષણતાનો લાભ લઇ ફિલ્મકાર ગલગલિયા કરાવે એવા દૃશ્યો ટપકતા હોય છે. સેન્સર બોર્ડના નિયમો પણ અશ્લીલતા અંગેના વૈજ્ઞાનિક ખ્યાલોને બદલે સામાજિક ખ્યાલોને આધારે બને છે. આથી જ કદાચ સંપૂર્ણ નગ્નતા કે જે એટલી ઉતેજક નથી તે બતાવવાનો પ્રંતિબંદ્ધ છએ અને અર્ધનગ્નતા કે જે વધુ ઉતેજક છે તે દર્શાવવાનો પ્રતિબંઘ નથી.(ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

જો આપનાં મનમાં પણ કોઇ પ્રશ્ન કે જિજ્ઞાસા છે તો આપ Ask.life@nw18.com પર તમારો સવાલ પુછી શકો છો. ડો. શાહ આપનાંતમામ સવાલનાં જવાબ આપશે
First published: October 1, 2018, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading