#કામનીવાત: નપુસકતાંની સમસ્યા માટે જવાબદાર સામાન્ય શારીરિક કારણો

News18 Gujarati
Updated: August 27, 2018, 5:38 PM IST
#કામનીવાત: નપુસકતાંની સમસ્યા માટે જવાબદાર સામાન્ય શારીરિક કારણો
કામની વાત

બ્લડ પ્રેશરની દવાઓ, પેઇન કિલર્સ તથા કોકેઈન તથા મારિજુઆના પણ જાતિય ઉત્તેજના અને ક્ષમતા પર અસર કરે છે

  • Share this:
મોટા ભાગના પુરુષો જીવનના કોઈ એક તબક્કે શિશ્નોત્થાનની સમસ્યા અનુભવતા હોય છે. શિશ્નોત્થાનની તકલીફ એ પુરુષોમાં અનુભવાતી સામાન્ય સમસ્યા છે. જે ૪૦-૭૦ વર્ષની વયના આશરે ૫૨ ટકા પુરુષોને સતાવે છે.

શિશ્નોત્થાનનું કારણ મનોવૈજ્ઞાનિક, શારીરિક અથવા તો બંને હોઈ શકે. જોકે એવુ મનાય છે કે નપુસકતાંની સમસ્યા ધરાવતાં મોટાભાગના પુરુષો શારીરિક તકલીફના કારણે તેનો ભોગ બને છે. જો શિશ્નોત્થાનની સમસ્યા ૫૦ ટકા કે તેથી વધુ ‌અનુભવાતી હોય અથવા તો તેનાથી માનસિક તણાવ પેદા થતો હોય તેવા લોકોએ તાત્કાલિક તબીબી સલાહ લઈ સારવાર કરાવવી જોઈએ. મગજ ઘણીવાર કામોદ્દીપક સંકેતોને અવગણે છે. જાતિય ઉત્તેજનાઓ તમારા મગજમાં પેદા થઈ ત્યાંથી આગળ વધે છે.

સેક્સોલોજિસ્ટ- ડો. પારસ શાહ

ડિપ્રેશનને કારણે તમારી જાતિય ઈચ્છાઓ મંદ પડી જાય છે અને તેના કારણે છેવટે શિશ્નોત્થાનમાં સમસ્યા સર્જાય છે. ઉપરાંત ડિપ્રેશનની સારવામાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ પણ તમારી કામેચ્છાને હણી નાખે છે અને લિંગના ઉત્થાન માટે તમારે ઘણી કવાયત કરવી પડે છે. એટલું જ નહીં પણ જાતિય સુખની પરાકાષ્ઠા સુધી પહોંચવામાં પણ ઘણી તકલીફ પડે છે.

નપુસકતાંની સમસ્યા ડાયબિટીસ, હૃદયની ધમનીને લગતાં રોગ, હાઈપર ટેન્શન અને ડિપ્રેશન જેવી અન્ય બિમારીઓ સાથે પણ સંકળાયેલું હોઈ શકે છે. શિશ્નોત્થાન દરમિયાન મગજ, કરોડરજ્જુ તથા શિશ્નમાં આવેગ પેદા થાય છે. આ ઉપરાંત વેસ્ક્યુલર રોગોને કારણે લોહીનું પરિભ્રમણ કરતી નસોને અસર થાય છે. આ પ્રકારના રોગોમાં એથરોસ્ક્લેરોસિસ (કોલેસ્ટેરોલનું સ્તર થવું), હાઈ બ્લડ પ્રેશર, ડાયબિટીસ તથા કોરોનરી આર્ટરી કેન્સર જેવા રોગો સામેલ છે. વેસ્ક્યુલર રોગોને પરિણામે હૃદય, મગજ, શિશ્ન વગેરે અંગોને મળતાં  લોહીના પ્રવાહમાં અવરોધ સર્જાય છે.

તમારી દવાઓના ઘટકો પણ બેડરૂમમાની તમારી કાર્યક્ષમતા પર માઠી અસર સર્જી શકે છે. ઘણી એવી સામાન્ય દવાઓ છે જેના લીધે શિશ્નોત્થાનની સમસ્યા સર્જાય છે. જેમાં બ્લડ પ્રેશરની દવાઓ, દર્દશામક દવાઓ તથા કોકેઈન તથા મારિજુઆના પણ જાતિય ઉત્તેજના અને ક્ષમતા પર અસર કરે છે.આ ઉપરાંત પ્રોસ્ટેટ કેન્સર માટેની શસ્ત્રક્રિયા પણ શિશ્નોત્થાનની સમસ્યાનું કારણ બની શકે છે. પ્રોસ્ટેટ કેન્સર માટેની સારવાર શિશ્નોત્થાનની સમસ્યા થવાની સંભાવના છે.

ઘર તથા ઓફિસમાં જો તમારે વધુ પડતી જવાબદારીઓનો બોજ ઉઠાવવો પડતો હોય તેવા સંજોગોમાં સેક્સ માટે મૂડ બનાવવાનું મુશ્કેલ બની જાય છે. તણાવ શિશ્ન સહિત શરીરના વિવિધ અંગો પર માઠી અસર કરે છે.
નપુસકતાંની સમસ્યા માટે જવાબદાર આ સામાન્ય શારીરિક કારણો છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોવ તો બીજા કારણ વીષ આવતા વખતે વાત કરવી છે.

(ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

જો આપનાં મનમાં પણ કોઇ પ્રશ્ન કે જિજ્ઞાસા છે તો આપ Ask.life@nw18.com પર તમારો સવાલ પુછી શકો છો. ડો. શાહ આપનાંતમામ સવાલનાં જવાબ આપશે
Published by: Margi Pandya
First published: August 27, 2018, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading