સમસ્યા. મારી ઉંમર એકવીસ વર્ષની છે. મારા લગ્ન થોડાક જ સમયમાં થવાના છે.. મારે એ જાણવું છે કે સ્ત્રીના પ્રાઇવેટ જગ્યાએ કેટલા દ્વાર હોય છે? અને સમાગમ ક્યાં કરવાનો હોય છે.
સેક્સોલોજિસ્ટ- ડો. પારસ શાહ
ઉકેલ. સ્ત્રીઓના પ્રાઇવેટ જગ્યા અર્થાત જાતીય સ્થળે બે જ દ્વાર હોય છે. સૌથી ઉપર આવેલ ભાગને મુત્રાશય કહેવામાં આવે છે. આ દ્વાર ખૂબ જ નાનું હોય છે. જેની અંદર ટચલી આંગળીનો પ્રવેશ પણ શક્ય નથી. આ દ્વાર વડે માત્ર મૂત્રનું ઉત્સર્જન થાય છે. આ દ્વારની સહેજ નીચે આવેલ દ્વારને યોનિમાર્ગ કહેવાય આવે છે. આ એ જ જગ્યા છે કે જ્યાંથી માસિક વખતે માસિકસ્ત્રાવ થાય છે, સંભોગના સમયે સમાગમ થાય છે. અને બાળકના જન્મ વખતે બાળક પણ અહીં જ બહાર આવે છે.
આ દ્વાર ઇલાસ્ટિક રબ્બર બેન્ડ જેવું છે. સંભોગ વખતે ઇન્દ્રિયની સાઇઝ જેટલું અને બાળકના જન્મ વખતે બાળકના માથા જેટલું પહોળું થઇ શકે છે. આ દ્વાર અંદરથી ગર્ભાશય સાથે જોડાયેલ હોય છે અને સમાન્ય રીતે યોનિમુખ અને ગર્ભાશય વચ્ચેનો યોનિમાર્ગ આશરે છ ઇંચની લંબાઇ ધરાવતો હોય છે.