સમસ્યા: હું 26 વર્ષનો યુવક છું. હમેશા સાંભળ્યું છે કે સેક્સ માણવાની મઝા આવે. પણ મારા માટે સેક્સ એક તકલીફદાયક અનુભવ રહ્યો છે. મને સંબંધ બાંધતા સમયે એક અજીબ પ્રકારનો ખેંચાવ અને દુખાવ થાય છે શું તે સામાન્ય છે? શું તમામ પુરૂષોને આવું થાય છે?
સેક્સોલોજિસ્ટ- ડો. પારસ શાહ
ઉકેલ- ઘણી બધી વખત એવું બની શકે કે છોકરાઓને ફાયમોસિસ (phomis) અથવા તો પેરા ફાયમોસિસ (Paraphimosis) નામની શારીરિક તકલીફ હોય છે. જે જન્મજાત હોય છે. સામાન્ય રીતે પુરૂષનો શિશ્નનો આગળનો ભાગ ચામડીથી ઠંકાયેલો હોય છે. આ ચામડી આરામથી નીચે તરફ સરકી શકતી હોય છે. પરંતુ કેટલાંક પુરૂષમાં જન્મથી જ આ ચામડી ખુબજ ટાઇટ હોય છે. જેનાં કારણે જ્યારે પણ સંબંધ બાધવાનો પ્રયાસ કરવામાં આવે તો તે વખતે આ ચામડી ખેચાંવાથી પુરૂષને દુખાવો થતો હોય છે. ઘણી વખત આ ચામડી ફાટી પણ જતી હોય છે. અથવા તો આગળનાં ભાગની ચામડીમાં ચીરા પડી જતાં હોય છે. તેનાં કારણે જાતીય સંબંધ વખતે પુરૂષને દુખાવો અનુભવ થતો હોય છે.
આ દુખાવાનાં કારણે ઘણી વખત ઇન્દ્રિયમાં ઉત્થાન જતુ રહેતુ હોય છે અને પુરૂષ જાતીય સંબંધ બાધી શકતો નથી. જો આવી તકલીફ આપને પણ થતી હોય તો આપે સૌથી પહેલાં ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો, તપાસ કરાવવી અને તેમની સલાહ પ્રમાણે આગળ વધવું જોઇએ.
તેનાં ઉપચારમાં બે રસ્તા છે. સૌથી સરળ અને સહેલો ઉપાય છે જ્યારે પણ તમે સંબંધ બાંધો ત્યારે કોન્ડોમનો ઉપયોગ કરો. જેનાં કારણે અગ્ર ત્વચાની મુવમેન્ટ ફિક્સ થઇ જશે. અને તે ખેંચાશે નહીં જેનાં કારણે દુખાવો નહીં થાય અને ચામડીમાં ચીરા નહીં પડે. પરંતુ જો તમે બાળક ઇચ્છતા હોવ અને કાયમનો ઉપાય વિચારતા હોવ તો નિરોધ તે જવાબ નથી. આ માટે આપે સુન્નતનું ઓપરેશન કરાવવું પડે. તે ખુબજ સરળ ઓપરેશન છે. 15-20 મિનિટમાં ઓપરેશન પૂર્ણ થઇ જાય છે. તેમજ 4-5 કલાકમાં તમે ઘરે પણ જઇ શકો છો. બીજા દિવસથી તમે તમારુ રૂટિન ઓફિસ વર્ક પણ કરી શકો છો. પરંતુ આ ઓપરેશન કરાવ્યા પછી જાતીય જીવનથી દોઢ એક મહિના દૂર રહેવું જરૂરી છે. ઘણી વખત લોકલ ઇન્ફેક્શન થયેલુ હોય તો પણ જાતીય સંબંધ વખતે દુખાવો થવાની શક્યતા રહેતી હોય છે.