સમસ્યા: હું 32 વર્ષની મહિલા છુ મારા લગ્ન થઇ ગયા છે. ડોક્ટરે મને પ્રેગ્નેન્સીથી બચવા માટે ગર્ભનિરોધક ગોળી લેવાની સલાહ આપી છે પણ મે એક આર્ટિકલમાં વાચ્યું હતું કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ખાવાથી મહિલામાં લિબિડો ખતમ થઇ જાય છે. શું આ વાત સાચી છે?
#સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ
ઉકેલ: આ વાતનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ તો નથી મળ્યું કે કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોલી ખાવાથી મહિલાઓનાં લિબિડો એટલે કે સેક્સુઅલ ડિઝાયર પર કોઇ નકારાત્મક અસર પડે છે. કોન્ટ્રસેપ્ટિવ પિલ્સનો ઇતિહાસ કંઇ બહુ જુનો નથી. તે 1940નાં દાયકાથી ચિકિત્સા વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સ્ત્રિયોનાં શરીરનાં હોર્મોનલ સાઇકલને સમજવામાં ઓછો થઇ રહ્યો હતો. 1960માં પહેલી વખત અમેરિકામાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સને માન્યતા મળી. આજે આખી દુનિયામાં 100 મિલિયન એટલે કે 10 કરોડ મહિલાઓ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ કરે છે. આ મહિલાઓમાં ગર્ભથી બચવા માટે સૌથી સુરક્ષિત અને આસાન ઉપાય છે.
કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ મોટેભાગે બે હોર્મોન એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટોજેનનું કોમ્બિનેશન હોય છે. જો નિયમથી તેને લેવામાં આવે તો તે સ્ત્રિઓનાં માસિક ચક્રમાં બદલાવ કરે છે, અંડાણુ નિષેચનનાં ચક્રને બદલીને વણજોઇતા ગર્ભને ધારણ કરતાં રોકે છે. આ ઉપરાંત અનિયમિત પીરિયડ્સ થવા કે પીરિયડ્સ સંબંધીત અન્ય મુશ્કેલીઓમાં પણ હોર્મોનની આ ગોળીઓનો પ્રયોગ થઇ શખે છે. આ સંપૂર્ણ સુરક્ષિત છે. આ વાતનો કોઇ મેડિકલ પ્રમાણ નથી મળ્યું કે આ પ્રયોગથી સ્ત્રિઓની યૌન ઇચ્છા ઓછી થતી જાય છે. ઘણાં કિસ્સાઓમાં તેનાંથી વિપરિત પરિણામ જોવા મળ્યા છે. કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનાં આવિષ્કારથી મહિલાઓની યૌન મુક્તિનાં દરવાજા ખુલી ગયા છે. શારીરિક સંબંધ બાંધથા સમયે મહિલાઓને સૌથી વધુ ચિંતા અને ડર હોય છે કે તેમને ગર્ભ ન રહી જાય. આ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સે તે ડરથી તેમને મુક્ત કરી દીધા છે. અને તેઓ વધુ સહજતા અને નિશ્ચિતતાથી સેક્સ માણવા લાગ્યા છે.
કેટલિક સાવધાની રાખવી આમા પણ જરૂરી છે. જો કોઇ મહિલા પહેલી વખત આ દવાનું સેવન કરી રહી છે તો તેનાં શરીર પર કંઇ સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. જેમ કે પીરિયડ્સનાં ચક્રમાં બદલાવ.આ સામાન્ય લક્ષણ છે જે સમય રહેતા સામાન્ય થઇ જાય છે. જો આ વધુ હોય તો મહિલાઓ તુંરત જ ગાયનેકોલોજિસ્ટને મળવું જોઇએ. આ ઉપરાંત એક વાત સમજવી જરૂરી છે કે દરેક મહિલાનાં શરીરની સંરચના અને વલનેરેબિલિટીનું સ્તર અલગ અલગ હોય છે. બની શકે કે, કેટલીક મહિલાઓ પર તેનો કંઇ સાઇડ ઇફેક્ટ ન થાય અને કેટલીકને તેને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીનો સામનો કરવો પડે. આવી સ્થિતિમાં તત્કાલ ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને છે.
જો આપને કોઇપણ પ્રકારનું કેન્સર છે કે આપનાં પરિવારમાં કેન્સરનો ઇતિહાસ છે તો કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું સેવન ન કરવું. અન્ય પરિસ્થિતિમાં તે સંપૂર્ણ સેફ છે.
જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર