સમસ્યા. મારી ઉંમર 20 વર્ષની છે. મારી ઉંચાઇ સાડા ચાર ફૂટ છે. અને મારા થવાવાળા પતિની ઉંચાઇ સાડા પાચ ફૂટ. મારી મુંઝવણ એ છે કે અમારી ઊંચાઇના તફાવતના કારણે અમારી સેક્સ લાઇફમાં કોઇ તકલીફ તો નહીં થાય ને? આ ઉપરાંત મારા શરીરમાં ઘણા તલ પણ છે. તો તલ દુર કરવા શું કરું?
#સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ
ઉકેલ. તમારી આ ઉંચાઇના આ તફાવતથી જાતીય જીવનમાં કોઇ જ તકલીફ નહી થાય. સેક્સમાં ઘણા બધા આસનો છે. જરૂરી નથી કે દરેક આસન દરેક વ્યક્તિ કરી શકે તો જ સંતોષ મળે. સેક્સ લાઇફમાં સુખ અને ઉંચાઇને આમ તો કોઇ જ લેવાદેવા નથી. ઉંચાઇના તફાવતનું જીંવત ઉદાહરણ અમિતાભ બચ્ચ્ન અને જયા બચ્ચ્ન છે. તેમની ઉંચાઇમાં પણ ઘણો ફરક છે. છતાં તેમના ત્યાં અભિષેક અને શ્વેતા બચ્ચન બે સંતાન છે. અને તેઓ ચોક્કસપણે એક સ્વસ્થ સુંદર અને સારુ જાતિય જીવન માણતા જ હશે. આપે પ્રશ્નમાં જણાવેલ અન્ય તલની તકલીફ માટે આપ સ્કિનના ડોક્ટરની સલાહ લઇ શકો છો.
આ અઠવાડિયાની સેક્સ ટિપ્સ
*ઉંમરે સાથે શિશ્નના ઉત્થાન થતા સમય લાગતો હોય છે. જે એક નોર્મલ પ્રક્રિયા છે, જે મોટાભાગના પુરુષો અનુભવતા હોય છે.
*સ્ત્રીઓની કામેચ્છા અને કામાવેગનો આઘાર અગાઉના સમાગમ દરમિયાન મળેલા આનંદ ઉપર પણ રહેલો છે.
*સેક્સની શરૂઆત સેક્સ સિવાયની વાતથી કરવી જોઇએ.
*સમાગમ દરમ્યાન સ્ત્રી અને પુરુષ બન્ને એક સાથે પરાકાષ્ઠા પ્રાપ્ત થાય એ જરૂરી નથી, અને મોટેભાગે આમ થતું પણ નથી.
*સમાગમ પછી વ્યક્તિને થાક અનુભવાય તો એમાં શારીરિક કરતાં માનસિક પરિબળ વધારે જવાબદાર હોય છે.
જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર