Home /News /lifestyle /

#કામની વાત: પતિની ઇન્દ્રિય કડક થતી નથી શું કરવું?

#કામની વાત: પતિની ઇન્દ્રિય કડક થતી નથી શું કરવું?

આજના સમયમાં સેક્સની દરેક સમસ્યા મોટે ભાગે ગણતરીનાં દિવસો કે મહિનામાં જ દૂર થઇ શકે છે.

આજના સમયમાં સેક્સની દરેક સમસ્યા મોટે ભાગે ગણતરીનાં દિવસો કે મહિનામાં જ દૂર થઇ શકે છે.

    સમસ્યા. મારી ઉંમર બાવીસ વર્ષની છે. મારા લગ્ન થયે છ મહિના થયા છે. મારા પતિની ઇન્દ્રિય સાત થી આઠ ઇંચ લાંબી છે. પણ ઉત્થાન વખતે ઇન્દ્રિય જેઇએ તેટલી કડક થતી નથી. યોનિમાં દાખલ કર્યા પછી હું બે પગની આંટી વાળું છું. તો પણ ઢીલાશ લાગે છે. અને ઘર્ષણ થતું નથી. ડોક્ટર સાહેબ આપનાથી શું છુપાવાનું? મારા કોલેજના ફેન્ડ્રની ઇન્દ્રિય માત્ર 6 ઇંચની જ છે અને ખૂબ જ કડક થાય છે. અને મને પુરતો આનંદ આપે છે. પણ તે કેટલા દિવસ ચાલે? તો કોઇ દવા અને ઉપાય બતાવશો.

    #સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ

    ઉકેલ. આપ આગ સાથે રમી રહ્યા છો. સૌ પ્રથમ તો લગ્નેતર સંબંધ સંદતર બંધ કરી દો. આમા બે જોખમ રહેલ છે. સામાજિક અને એઇડ્સ. એક વાત જાણી લો પુરતી ઉતેજના ન આવાના ઘણા કારણો હોય છે. પણ તેના ઉપાયો પણ ચોક્કસથી શકય છે. આપ આના માટે પતિ જોડે ખુલ્લા મને ચર્ચા કરો .

    તેમને જણાવો કે તમને પુરતું સુખ મળતું નથી. જરૂર લાગે તો આપનાં પતિને યોગ્ય કવોલિફાઇડ સેક્સોલોજીસ્ટ પાસે લઇ જાવ. તેમને સારવાર માટે તૈયાર કરો. કારણ કે આજના સમયમાં સેક્સની દરેક સમસ્યા મોટે ભાગે ગણતરીનાં દિવસો કે મહિનામાં જ દૂર થઇ શકે છે.



    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કન્સલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

    જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
    Published by:Margi Pandya
    First published:

    Tags: Answering, Dr paras shah, Kaam ni waat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन