Home /News /lifestyle /

#કામની વાત: બોયફ્રેન્ડ સેક્સ માટે કહે છે અને મને ગભરામણ થવા લાગે છે શું કરવું?

#કામની વાત: બોયફ્રેન્ડ સેક્સ માટે કહે છે અને મને ગભરામણ થવા લાગે છે શું કરવું?

બોયફ્રેન્ડ પણ આ સમયમાં આપની સાથે હશે અને આપને નિર્ણય લેવામાં પર્યાપ્ત સમય પણ આપશે

બોયફ્રેન્ડ પણ આ સમયમાં આપની સાથે હશે અને આપને નિર્ણય લેવામાં પર્યાપ્ત સમય પણ આપશે

    હું છેલ્લાં ઘણા સમયથી એક વ્યક્તિ સાથે સંબંધમાં છું. હવે મારો બોયફ્રેન્ડ મને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે. હુ પણ તે ઇચ્છુ છુ પણ મને ગભરામણ થવા લાગે છે. શું સેક્સ માણવું તકલીફદાયક હોય છે? કેવી રીતે કરવી શરૂઆત?

    ડો. પારસ શાહ, સેક્સોલોજિસ્ટ

    આપની ગભરામણ યોગ્ય છે. સંબંધમાં ભાવનાત્મક અંતરંગતા બાદ જ્યારે શારિરીક સંબંધની વાત આવે છે ત્યારે મહિલાઓને આવી સમસ્યા સતાવે છે. આપને કેવાં પ્રકારની ગભરામણ થાય છે. જેની સાથે તમે પ્રેમમાં હોવ છો તેની સાથે શઆરીરિક અંતરંગતા આપનાં માટે ખુબજ સુખદ અનુભવ હોય છે. બસ શરત એટલી કે તે સારી રીતે હોવી જોઇએ.

    આપને જો સંબંધને લઇને અસમંજસ હોય તો સેક્સ પહેલાં આ વિશે સાથી સાથે વાત કરવી જોઇએ. જો આપને આપનાં સંબંધનાં ભવિષ્ય પર જ શંકા હોય તો વિચારવું. અન્યથા કોઇ જ સમસ્યા નહીં આવે. તેમાં પણ જ્યારે તમારો પુરૂષ મિત્ર સંવેદનશીલ હશે તો શારીરિક અંતરંગતા દરમિયાન તે આપને કોઇ જ તકલીફ નહીં થવા દે. પણ તમારા સંબંધને મજબૂત બનાવશે.



    સંબંધ બનાવવા દરમિયાન ઘણી વાતોનું ધ્યાન આપ બંનેએ રાખવાનું રહેશે જેથી બાદનાં પરિણામ આપમાંથી કોઇએ ખાસ કરીને આપે ન ભોગવવા પડે. આ ફક્ત વણજોઇતા ગર્ભની વાત નથી, ઘણી વખત જાણે અજાણે જ સેક્સુઅલી ટ્રાન્સમિટેડ બીમારીનો ભગ પણ બની જવાય છે. સંબંધ સુરક્ષિત બાંધવામાં આવે તેનો આપે સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે. આ સમયે તે વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સાથીનો સંપૂર્ણ વ્યવહાર આ સમયે આપનાં માટે કેવોછે. ઘણી વખત આવા સમયે આપને ઘણું બધુ સમજાઇ જાય છે. જે સંબંધોને નવો આકાર આપે છે.

    આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને આપને વિચારવું કે સેક્સ માણવું કે ન માણવું. તે આપની જ ઇચ્છા છે. કોઇપણ પ્રકારનાં દબાણમાં આવીને કે ડરથી નિર્ણય ન લો. જો તમારી ઇચ્છા હોય તો જ તમે સેક્સ માણો. જો તમારો બોયફ્રેન્ડ પણ તમારા માટે એટલું જ વિચારતો હશે તો તે આ સમયમાં આપની સાથે હશે અને આપને નિર્ણય લેવામાં પર્યાપ્ત સમય પણ આપશે.

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિટી હોસ્પિટલમાં ચીફ કન્સલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Answering your problem, Dr paras shah, Kaamniwaat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन