#કામની વાત: ગર્લફ્રેન્ડની સાથે સારા સંબંધ છે પણ તે સેક્સ માટે નથી માનતી

મારી ગર્લફ્રેન્ડ જ્યારે પણ શારીરિક નજદીકિની વાત આવે તો તે હમેશાં પાછળ હટી જાય છે

મારી ગર્લફ્રેન્ડ જ્યારે પણ શારીરિક નજદીકિની વાત આવે તો તે હમેશાં પાછળ હટી જાય છે

 • Share this:
  સમસ્યા: મારી ઉંમર 27 વર્ષની છે. મારે એક ગર્લફ્રેન્ડ છે, જેને હું છેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં છું. અમારી વચ્ચે બધુ જ બરાબર છે. પણ જ્યારે પણ શારીરિક નજદીકિની વાત આવે તો તે હમેશાં પાછળ હટી જાય છે. અમારા રિલેશનને બે વર્ષ થવા છતા તે સેક્સ માટે જરાંપણ તૈયાર નથી, હું શું કરું?

  સેક્સોલોજિસ્ટ- ડો. પારસ શાહ

  ઉકેલ: ભારતીય પરિવારમાં ઉછરેલી યુવતી ઘણી વખત આ મામલે થોડો સંકોચ અનુભવે છે તેને બાળપણથી જ શીખવવામાં આવે છે કે યુવકોથી દૂર રહેવું જોઇએ. જે પણ શારીરિક સંબંધ હોય તે લગ્ન બાદ જ અને પતિની સાથે જ કરવામાં આવે.

  આજની યુવતીઓ ગમે તેટલી ફોર્વડ થઇ જાય, આજે પણ તેમને પરિવાર તરફથી આ જ સંસ્કાર આપવામાં આવે છે. જ્યારે બહારનો માહોલ અને આપણું સિનેમા ઘણું બદલાઇ ગયુ છે. વહે યુવતીઓ કોલેજ જાય છે કોએજ્યુકેશન માં છોકરાઓ સાથે ભણે છે અને તેમની સાથે મિત્રતા પણ રાખે છે.

  એવામાં આ પ્રકારની સ્થિતિ થઇ જાય તે લાઝમી છે, બની શકે કે આપની ગર્લફ્રેન્ડને એવું લાગે છે કે માલૂમ નથી કે રિલેશનશિપ કેટલો લાંબો સમય ચાલશે, ખબર નથી કે આ સંબંધ લગ્ન સુધી પરિણમશે કે નહીં. તેને કારણે તેમનાં મનમાં શારીરિક નજદીકી ન બનાવવી તે વાત દ્રઢ હોય છે.

  મારી આપને સલાહ છે કે બને તો આપની ગર્લફ્રેન્ડની ઇચ્છાને માન આપો. અને આ મામલે આપ થોડો સંયમ રાખો. આમ પણ જો પાર્ટનર માનસિક અને શારીરિક રૂપે સેક્સ માટે તૈયાર નથી તો તેની પર શારિરીક કે ભાવનાત્મક કોઇ પ્રકારનું દબાણ ન બનાવવું જોઇએ. તેને સ્પેસ આફો. વિચારવાનો સમય આપો. અને તે સમયનો ઇન્તેઝાર કરો. જ્યારે તે સામેથી તૈયાર ન થાય. આપ પહેલ ન કરો. આ જ યોગ્ય છે. કે મહિલાઓ પાર્ટનર પર પોતાને થોપવાની જગ્યાએ પહેલ કરવાનું પસંદ કરે છે.

  (ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

  જો આપનાં મનમાં પણ કોઇ પ્રશ્ન કે જિજ્ઞાસા છે તો આપ Ask.life@nw18.com પર તમારો સવાલ પુછી શકો છો. ડો. શાહ આપનાંતમામ સવાલનાં જવાબ આપશે
  Published by:Margi Pandya
  First published: