સમસ્યા.શિશ્ન ના આગળના ભાગ પાસે વાળ ઉગેલા છે. જે મોટા થાય તો કાતરથી તેને કાપું છું. પરતું શું તે મારી પધ્ધતિ યોગ્ય છે? જો ન હોય તો તે અંગે સાચી અને યોગ્ય સલાહ આપવા વિનંતી. ડો. પારસ શાહ, સેક્સોલોજિસ્ટ ઉકેલ. સ્ત્રી અને પુરુષ બન્ને એ પ્રાઇવેટ વાળ ચોખ્ખાઇ માટે થોડા સમયે કાપવા જરૂરી છે. પોતાની પંસદ પ્રમાણે કાતર, રેઝર અથવા વેક્સિનથી પણ દુર કરી શકાય છે. માત્ર ડાયાબિટિસના દર્દીઓ એ રેઝર નો ઉપયોગ કરતી વખતે વાગે નહી તેની સંભાળ રાખવી જોઇએ. આપની પધ્ધતિ યોગ્ય છે.
આ અઠવાડિયાની સેક્સ ટીપ...
*ઉંમરે સાથે શિશ્નના ઉત્થાન થતા સમય લાગતો હોય છે. જે એક નોર્મલ પ્રક્રિયા છે, જે મોટાભાગના પુરુષો અનુભવતા હોય છે.
*સ્ત્રીઓની કામેચ્છા અને કામાવેગનો આઘાર અગાઉના સમાગમ દરમ્યાન મળેલા આનંદ ઉપર પણ રહેલો છે.
*સેક્સની શરૂઆત સેક્સ સિવાયની વાતથી કરવી જોઇએ.
*સમાગમ દરમ્યાન સ્ત્રી અને પુરુષ બન્ને એક સાથે પરાકાષ્ઠા પ્રાપ્ત થાય એ જરૂરી નથી, અને મોટેભાગે આમ થતું પણ નથી.
*સમાગમ પછી વ્યક્તિને થાક અનુભવાય તો એમાં શારીરિક કરતાં માનસિક પરિબળ વધારે જવાબદાર હોય છે.
જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ
આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર