#કામની વાત: શું માસ્ટરબેટ ટેવ બીમારીનું લક્ષણ છે?

હસ્ત મૈથુન નહીં કરો કે જાતીય સંબંધ નહીં બાંધો તો વિર્ય આપો આપ રાત્રે ઉંઘમાં નીકળી જશે. આ નોર્મલ પ્રક્રિયા છે. તેથી તેની ચિંતા કરવાની કે તેનાંથી ક્ષોભ અનુભવવાની જરૂર નથી

News18 Gujarati
Updated: May 17, 2018, 11:08 AM IST
#કામની વાત: શું માસ્ટરબેટ ટેવ બીમારીનું લક્ષણ છે?
હસ્ત મૈથુન નહીં કરો કે જાતીય સંબંધ નહીં બાંધો તો વિર્ય આપો આપ રાત્રે ઉંઘમાં નીકળી જશે. આ નોર્મલ પ્રક્રિયા છે. તેથી તેની ચિંતા કરવાની કે તેનાંથી ક્ષોભ અનુભવવાની જરૂર નથી
News18 Gujarati
Updated: May 17, 2018, 11:08 AM IST
સમસ્યા:- મારી ઉંમર એકવીસ વર્ષની છે. મને દરરોજ રાત્રે હસ્તમૈથુન કરવાની ટેવ છે. મને ડર છે કે મારી આ ટેવથી મારી શક્તિ ઓછી નહીં થઇ જાય ને.  શું મારી આ ટેવ સમાન્ય છે, તેની કોઇ આડઅસર તો નથી ને? 

ડો. પારસ શાહ

ધર્મગુરૂ તેમની પુસ્તકોમાં વીર્યને પુરૂષોનું તેજ કહે છે. અને આવી પુસ્તકો વાંચી કે સાંભળીને જ્યારે પણ કોઇ હસ્તમૈથુન કરે છે તો તે માને છે કે આ તો તેની શક્તિ વેળફાઇ રહી છે. જ્યારે એવું કંઇ જ નથી.

હસ્ત મૈથુન કોઇ બીમારી નથી એક આદત છે. પરંતુ આપડે ત્યાં જાતીય જ્ઞાન એટલે કે સેક્સ એજ્યુકેશન સ્કુલો અને કોલેજમાં ક્યારેય આપવામાં આવતું નથી. તેથી સાચા ખોટાની આપણને ખબર નથી પડતી. ઉપરથી કહેવાતા ધર્મ ગુરૂઓ પોતાનાં પ્રવચનોમાં અને પુસ્તકોમાં એક ટિપુ વિર્ય બરાબર સો ટિપા લોહીનાં.લોહી બરાબર પુષ્કળ પૌષ્ટિક આહાર લેવો. તેમ લખે છે. વિર્યને વ્યક્તિનું તેજ ગણે છે. આ તમામ પુસ્તકોનાં વાંચન કે સાંભળવાથી જ્યારે હસ્તમૈથુન કરીયે ત્યારે મનમાં એક જ ખ્યાલ આવે છે કે મે મારી ખુબ બધી શક્તિ વેળફી નાખી છે અને તેનાં કારણે મનમાં અપરાધ ભાવ ઉદ્ભવતો હોય છે. હકિકતમાં વિર્ય શરીરમાં ચોવિસે કલાક બનતુ હોય છે. તમે જાગતા હોવ, સુતા હોવ કે પછી હાલમાં આ લેખ વાંચી રહ્યાં છો તે સમયે પણ આપનાં અંડકોષમાં વિર્ય બનવાનું ચાલુ છે.

જો તમે હસ્ત મૈથુન નહીં કરો કે જાતીય સંબંધ નહીં બાંધો તો વિર્ય આપો આપ રાત્રે ઉંઘમાં નીકળી જશે. આ નોર્મલ પ્રક્રિયા છે. તેથી તેની ચિંતા કરવાની કે તેનાંથી ક્ષોભ અનુભવવાની જરૂર નથી. આ કોઇ બિમારી નથી તેનાં ઇલાજની પણ જરૂર નથી.
Loading...

(ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિટી હોસ્પિટલમાં ચીફ કન્સલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर