રાત્રે ઘસઘસાટ ઊંઘવા માટે મહિલા ડૉક્ટરની ટ્રીક વાયરલ, તમે અજમાવી ખરા?

પ્રતીકાત્મક તસવીર

Doctor’s simple hack for better sleep:નિષ્ણાતોના મત પ્રમાણે દરેક તંદુરસ્ત વ્યક્તિએ 24 કલાકમાં આઠ કલાક જેટલી ઊંઘ લેવી જ જોઈએ.

 • Share this:
  મુંબઈ: અનેક લોકોને તમે રાત્રે ઊંઘ (Sleep) ન આવવાની ફરિયાદ કરતા સાંભળ્યા હશે. નિષ્ણાતોના મત પ્રમાણે દરેક તંદુરસ્ત વ્યક્તિએ 24 કલાકમાં આઠ કલાક જેટલી ઊંઘ લેવી જ જોઈએ. અનેક લોકોને કુદરતી ઊંઘ ન આવતી હોવાથી તેઓ દવાનો સહારો પણ લેતા હોય છે. આ દરમિયાન ટિકટોક (Tiktok) પર એક ડૉક્ટર (Doctor)ની ટ્રીક ખૂબ વાયરલ થઈ રહી છે. ડૉક્ટરનું કહેવું છે કે આ ટ્રીકની મદદથી તેણીને કુદરતી રીતે જ સારી ઊંઘ આવી જાય છે. આ ઉપરાંત પથારીમાં પડ્યા બાદ ઝડપથી ઊંઘ આવી જવામાં પણ મદદ મળે છે.

  ધ ઇન્ડિપેન્ડેન્ટના જણાવ્યા પ્રમાણે ડૉક્ટર જેસ અન્ડ્રાંડે કે જેને લોકો ડૉક્ટર જેસ તરીકે ઓળખે છે, તેણીનું કહેવું છે કે રાત્રે સારી ઊંઘ માટે પગમાં મોજા પહેરી રાખવા જોઈએ. ડૉક્ટરનું કહેવું છે કે તેણી રાત્રે સારી ઊંઘ માટે તેના પગલમાં મોજા પહેરી રાખે છે. આનાથી તેણીને ખૂબ ફાયદો થયો છે.

  આ પણ વાંચો: અમદાવાદ: 40% વાલીઓએ સંમતિ ન આપતા ધોરણ 6થી 8ના વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

  રાત્રે પગલમાં મોજા પહેરી રાખવાના ફાયદા વિશે વાત કરતા ડૉક્ટરો એન્ડ્રાડેએ જણાવ્યું હતું કે, "રાત્રે પગલમાં મોજા પહેરી રાખવાથી તમારા પગ ગરમ રહે છે, આ જ કારણે તમારા શરીરની નશો ખુલે છે, જે તમારા શરીરને કૂલ રાખે છે."

  આ પણ વાંચો: રાજકોટમાં દાયકાઓ બાદ વિજય રૂપાણીના પ્રચાર-પ્રસાર વગર ચૂંટણી, પોસ્ટર્સથી પરોક્ષ હાજરી બતાવવાનો પ્રયાસ

  જોકે, અહીં ડૉક્ટરે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, ખરેખર તેણીએ આ ટ્રીકની શોધ નથી કરી. પરંતુ 2006ના વર્ષમાં એક જર્નલમાં આ વાત પ્રસિદ્ધ થઈ હતી. શરીરના તાપમાનની ઊંઘ પર કેવી અસર થાય છે તેના વિશે પ્રસિદ્ધ થયેલા લેખમાં આ વાત લખવામાં આવી હતી.

  જોકે, ડૉક્ટરની આ ટ્રીક સાથે અમુક ટિકટોક યૂઝર્સ સહમત ન હતા. અમુક યૂઝર્સે એવી કૉમેન્ટ પણ કરી હતી કે, જો હું રાત્રે મોજા પહેરું છું તો હું શ્વાસ નથી લઈ શકતો. બીજા એક યૂઝર્સે એવું પણ જણાવ્યું હતું કે, મોજા પહેરીને મને ઊંઘ જ નથી આવતી, મારા શરીરને આવું માફક જ નથી આવતું. જ્યારે એક યૂઝર્સે એવું પણ કહ્યું હતું કે, મોજા પહેર્યાં વગર મને ઊંઘ જ નથી આવતી. શું તમે ડૉક્ટરની આ ટ્રીક અજમાવી?
  Published by:Vinod Zankhaliya
  First published: