Dolo 650: શું તમે તાવ, દુખાવામાં ડોલો-650નો ઉપયોગ કરો છો? થઈ શકે છે આ આડઅસરો
Dolo 650: શું તમે તાવ, દુખાવામાં ડોલો-650નો ઉપયોગ કરો છો? થઈ શકે છે આ આડઅસરો
ડોલો-650
Dolo 650 Side Effects: કોરોના મહામારી (Corona Pandemic)ના આ સમયગાળામાં જ્યારે શરદી, તાવના લક્ષણો જોવા મળે છે ત્યારે ડોલો-650 (Dolo 650)નો ઉપયોગ દવા તરીકે કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે નિષ્ણાતની સલાહ વિના આ દવાના સેવનની આડઅસર (Side Effects) પણ જોઈ શકાય છે?
Dolo 650 Side Effect: છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારી (Corona Pandemic)એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોવિડ-19ના નવા વેરિએન્ટ (corona new variant) સતત સામે આવી રહ્યા છે. કોરોનાના મોટાભાગના કેસમાં દર્દી (corona patient)ને માત્ર શરદી, ખાંસી, તાવ અને ફેફસામાં સંક્રમણ (corona lung infection)ની જ ફરિયાદ મળી છે. અત્યાર સુધી કોરોનાની ચોક્કસ સારવાર મળી નથી, જેના કારણે તબીબો પણ અત્યાર સુધી માત્ર કોરોનાના લક્ષણોના આધારે જ સારવાર કરી રહ્યા છે.
કોરોનાના આ કાળમાં જ્યારે શરદી, તાવ આવે છે ત્યારે લોકોએ તબીબી સલાહ વગર પણ દવાઓનો ઉપયોગ કર્યો છે. તાવ, હાથ-પગના દુખાવાની સ્થિતિમાં પણ ડોલો -650નો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ કોઈ પણ નિષ્ણાતની સલાહ વિના આ દવાનો ઉપયોગ કર્યો છે.
જણાવી દઈએ કે અન્ય દવાઓની જેમ ડોલો-650 પણ દર્દીઓ પર આડઅસર કરી શકે છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે જ્યારે પણ આ દવા લેવામાં આવે છે, ત્યારે તે તબીબી પરામર્શ દ્વારા લેવામાં આવે.
આ કારણે ડોલો-650નો થયો ખૂબ ઉપયોગ
ડોલો-650માં પેરાસિટામોલ છે, જે તાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. કોરોનાના લક્ષણોમાં એક મુખ્ય લક્ષણ તાવ છે. આ સાથે ડોલો-650 માથાનો દુખાવો, દાંતનો દુખાવો, કમરનો દુખાવો, નર્વ પેન, મસલ્સ પેઈનમાં પણ રાહત આપે છે, જેના કારણે આ દવાનો વિચાર કર્યા વગર ઉગ્ર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દવાના ઉપયોગ બાદ તે મગજમાં મોકલવામાં આવતા પેન સિગ્નલને ઘટાડી દે છે, જેનાથી દર્દીઓને રાહત મળે છે. આ દવાના સેવનથી આપણા શરીરમાં જે કેમિકલ નીકળે છે તે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ (Prostaglandins)ને પણ રોકે છે, જે દર્દ વધારનારા અને શરીરનું તાપમાનને વધારનારુ હોય છે.