Home /News /lifestyle /

શું બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે? જાણો નિષ્ણાંત પાસેથી તેનો જવાબ

શું બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે? જાણો નિષ્ણાંત પાસેથી તેનો જવાબ

શું બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે?

Can Wearing a Bra Cause Breast Cancer? બ્રેસ્ટ કેન્સર અંગે આ પ્રકારના અનેક મીથ સોશિયલ મીડિયા પર પ્રચલિત છે. જેમાંથી સૌથી મોટું મિથ છે કે, બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર (Breast Cancer in Gujarati) થઈ શકે છે. અંડરવાયર અથવા એકદમ ફિટ કાળી બ્રા પહેરવાથી (Wearing Bra Cause Cancer) પણ બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે. અહીંયા અમે તમને આ દાવાની હકીકત જણાવી રહ્યા છીએ કે, શું ખરેખર બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે?

વધુ જુઓ ...
    Breast Cancer Facts: આરોગ્ય અને ખાણીપીણી અંગે સોશિયલ મીડિયા પર અનેક એવી બાબતો શેર કરવામાં આવે છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોતો નથી. અનેક લોકો આ પ્રકારની વાતો પર આંખો બંધ કરીને ભરોસો કરે છે. આ કારણોસર લોકોએ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મેડિકલ સાયન્સના સર્વે અને રિસર્ચ મુજબ દુનિયામાં દર આઠ મહિલા પૈકી એક મહિલા બ્રેસ્ટ કેન્સર (breast cancer)ની શિકાર થતી હોય છે.

    બ્રેસ્ટ કેન્સર અંગે આ પ્રકારના અનેક મીથ સોશિયલ મીડિયા પર પ્રચલિત છે. જેમાંથી સૌથી મોટું મિથ છે કે, બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર (Breast Cancer in Hindi) થઈ શકે છે. અંડરવાયર અથવા એકદમ ફિટ કાળી બ્રા પહેરવાથી (Wearing Bra Cause Cancer) પણ બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે. અહીંયા અમે તમને આ દાવાની હકીકત જણાવી રહ્યા છીએ કે, શું ખરેખર બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે?

    આ પણ વાંચો: કેન્સર થવા માટે કારણભૂત છે આ બે મોટી બાબતો, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

    શું છે બ્રેસ્ટ કેન્સર?


    બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર. મહિલાના સ્તનમાં નાની કે મોટી ગાંઠ થાય તેને કેન્સરની ગાંઠ કહેવાય, જે મહિલા માટે જીવલેણ પણ બની શકે છે.

    શું બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે?- (Can Bra Cause Breast Cancer?)


    બ્રેસ્ટ કેન્સર અંગે અનેક ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. જેમાં સૌથી વધુ પ્રચલિત છે કે, બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. સ્ટાર મેટરનિટી હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. વિજય લક્ષ્મીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, બ્રા અને બ્રેસ્ટ કેન્સરને કોઈપણ પ્રકારનો સીધો સંબંધ નથી. આ માત્ર અને માત્ર ભ્રામક વાતો છે, જેના કારણે લોકોમાં ગેરસમજણ ઊભી થઈ રહી છે.

    અનેક જગ્યાઓ પર કહેવામાં આવે છે કે, અંડરવાયર બ્રા અથવા ખૂબ જ ફીટ બ્રા પહેરવાથી બ્રેસ્ટના લિમ્ફમાં સર્ક્યુલેશન યોગ્ય રીતે થઈ શકતું નથી. આ અંગે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, ‘બ્રેસ્ટ કેન્સર અને બ્રાનું કોઈ પ્રકારનું કનેક્શન નથી. આ માત્ર અને માત્ર ભ્રામક વાત છે.’ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, મેદસ્વીતા તથા અન્ય હેલ્થ કંડીશનને કારણે આ સમસ્યા થાય છે. બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે, તે વાત તદ્દન ખોટી છે.

    રાત્રે બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ- Can Wearing Bra at Night Cause Breast Cancer?


    બ્રેસ્ટ કેન્સર અને બ્રા પહેરવા અંગે એક પ્રચલિત મિથ છે કે, રાત્રે બ્રા પહેરીને સૂવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આ અંગે સોશિયલ મીડિયા પર અલગ અલગ બાબતો શેર કરવામાં આવે છે.

    રાત્રે બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાની વાત અંગે મિલેનિયલ ડોકટર તનાયાએ જાણકારી આપી છે. જેઓ ઈન્સ્ટાગ્રામ પર આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક બાબતો શેર કરતા રહે છે. તેમણે જણાવ્યું છે કે, ‘રાત્રે બ્રા પહેરવાથી, અંડરવાયર બ્રા પહેરવાને બ્રેસ્ટ કેન્સર સાથે કોઈ સંબંધ નથી.’

    શું કાળી બ્રા પહેરવાથી બ્રેસ્ટ થવાનું જોખમ રહે છે? - Can Wearing Black Bra Cause Breast Cancer?


    બ્રેસ્ટ હેલ્થ એજ્યુકેશન ઓર્ગેનાઈઝેશન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કાળી બ્રા પહેરવાને બ્રેસ્ટ કેન્સર સાથે કોઈ લેવાદેવા નથી. આ માત્ર અને માત્ર એક અફવા છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. અમેરિકન કેન્સર સોસાયટીના એક રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે, બ્રા પહેરવી અને બ્રેસ્ટ કેન્સર વચ્ચે કોઈ સંબંધ નથી.

    ખરાબ ખાણીપીણી, મેદસ્વીતા અને અયોગ્ય લાઈફસ્ટાઈલ તથા આનુવંશિક બાબતોને કારણે બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. માતા, માસી, નાની કે પરિવારની અન્ય મહિલાઓ થકી તે વારસામાં મળી શકે છે.

    આ પણ વાંચો: Home Remedies for Periods Pain: પિરિયડ્સના દુખાવાથી તુરંત છુટકારો મેળવવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય

    આ ઉપરાંત મહિલા ગર્ભવતી ન થાય, બાળકને સ્તનપાન ન કરાવ્યું હોય, ઈસ્ટ્રોજન વધે અથવા તો હોર્મોન્સની દવા વધુ સમય લીધી હોય તો પણ આ પ્રકારના કેન્સર થઇ શકે છે. રેડિએશન અને દારૂનું સેવન તથા ધૂમ્રપાનને કારણે પણ બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે.

    બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે, તેના કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી. બ્રેસ્ટ કેન્સરના લક્ષણો જોવા મળે તો સૌથી પહેલા નિષ્ણાંત ડોકટરની સલાહ અનુસાર તપાસ કરાવવી જોઈએ અને યોગ્ય ઈલાજ કરાવવો જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Bra, Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन