#કામની વાતઃ રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?

  • Share this:
    શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?

    સમસ્યા: મારી ઉંમર 24 વર્ષની છે. મારા લગ્નને 2 વર્ષ થયેલ છે. અમે અઠવાડિયામાં ચાર થી પાંચ વખત સંબંધ રાખીએ છીએ અમને બન્નેને ખૂબ જ સંતોષ છે. પરંતુ મને લાગે છે આમ કરવાથી મારુ વજન વધી ગયું છે. આ બે વર્ષમાં મારુ વજન લગભગ આઠ કિલો વધી ગયું છે. શું રોજ સેક્સ કરવાથી વજન વધી જાય?

    ઉકેલ:   ના, આ એક આપના મનનો ખોટો વહેમ છે, જે દુર કરવાની જરૂર છે. ઉલટું જો નિયમિત રીતે, એકટીવ સેક્સ માણવાથી વજન ઓછુ થાય છે. આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે. જો આપ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતાં હોવ તો શક્ય છે. આપનું વજન વધી ગયેલ હોય. અમુક સ્ત્રીઓ જે ગર્ભનિરોધક ગોળીનું સેવન કરે છે, તેમનામાં આડઅસર રૂપે ધણીવાર વજન વધી ગયેલ જોવા મળતું હોય છે. જો આમ હોય તો આપ આ ગોળીઓનું સેવન બંધ કરી દો અને ગર્ભનિરોધક તરીકે નિરોધનો પ્રયોગ કરો. જીવનમાં કસરત અગત્યની છે. માટે દિવસમાં અડધો-પોણો કલાક ચાલવાનું રાખો. સાથે શક્ય હોય તો યોગ-પ્રણાયમ કરો. આમ કરવાથી વજન તો ઘટશે તેમજ માનસિક અને શારિરીક ર્સ્ફુતિ પણ આપનામાં રહેશે.
    Published by:Bansari Shah
    First published: