Home /News /lifestyle /

મારી ગર્લફ્રેન્ડનાં ભૂતકાળનાં સેક્સુઅલ સંબંધ અમારા રિલેશન પર અસર કરશે?

મારી ગર્લફ્રેન્ડનાં ભૂતકાળનાં સેક્સુઅલ સંબંધ અમારા રિલેશન પર અસર કરશે?

ઉલ્લેખનીય છે કે, ફેસબુકના આ ડેટિંગ એપમાં એન્ટ્રી મેળવવા માટે ચાર મિનિટનો વિડીયો બનાવવો પડશે. જેમાં તમારે પોતાના વિશે માહિતી આપવી પડશે. સાથે જ તમારે વીડિયોમાં એ પણ જણાવવું પડશે કે તમે કોને ડેટ પર લઇ જવા માંગો છો. પ્રતિકાત્મક તસવીર

આપે કોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. આપનાં પાર્ટનરનો ભૂતકાળ આપનાં ભવિષ્યને જરાં પણ પ્રભાવિત નહીં કરે. જ્યાં સુધી આપ ન ઇચ્છો. પણ યાદ રાખજો 'જ્યાં સુધી તમે ન ઇચ્છો.'

પ્રશ્ન: હું 25 વર્ષનો છુ અને મધ્યવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં એક નાના શહેરમાં મારો જન્મ થયો છે. સંબંધોમાં વફાદારીને મહત્વ આપવાનું હું શીખ્યો છું. ગત છ મહિનાથી હું મારી સૌથી સારી મિત્ર સાથે રિલેશનશિપમાં છું. અમે બંને એક જ શહેરનાં છીએ. અને અમારા પરિવાર પણ મધ્યમવર્ગીય છે. મારી સૌથી સાીર મિત્ર હોવાને કારણે તેણે તેનાં ભૂતકાળ અંગે મારી સાથે ખુલીને વાત કરી છે. પણ હું તે સમયે નહોતો જાણતો કે, તે તેનાં બોયફ્રેન્ડની સાથે શારીરિક સંબંધ હતાં. મારો સવાલ છે કે, હું તેને ખરેખરમાં પ્રેમ કરવા લાગ્યો છું. પણ શું તેની સાથે લગ્ન કરવા પર અમારા સંબંધો પ્રભાવિત થશે? તે તેનાં જૂના મિત્રની સાથે તેનાં સંબંધો ભૂલાવી શકશે? શું ભારતમાં જીવનભર કોઇ પ્રતિબ્ધતા વગર કોઇનીપણ સાથે યૌન સંબંધ બાંધવા ખોટા નથી? શું મારી વિચારધારા ખોટી છે? બની શકે તમને મારો સવાલ યોગ્ય ન લાગે પણ હું ઘણો જ કન્ફ્યૂઝ છું. શું આપ મારી મદદ કરી શકો છો?

જવાબ: હાલમાં જ ભારતીય નૈતિક સંવેદનશીલતામાં ઘણો બદલાવ આવ્યો છે. આજે ભારતમાં અનૌપચારિક યૌન સંબંધ કે લગ્ન પહેલાં શારીરિક સંબંધ એટલાં વર્જિત નથી રહ્યાં જેટલાં પહેલાં હોતા હતાં. અને આ મુખ્યધારાની વિચારણા થતી જઇ રહી છે. સત્ય આ છે કે, સંવિધાન વ્યસ્કોને સહમતિથી યૌન સંબંધ બાંધવાની પરવાનગી આપે છે. ભલે તેમને લગ્ન કરેલા હોય કે ન હોય. અને સમાજમાં આપણે જોઇ રહ્યાં છે કે, યુવાનો લગ્ન પહેલાં ઘણા પ્રકારની રિલેશનશિપ વિકલ્પોની સંભાવનાઓ શોધે છે. એટલે જ કોઇ જીવનભરની પ્રતિબદ્ધતા વગર પણ યુગલ સહમતિથી યૌન સંબંધ બનાવે તે સંપૂર્ણ સામાન્ય વાત થઇ ગઇ છે. જો આપની પાર્ટનર તેનાં જૂના મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવી ચૂકી છે તો તે સંપૂર્ણ સામાન્ય વાત છે.

પ્રતિકાત્મક તસવીર


આપે કોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. આપનાં પાર્ટનરનો ભૂતકાળ આપનાં ભવિષ્યને જરાં પણ પ્રભાવિત નહીં કરે. જ્યાં સુધી આપ ન ઇચ્છો. પણ યાદ રાખજો 'જ્યાં સુધી તમે ન ઇચ્છો.' તમને થશે કે આ કહેવાનો મારો શું અર્થ છે.. ચાલો જણાવી દઉ, જે પણ થઇ ગયુ છે તે ભૂતકાળ છે. અને તે તેને ભૂલીને આગળ વધી ગઇ છે. તે આપની સાથે છે હવે. જે થયુ તે ભૂતકાળમાં થયુ અને તેને ત્યાં જ રહેવું જોઇએં તે આપનાં વર્તમાનને ત્યારે જ અસર કરી શકે છે જ્યારે આપ તેનાં વિશે વિચારવાં લાગો.

આ પણ વાંચો- મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ માણવા કહે છે પણ મને તે ગંદુ લાગે છે, હું શું કરું?

હું સમજુ છુ કે, આ કહેવું સહેલું છે વિશેષકરીને આ સમજતા કે આપ એક રુઢિવાદી પરિવારમાં મોટા થયા છો. અને આ આપનો પહેલો પ્રેમ સંબંધ છે. એવા લોકો જે પહેલાં પણ કોઇ રિલેશનશિપમાં રહી ચુક્યા છે તેમને પણ જો તેમનાં પાર્ટરનનાં ભૂતકાળ અંગે જાણ થાય તો તેઓ માટે પણ આ સ્થિતિ કપરી હોય છે. પણ આવું થવું જરૂરી નથી. આ સમજો કે, તેણે હવે આપનો સાથ પસંદ કર્યો છે. અને આ જ સૌથી વિશેષ મહત્વ ધરાવે છે. એ જરૂરી નથી કે, તેનું ભૂતકાળ શું છે. તેનો કોઇની સાથે સંબંધ રહ્યો છે કે નહીં.. તે આપને પ્રેમ કરે છે. અને આપની સાથે જીવન આગળ વધારવાં ઇચ્છે છે. હવે તેનાં જીવનમાં એવું કોઇ વ્યક્તિ નથી જે સ્થાન આપનું છે.

પ્રતિકાત્મક તસવીર


તમારો અંતિમ પ્રશ્ન છે કે શું આપની પાર્ટનર તેનાં ભૂતકાળનાં અનુભવને ભૂલી શકશે? બની શકે તેમ ન પણ બને. પણ તેનું કંઇ મહત્વ છે? જો તેને તે વ્યક્તિ સાથે જ રહેવું હોતું તો તે ક્યારેય આપનો સાથે ન હતો. આ તથ્ય છે કે તે આપને પ્રેમ કરે છે. તેનો અ્થ કે, તેનો ગત અનુભવ ભૂતકાળની વાત થઇ ગઇ. અંતત: દરેક યાદની જેમ તેને પણ ભૂલી છે. તે ભૂતકાળનો આપની સાથેનાં સંબંધ પર કોઇ અસર નહી પડે જ્યાં સુધી તમે આ અંગે નહીં વિચારો. કે આખો દિવસ તમારા મનમાં આજ સવાલ નહીં રહે. આ હવે જૂની વાત થઇ ગઇ છએ. તેને ભૂલી જાઓ. આપ વર્તમાનનો આનંદ ઉઠાવો. અને આપનાં ભવિષ્યને ઉત્તમ બનાવો.
Published by:Margi Pandya
First published:

Tags: Boyfriend, Girlfriend, Lifestyle, Partner, Relationship

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन