Home /News /lifestyle /ફ્રીજમાં રાખવા છતા પણ દૂધ બગડી જાય છે? જાણો ફ્રીજમાં 'દૂધ' ક્યાં રાખવું જોઈએ

ફ્રીજમાં રાખવા છતા પણ દૂધ બગડી જાય છે? જાણો ફ્રીજમાં 'દૂધ' ક્યાં રાખવું જોઈએ

ફ્રીજમાં દૂધ ક્યાં મુકવું જોઈએ?

યુકે સ્થિત હોમ એપ્લાયન્સીસ ઈન્સ્યોરન્સ એક્સપર્ટ કંપનીના સ્માર્ટ કવરના હેડ ઓફ ઓપરેશન્સ ક્રિસ બીસલી, ફ્રીજમાં વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સ્ટોર કરવા માટે યોગ્ય સ્થાનો વિશે વિગતવાર વાત કરી

How To Store Milk: રેફ્રિજરેટર એ આપણા ઘર અને રસોડામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. આપણે લગભગ બધાને એવું લાગે છે કે જ્યારે રેફ્રિજરેટરમાં વસ્તુઓ રાખવાની વાત આવે છે, ત્યારે આપણે તેમાં સારી રીતે વાકેફ છીએ. જે વસ્તુઓ સૂકી હોય છે અને ઝડપી ખરાબ થઈ જાય તેવી હોય તેને સામાન્ય રીતે રેફ્રિજરેટરમાં રાખવામાં આવતી હોય છે, જ્યારે કે જે સડી જાય તેવી સંભાવના હોય છે તેને અમુક સમય માટે રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે. ફળોને તાજા રાખવા ઉપરાંત, ફ્રિજનો ઉપયોગ દૂધ સંગ્રહ કરવા માટે પણ સૌથી વધુ થાય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે ફ્રીજમાં એવી કઈ જગ્યાઓ છે જ્યાં તમારે દૂધ ન રાખવું જોઈએ? તમારામાંથી મોટા ભાગનાને જાણીને નવાઈ લાગશે કે રેફ્રિજરેટરની ઉર્જાનો વપરાશ તમે ખાદ્ય પદાર્થોને સંગ્રહિત કરવા માટે જે વિસ્તાર પસંદ કરો છો તેનાથી ખૂબ પ્રભાવિત થાય છે.

યુકે સ્થિત હોમ એપ્લાયન્સીસ ઈન્સ્યોરન્સ એક્સપર્ટ કંપનીના સ્માર્ટ કવરના હેડ ઓફ ઓપરેશન્સ ક્રિસ બીસલી, ફ્રીજમાં વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સ્ટોર કરવા માટે યોગ્ય સ્થાનો વિશે વિગતવાર વાત કરે છે.

નિષ્ણાતો શું કહે છે

ક્રિસ બીસ્લીના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો રેફ્રિજરેટરના દરવાજામાં દૂધનો સંગ્રહ કરે છે, પરંતુ દૂધને લાંબા સમય સુધી તાજું રાખવા માટે આ શ્રેષ્ઠ સ્થાન ન હોઈ શકે. તેમણે સમજાવ્યું કે દરવાજાના કમ્પાર્ટમેન્ટ રેફ્રિજરેટરની બાકી જગ્યા કરતાં વધુ ગરમ હોય છે. જો તમને લાગે કે તમારું રેફ્રિજરેટર તમારા દૂધને લાંબા સમય સુધી તાજું રાખવા માટે સક્ષમ નથી, તો તેને ફ્રીજના મુખ્ય સ્ટોરેજ એરિયામાં સ્ટોર કરવાનો પ્રયાસ કરો.

ક્રિસ બીસ્લીએ એમ પણ ઉમેર્યું હતું કે, મસાલા અને ચટણીઓ લાંબી શેલ્ફ લાઇફ ધરાવે છે અને તેને સ્પેસિફાઈડ તાપમાને સંગ્રહિત કરવાની જરૂર નથી, તેથી તેને દરવાજા પર અથવા ફ્રિજના ઉપરના શેલ્ફ પર રાખવું સારું રહેશે. તેમણે રેફ્રિજરેટરના ઇન્ડોર કમ્પાર્ટમેન્ટમાં બોટલ્ડ પીણાં રાખવાની સલાહ આપી કારણ કે તે ત્યાં વધુ સરળતાથી સંગ્રહિત કરી શકાય છે.

આ પણ વાંચોકુદરતનો કરિશ્મા : પૂરમાં ફસાયેલું બાળક જીવ બચાવવા ફ્રિજમાં ઘુસી ગયું, 20 કલાક બાદ થયુ એવું કે...

ઓવરલોડિંગને કારણે નુકસાન

માંસ અને માછલી જેવા ઉત્પાદનો માટે ફ્રિજમાં યોગ્ય સ્થાન વિશે વાત કરતા ક્રિસે કહ્યું કે આવા ઉત્પાદનો તમારા ફ્રિજના સૌથી ઠંડા ભાગમાં સંગ્રહિત કરવા જોઈએ.
First published:

Tags: Healthy lifestyle, Lifestyle, Lifestyle gujarati news, Lifestyle News, Lifestyle tips, Lifestyle જીવનશૈલી, દૂધ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો