હસ્તમૈથુનથી ખરેખર પુરુષોનાં સ્વાસ્થ્યને નુકસાન થાય છે
All about Masturbation: ઘણા લોકો હસ્તમૈથુન કરવાથી શરીરમાં નબળાઈ આવતી હોવાનું, વજન વધતું ન હોવનું કે ઊંચાઈ નાની રહેતી હોવાનું માને છે. અલબત્ત આ વાત સાચી નથી.
હસ્તમૈથુન (masturbation) અંગે સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ છે. હસ્તમૈથુન કરવાથી પુરુષોની તબિયત (masturbation and health) ખરાબ થતી હોવાનો માન્યતા સૌથી વ્યાપક છે. પણ શું આવું ખરેખર થાય છે? ઘણા લોકો હસ્તમૈથુન કરવાથી શરીરમાં નબળાઈ આવતી હોવાનું, વજન વધતું ન હોવનું કે ઊંચાઈ નાની રહેતી હોવાનું માને છે. અલબત્ત આ વાત સાચી નથી. આ લેખમાં હસ્તમૈથુન અને શારીરિક નબળાઈ વિશેની મૂંઝવણ અંગે તજજ્ઞોના મંતવ્યો આપવામાં આવ્યા છે. જેના કેટલાક અંશો અહીં મુકાયા છે.
હસ્તમૈથુન સાથે જોડાયેલી ગેરમાન્યતા- નોઇડાના રેનોવા કેર સેન્ટરની મેડિકલ ટીમના નિષ્ણાતોનું માનવું છે કે, હસ્તમૈથુનના હેતુથી વીર્યના ઉત્પાદનમાં શરીરની ઘણી બધી ઊર્જા વેડફાઈ જતી હોવાનું લોકો માને છે, પણ એવું હોતું નથી. માન્યતા છે કે, શરીરમાં ઉર્જા ઓછી હોય છે અને તે વીર્યના ઉત્પાદન ખર્ચ થાય છે. અલબત્ત વીર્યના ઉત્પાદન અને શરીરની કમજોરી વચ્ચે કોઇ સંબંધ નથી.
શું વીર્યના ઉત્પાદન માટે ઊર્જાની જરૂર પડે છે?- વીર્યનું ઉત્પાદનની પ્રક્રિયા 14 થી 15 વર્ષની વયના પુરુષોમાં શરૂ થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. વીર્યનું ઉત્પાદ 24 કલાક ચાલે છે, પરંતુ આ માટે કોઈ પ્રકારની શારીરિક ઊર્જાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેથી વીર્યના ઉત્પાદનમાં ઊર્જાનો ઉપયોગ થાય છે અથવા તેનાથી કદ નાનું થઈ જાય છે એમ કહેવું યોગ્ય નથી. લાળની જેમ જ વીર્યની ઉત્પાદન થાય છે. તેમાં શરીરનો એનર્જીનો વેડફાટ થતો નથી.
શું હસ્તમૈથુનથી વજન પર અસર પડે છે?- વજનનો આધાર વ્યક્તિની ઉંમર અને અન્ય પરિબળો પર હોય છે. ટીનેજર્સ વધુ હસ્તમૈથુન કરે તો તેમને સારું સ્વાસ્થ્ય નહીં મળે. જો કે હસ્તમૈથુન અને વજન વધવા કે ઘટવા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.
શું હસ્તમૈથુનથી તણાવ ઓછો થાય છે?-હસ્તમૈથુન કરવાથી ઘણા હોર્મોન્સ રિલીઝ થાય છે. આ હોર્મોન્સ આપણા મગજને જુદી જુદી રીતે અસર કરે છે. હસ્તમૈથુન કરવાથી ખુશીઓ સાથે જોડાયેલો હોર્મોન ડોપામાઇન રિલીઝ થાય છે. આ ઉપરાંત હસ્તમૈથુનના કારણે દર્દ નિવારક હોર્મોન એન્ડોર્ફિન પણ છૂટી જાય છે. આ હોર્મોન તણાવ ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે. એટલા માટે હસ્તમૈથુન બાદ લોકો રિલેક્સ ફીલ કરે છે. તેના કારણે ઊંઘ પણ સારો આવે છે અને BP લૉ રહે છે.
વધુ પડતું માસ્ટરબેટને ટાળો- હસ્તમૈથુનની હંમેશા સકારાત્મક અસર થાય છે તે જરૂરી નથી. હસ્તમૈથુનની ખરાબ અસરો પણ જોઇ શકાય છે. આમ જોવા જઈએ તો આ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો તમે તે અંગે સતત વિચારો તો મન પર ખરાબ અસર પડશે અને તમે કામ પર ધ્યાન આપી શકશો નહીં. સાયકોલોજીસ્ટનું માનવું છે કે, હંમેશાં માસ્ટરબેટ વિશે ન વિચારો, તેનાથી તમારૂ મગજ પ્રોડક્ટિવ નહીં રહે. તે કુટેવ સમાન બની જશે.
અહીં યાદ રાખો કે, હસ્તમૈથુનથી શરીર પર ખરાબ અસર થતી નથી, તે કોઈ પણ રીતે શારીરિક નબળાઈ સાથે સંકળાયેલું નથી, પરંતુ તમારે વધુ પડતું હસ્તમૈથુન કરવાનું પણ ટાળવું પડશે કારણ કે તેનાથી માનસ પર અસર થઈ શકે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર