#કામની વાતઃ હસ્તમૈથુનથી લીંગ નાનું થઇ ગયું છે...

News18 Gujarati
Updated: April 7, 2019, 6:13 PM IST
#કામની વાતઃ હસ્તમૈથુનથી લીંગ નાનું થઇ ગયું છે...
ઉપર મારી લીંગની જે લંબાઇ લખી છે એ ઉતેજીત અવસ્થા વખતની છે. નહીંતર એની લંબાઇ એનાથી પણ નાની છે.

ઉપર મારી લીંગની જે લંબાઇ લખી છે એ ઉતેજીત અવસ્થા વખતની છે. નહીંતર એની લંબાઇ એનાથી પણ નાની છે.

  • Share this:
સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

હસ્તમૈથુન થી ઇન્દ્રિય નાની થઇ ગઇ છે... જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

સમસ્યા- ડો. સાહેબ મારી ઉંમર 24 વર્ષની છે. અને હું M.A. 2 માં અભ્યાસ કરું છું. મારી સમસ્યાથી ખૂબ જ પરેશાન છું. મારી સમસ્યા એ છે કે મારુ લીંગ નાનું છે. જેની લંબાઇ 10-11 સે.મી. ની આસપાસ છે. મારી ખોટી આદતને લીધે લીંગ નાનું થઇ ગયેલ છે. મને આ કુટેવ નાનપણથી જ પડી ગયેલ છે અને હજી પણ છે. ઉપર મારી લીંગની જે લંબાઇ લખી છે એ ઉતેજીત અવસ્થા વખતની છે. નહીંતર એની લંબાઇ એનાથી પણ નાની છે. મેં એક ચોપડીમાં વાંચ્યું હતું કે ઓછામાં ઓછી લંબાઇ 14 સે.મી.ની હોવી જોઇએ. મિત્રો કહે છે કે હસ્તમૈથુનથી વ્યક્તિ નામર્દ થઇ જાય છે. નપુંસકતા આવી જાય છે અને તે વ્યક્તિના શુક્રાણુ નષ્ટ થઇ જાય છે. મારા લગ્ન ટૂંક સમયમાં છે. મને માનસિક રીતે આ જ સવાલો ઉદભવતા હોય છે કે શું હું મારી પત્નિને શારિરીક સુખ આપી શકીશ? આ ચિંતાના લીધે મારુ શરીર પણ સુકાઇ ગયું છે. બે-ચાર સેક્સોલોજીસ્ટને બતાવી ચુક્યો છું. તેમને દવાનો ખર્ચ 4000થી 8000 સુધી બતાવે છે. હું આટલા પૈસા ખર્ચી શકુ તેમ નથી. તમે યોગ્ય દવા બતાવશો. આપનો ખૂબ આભાર.

ઉકેલ- સૌ પ્રથમ તો જાણીલો કે હસ્તમૈથુન એક આદત છે. બિમારી નથી. જીંદગીમાં મોટાભાગના પુરષો અને ઘણી બધી સ્ત્રીઓ એ ક્યારે ને ક્યારે તો હસ્તમૈથુન કરેલ જ હોય છે. જો હસ્તમૈથુનથી નપુંસકતા આવતી હોય કે શુક્રાણુ નષ્ટ થતા હોય તો ભારત દેશની વસ્તી આટલી વઘી જ ના હોત. હસ્તમૈથુન યોગ્ય રીતે થાય તો તે હમેશાં ફાયદાકારક જ હોય છે. પુરુષની ઇન્દ્રિયની લંબાઇ ઉતેજીત અવસ્થામાં પાંચ સેન્ટીમીટરની હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરતી છે. કારણ કે સ્ત્રીના યોનિમાર્ગની લંબાઇ પંદર સેન્ટીમીટર છે. પણ તેમાં જીંદગી એટલે કે સેન્સેશન બહારના ભાગમાં અને આગળના પાંચ સેન્ટીમીટરમાં જ છે. બિનઉતેજીત અવસ્થામાં ઇન્દ્રિયનું કામ માત્ર પેશાબ કરવાનું જ છે. માટે તે સમયે તેની લંબાઇ એક સેન્ટીમીટર હોય તો પણ કોઇ જ ફરક પડતો નથી. જે રીતે નાક લાંબુ કરવાથી સારુ શુંઘી શકાતું નથી, કાન લાંબો કરવાથી વધારે સાંભળી શકાતું નથી. તેજ રીતે જો ઇન્દ્રિયની લંબાઇ ઉતેજીત અવસ્થામાં પાંચ સેન્ટીમીટર ની હોય તો લંબાઇ વધારવાથી સ્ત્રીના જાતીય સંતોષમાં કોઇ જ ફરક પડતો નથી. આ ઉપરાંત આ દુનિયામાં કોઇ દવા કે તેલથી ઇન્દ્રિયની લંબાઇ વધી શકતી નથી. માત્ર ઓપરેશન દ્વારા જ ફાયદો થઇ શકે. માટે આપે જે ડોક્ટરને બતાવેલ છે તે મને લેભાગુ લાગે છે. તમે કોઇ જ ચિંતા વગર લગ્ન કરી લો. લગ્નજીવનની શરૂઆત પ્રેમ અને વિશ્વાસથી થાય છે. નહીં કે ઇન્દ્રિયની લંબાઇના આધારે. છતા પણ કઇ પણ તકલીફ હોય તો દર સોમવારે મને તમે રાજસ્થાન હોસ્પિટલમાં બતાવી શકો છો. ત્યાં કોઇ જ ફી લેવામાં આવતી નથી.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org  પર સંપર્ક કરી શકો છો.
Published by: Bansari Shah
First published: April 7, 2019, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading