ઘરે AC ચાલુ કરવાથી કોરોના વાયરસ ફેલાય છે? જાણો આ દાવામાં કેટલું છે સત્ય

News18 Gujarati
Updated: April 19, 2020, 2:05 PM IST
ઘરે AC ચાલુ કરવાથી કોરોના વાયરસ ફેલાય છે? જાણો આ દાવામાં કેટલું છે સત્ય
સોશિયલ મીડિયામાં કેટલાક સમયથી એવું કહેવામાં આવે છે કે એર કંડિશનર એટલે કે એસી ચલાવવાથી કોરોના વાયરસ ફેલાય છે. વળી તેનાથી કોરોના વાયરસ તેજીથી ફેલાવાની સંભાવના પણ છે તે જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે AC ચાલુ કરવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે!

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) સાથે જોડોયલી અફવાઓને લઈ વારંવાર લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા (social media)થી લઈને ફોરવર્ડેડ મેસેજ પર તેના સાથે જોડાયેલી અનેક ખોટી વાતો આવતી રહે છે. હવે ઇન્ટરનેટ પર વધુ એક અફવા ઝડથી ફેલાઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે AC (Air conditioners)થી કોરોના વાયરસ ફેલાય છે. વોટ્સએપ (whatsapp) ઉપર પણ આવા પ્રકારના મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે તો જો તમે પણ આ  વાતને લઈ અસમંજસમાં છો કે શું સાચે જ ACથી કોરોના વાયરસ ફેલાય છે કે નહીં તો આવો જાણીએ તેની પાછળનું સત્ય.

PIB દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકથી આ દાવાથી અંગે કેટલીક જાણકારી સામે આવી છે. PIBના ઓફિશિયલ ફેક્ટ ચેક એકાઉન્ટમાં લખ્યું છે,

દાવોઃ ગરમીમાં ઠંડક માટે ACનો ઉપયોગ નહીં કરવો જોઈએ. તેનાથી કોરોના વાયરસ ફેલાય છે.

હકીકતઃ આ થોડું અટપટું છે. Window ACનો ઉપયોગ કરવો ઠીક છે, પરંતુ સેન્ટ્રલ AC નહીં’

તેની સાથે જ PIBએ એક વીડિયો પણ શૅર કર્યો છે. જે સેગમેન્ટમાં આ દાવાને લઈ હકકીત જણાવવામાં આવી છે. વીડિયોમાં ડૉક્ટરને પૂછતાં તેઓએ જણાવ્યું કે, ઘરમાં Window AC ચલાવવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ હૉસ્પિટલ જેવા સ્થળોએ જ્યાં સેન્ટ્રલાઇઝ્ડ AC ચલાવવામાં મુશ્કેલી થઈ શકે છે, જ્યાં કોરોના વાયરસનો એક પણ વ્યક્તિ હાજર હોય.


આ પણ વાંચો, અમેઝોન, ફ્લિપકાર્ટ લૉકડાઉનમાં નહીં વેચી શકે બિન-જરૂરી સામાન!

શું ગરમીથી ખતમ થઈ જાય છે કોરોનાનો ખતરો?

આ ઉપરાંત વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ ગરમી પડવાથી કોરોના વાયરસની અસર ખતમ થઈ જશે. તો તે અંગે ડૉક્ટરોએ જણાવ્યું કે જ્યાં સુધી વાત કરવામાં આવી છે કે ગરમીથી કોરોના વાયરસ ખતમ થાય છે તો તેને લઈને હાલ કોઈ સ્ટડી સામે નથી આવી.

આ પણ વાંચો, WhatsAppની સીક્રેટ ટ્રિક! એક સાથે 256 લોકોને Message મોકલો, ગ્રુપ નહીં બનાવવું પડે
First published: April 19, 2020, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading