Home /News /lifestyle /'હું ગોરો છું પણ મારૂં ગુપ્તાંગ કાળું છે, શું બધા પુરૂષોનાં ગુપ્તાંગ શરીરનાં અન્ય ભાગ કરતા વધુ કાળા હોય છે?'
'હું ગોરો છું પણ મારૂં ગુપ્તાંગ કાળું છે, શું બધા પુરૂષોનાં ગુપ્તાંગ શરીરનાં અન્ય ભાગ કરતા વધુ કાળા હોય છે?'
કોન્ડોમનો પ્રયોગ : તે પુરુષો માટે લેટેક્સ અથવા પોલીયુરેથીનથી બનાવાયેલ ગર્ભનિરોધકની પદ્ધતિ છે. જે બર્થ કંટ્રોલ સાથે HIV AIDS જેવા જાતીય રોગો સામે રક્ષણ આપે છે.
પ્રતિકાત્મક તસવીર
'લોકો કષ્ટદાયક ચિકિત્સાથી લઈને લોકપ્રિય ક્રિમ, લોશન વગેરેનો ઉપયોગ કરીને પોતાના પ્રજનન અંગોને ચમકાવવા પાછળ પડ્યા છે,જેની ગંભીર આડઅસરો જોવા મળી શકે છે'
'હું ગોરો છું પણ મારૂં ગુપ્તાંગ કાળું છે, શું બધા પુરૂષોના ગુપ્તાંગ શરીરના અન્ય ભાગ કરતા વધુ કાળા હોય છે?'
ભારત એક એવો દેશ છે જ્યાં સૌ કોઈ ગોરૂં દેખાવા માટે પાગલ છે. અહીયા ગોરાપણાનો મતલબ સ્વચ્છ, સાફ અને પવિત્ર એવું માની લેવામાં આવી છે. સૌને એવું છે કે કાળું એટલે ગંદુ, એટલે મને ખુશી છે કે તમે આ સવાલ પૂછવાની હિમ્મત કરી. અનેક યુવકોને આ ચિંતા સતાવે છે કે તેમનું ગુપ્તાંગ શરીરના અન્ય ભાગોની સરખામણીએ કાળો છે. ઘણા લોકો આના કારણે શોભજનક સ્થિિત પણ અનુભવતા હોય છે. તેમને ડર હોય છે કે તેઓ પાર્ટનરની નજરમાં એટલા આકર્ષક નહીં રહે. જોકે, એવી કોઈ વાત તમારા મનમાં ઘર કરી ગઈ હોય તો હું જણાવવા માંગુ છું કે ગુપ્તાગ, નિતંબ અને જાંઘ શરીરના અન્ય ભાગો કરતા કાળા હોય તો તે સામાન્ય બાબત છે.
ગુપ્તાંગનો રંગ દરેક લોકોને જુદો જુદો હોઈ શકે છે. ભારતીય ગુપ્તાંગોનો સમાન્ય રંગ કાળો હોય છે. આ સંપૂર્ણપણે વારસાગત મામલો થછે. તમારું શરૂરી બાકીના ભાગમાં કાળું છે કે ગોરું એને ગુપ્તાંગના રંગ સાથે કઈ લેવા દેવા નથી. આના માટે શરમમાં રહેવાની પણ કઈ જરૂર નથી. અને ગુપ્તાંગનું કાળું હોવું એ સફાઈ ઓછી હોવાની નિશાની નથી.
બૉલિવૂડના અભિનેતાઓ અને પોર્ન ફિલ્મો સાથે જોડાયેલા લોકોના ગુપ્તાંગ સાફ હોવાનું એક કારણ એ પણ હોય છે કે તેઓ સંભવત: મેકઅપનો પ્રયોગ કરે છે અને ફૉટોશોપ અને સોફ્ટવેરના એડિટીંગ દ્વારા તેને આકર્ષક બનાવવામાં આવે છે. વધુમાં તે વારસાગત રીતે પણ ગોરા રંગનું હોઈ શકે છે.
યોની અને ગુપ્તાંગને ચમકાવવાની કૉઝ્મેટિક પ્રક્રિયાનું ભારતમાં સૌથી વધુ ચલણ છે. જેમાં પ્રજનન અંગોના બ્લિચીંગનો સમાવેશ પણ થાય છે. લોકો કષ્ટદાયક ચિકિત્સાથી લઈને લોકપ્રિય ક્રિમ, લોશન વગેરેનો ઉપયોગ કરીને પોતાના પ્રજનન અંગોને ચમકાવવા પાછળ પડ્યા છે. આની કોઈ જરૂરિયાત નથી. પ્રજનન અંગોમાં આવો પ્રયોગ આગળ જઈને નુકસાનકારક પણ થઈ શકે છે. ત્યા દાણા થઈ શકે છે ચામડીનો રંગ લાલઈ થઈ શકે છે અથવા તો ત્યા કાયમ માટેનો ડાઘ રહી જાય તેવું પણ બની શકે છે. પોતાની ચામડીને ક્રિમ અને લોશન દ્વારા ચમકાવવાની માનસિકતા રંગભેદ અને નસ્લવાદની પણ નિશાની છે.
આનાથી વિપરીત તમારે પોતાના શરીરમાં અનેક પ્રકારના રંગોની ચામડીની કુદરતી દેણ સમજી અને તેનો આનંદ લેવો જોઈેએ. ભારતમાં ગુપ્તાંગોના રંગન કાળો હોવો એ સામાન્ય બાબત છે. પોતાના ભારતીય હોવા પર ગર્વ કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર