શું હોળીનાં રંગોથી કોરોના વાયરસ થઇ શકે છે? જાણો વાયરલ પોસ્ટની હકીકત

શું સાચે જ ચીનમાં બનેલા રંગોથી કોરોના વાયરસ થઇ શકે છે?

હાલ અત્યારે એક પોસ્ટ ઘણી જ વાયરલ (Viral post) થઇ રહી છે. જો તમને પણ આવી કોઇ પોસ્ટ આવી હોય તો ચોક્કસ આ વાંચજો.

 • Share this:
  લાઇફસ્ટાઇલ ડેસ્ક : હાલ અત્યારે એક પોસ્ટ ઘણી જ વાયરલ (Viral post) થઇ રહી છે. જેમાં લખ્યું છે કે, 'હોળીમાં (Holi 2020) વપરાતી મહત્તમ વસ્તુઓ ચીનમાં બને છે. જેમકે રંગ, પિચકારી. આ પ્લાસ્ટિક અને પોલિમરથી બને છે. ચીનમાં આ જ્યાં બને છે ત્યાં કોરોના વાયરસ ઘણો જ ફેલાયેલો છે. એટલે ત્યાં બનનારી ચીજોનો ઉપયોગ કરવાથી કોરોના વાયરસ (coronavirus) થઇ શકે છે. એટલે ચીનમાં બનતી વસ્તુઓનો ઉપયોગ ન કરો.' આ પોસ્ટ દરેક સોશિયલ મીડિયામાં ઘણી જ ફોરવર્ડ થઇ રહી છે. તો શું સાચે જ ચીનમાં બનેલા રંગોથી કોરોના વાયરસ થઇ શકે છે?

  WHO શું કહે છે? 

  એજન્સી AFPમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, આ દાવો ખોટો છે. સુપ્રિયા બેઝબારૂઆ WHOની પ્રતિનીધિ છે. તેમણે જણાવ્યું કે, 'રિસર્ચ પ્રમાણે, વાયરસ વસ્તુઓની સપાટી પર વધારે સમય રહી નથી શકતો. એટલે આ ચીજોનાં વપરાશથી કોરોના વાયરસ નથી થતો. આ દાવો ખોટો છે કે ચીનમાં બનેલા રંગ અને પિચકારીથી કોરોના વાયરસ થાય છે. '

  આ પણ વાંચો : Coronavirusના કારણે આ વખતે PM મોદી હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાય

  આ સાથે WHOએ પોતાની વેબસાઇટ પર પણ એક નોટિસ લગાવી છે. જે પ્રમાણે ચીનથી આવનારો સામાન સેફ છે. તેના વપરાશથી કોરોના વાયરસ નથી થતો.

  આ પણ વાંચો : એક જ સપ્તાહમાં ઉતારવું છે વજન? તો રોજ પીઓ આ હેલ્ધી ડ્રિંક

  કઇ રીતે ફેલાય છે આ વાયરસ?

  ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ વિશ્વનાં 70 દેશોમાં ફેલાયો છે. કોરોના વાયરસ જીવલેણ વાયરસ છે અને તેને વૈશ્વિક આરોગ્ય સંગઠને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. કોરોના વાયરસનો ભોગ બનેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. સંક્રમણ ધરાવતા વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી પણ આ રોગ થઈ શકે છે. શરૂઆતમાં શરદીનાં લક્ષણ બાદ ધીમે ધીમે ગંભીર લક્ષણ દેખાય છે. વાયરસ ફેફસાં સુધી ફેલાયા બાદ દર્દીનુ બચવું મુશ્કેલ છે.

  આ વીડિયો પણ જુઓ : 
  Published by:Kaushal Pancholi
  First published: