Home /News /lifestyle /

કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે આલ્કોહોલ? શું તમે પણ આ ગેરસમજનો શિકાર થયા છો? જાણો હકીકત

કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે આલ્કોહોલ? શું તમે પણ આ ગેરસમજનો શિકાર થયા છો? જાણો હકીકત

કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે આલ્કોહોલ? જાણો હકીકત

Can alcohol control cholesterol: આપણે લોક મુખે ઘણી વાર સાંભળ્યુ હોય છે કે ઘણી બીમારીઓમાં દારૂનું થોડું થોડું સેવન લાભકારી છે. પરંતુ આલ્કોહોલનું સેવન સ્વાસ્થય પર વિપરીત અસર કરી શકે એ વાત ચોક્કસ છે. ત્યારે આજે આપણે અહી જાણવાની કોશિશ કરીશું કે શું ખરેખર કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા માટે આલ્કોહોલ કોઈ મહત્વનો ભાગ ભજવે છે?

વધુ જુઓ ...
    Alcohol and Cholesterol level: કોલેસ્ટ્રોલ લેવલ ને ઘટાડવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતાં હોય છે. કેટલાય લોકો પોતાના આહાર-વિહારમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરવાનું કરે છે જ્યારરે અમુક લોકો ફિઝિકલ એક્ટિવિટી કરીને તેને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. કોલેસ્ટ્રોલ લેવલને લઈને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે જેવી કે દારૂ પીવાથી આલ્કોહોલ લેવલ કંટ્રોલમાં રહે છે? ચાલો આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે આલ્કોહોલ અને કોલેસ્ટ્રોલ લેવલને શું કનેક્શન છે, અને કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ.

    આલ્કોહોલ અને કોલેસ્ટ્રોલનું કનેક્શન


    હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, આલ્કોહોલ અને હેલ્થ વચ્ચેના કનેક્શનને સમજવું ખૂબ મુશ્કેલ છે. તમે ક્યારે અને કેટલો આલ્કોહોલ લો છો તેના પર પણ તે આધાર રાખે છે. ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન બહુ નુકસાનકારક નથી, પરંતુ વધુ પડતા સેવનથી કેન્સર, લીવરની બીમારી અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. ઘણા અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. જો કે, તે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર શું છે અને તમે કેટલું આલ્કોહોલ લઈ રહ્યા છો તેના પર પણ આધાર રાખે છે. તેનો ઉપયોગ દવા તરીકે થવો જોઈએ નહીં.

    આ પણ વાંચો: Weight loss drink: રાત્રે સૂતા પહેલા પીવો આ ડ્રિંક, માખણની જેમ ઓગળવા લાગશે ચરબી

     આલ્કોહોલનું વધુ પડતું સેવન હૃદય માટે જોખમી




    આલ્કોહોલનું વધુ પડતું સેવન હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે. આનાથી ખરાબ કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને બ્લડ પ્રેશર સહિતની ઘણી સમસ્યાઓ થાય છે. આલ્કોહોલનું સેવન કરવાથી કમર પર ચરબી જમા થઈ શકે છે જે હૃદય રોગનું જોખમ વધારે છે. વધુ પડતા આલ્કોહોલ પીવાથી હૃદયરોગ અને હૃદયરોગ સંબંધિત મૃત્યુનું જોખમ વધે છે. તેથી દારૂનું સેવન ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

    આ પણ વાંચો: ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ આ ભોજનનું સેવન ન કરવું જોઈએ

    કોલેસ્ટ્રોલ કેવી રીતે કંટ્રોલ કરવું (How to Control Cholesterol)


    આહારમાં ફળો, શાકભાજી, ઓટમીલ, અખરોટ અને શણના બીજનો સમાવેશ કરો.
    દરરોજ ઝડપી ચાલવું, સાયકલ ચલાવવું, દોડવું અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિ કરવી.
    જો તમે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા અને રોગોથી બચવા માંગતા હોવ તો ધૂમ્રપાન છોડી દો.
    સ્થૂળતાના કારણે કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે. તેથી તમારું વજન નિયંત્રણમાં રાખો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन