Home /News /lifestyle /Phone Addiction: શું તમને પણ વારંવાર ફોનના ભણકારા વાગે છે? મોબાઈલનું વળગણ દૂર કરવા આટલું કરો

Phone Addiction: શું તમને પણ વારંવાર ફોનના ભણકારા વાગે છે? મોબાઈલનું વળગણ દૂર કરવા આટલું કરો

આ રોગને ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ (Phantom Vibration Syndrome) કહેવામાં આવે છે. (Image- Shutterstock)

Phone Addiction: સાયકોલોજિસ્ટ ડો અજય સિરોહા કહે છે કે ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ (Phantom Vibration Syndrome)થી પીડિત લોકોને વારંવાર એવું લાગે છે કે તેમનો ફોન વાગી રહ્યો છે, જ્યારે વાસ્તવમાં એવું નથી હોતું.

  Phone Addiction: કેટલાક લોકો આખો દિવસ મોબાઈલથી ચોંટેલા હોય છે. તેઓ ફોન પર કંઈ કરે કે ન કરે, પરંતુ ફોનને લાંબા સમય સુધી હાથમાં પકડીને તેને વારંવાર ચેક કરવું એ તેમની ખાસ આદત બની ચૂકી હોય છે. જો ‘ભૂલથી’ ય એવું બને કે તેઓ થોડા સમય માટે તેમના ફોનથી દૂર રહે, તો પણ તેમને લાગે છે કે તેમનો ફોન વાગી રહ્યો છે અથવા વાઇબ્રેટ થઈ રહ્યો છે. પછી આ ચિંતામાં, તેઓ ફરીથી પોતાના હાથમાં ફોન ઉપાડે છે. કેટલીક વખત એવું પણ બને છે કે જે કામ માટે મોબાઈલ અનલોક કર્યો હોય, તે જ ભૂલી જાય છે!

  NBTના રિપોર્ટમાં મેટ્રો હોસ્પિટલના સાયકોલોજિસ્ટ (Psychologist) ડૉ અજય સિરોહાએ તેને એક પ્રકારનો રોગ ગણાવે છે જેને ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ (Phantom Vibration Syndrome) કહેવામાં આવે છે. આ સિન્ડ્રોમથી પીડિત લોકોને વારંવાર એવું લાગે છે કે તેમનો ફોન વાગી રહ્યો છે. જ્યારે વાસ્તવમાં એવું નથી હોતું.

  ડોક્ટર અજય કહે છે કે જે લોકો આ રોગથી પ્રભાવિત થાય છે, તેમને ફોન પર અપડેટ્સ અથવા મેસેજ ન આવવાના કારણે પરસેવો અને બેચેની થાય છે. આ ઉપરાંત તેમનું એમ પણ કહેવું છે કે કોરોનાના સમયગાળા દરમિયાન બાળકોની ઓનલાઈન ક્લાસ, પરીક્ષા અને ગેમ રમવાની આદત પણ તેમને આ બીમારી તરફ લઈ જઈ રહી છે.

  ગંભીર પરિણામો આવી શકે છે

  ડોક્ટર અજય કહે છે કે જો સમયસર આ આદત પર ધ્યાન આપવામાં ન આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. વાસ્તવમાં, જે લોકો વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તેઓને ઘણીવાર એવું લાગે છે કે તેમનો અથવા તેમની આસપાસનો કોઈ મોબાઈલ કપડામાં સરસરાટ અથવા સ્નાયુઓમાં ખેંચાણને કારણે વાઇબ્રેટ થઈ રહ્યો છે. પરંતુ ચેક કર્યા પછી ખબર પડે છે કે આ તેમની ગેરસમજ હતી.

  આ પણ વાંચો: Aging Foods To Avoid: લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો આ 8 વસ્તુઓનું સેવન આજથી જ કરો બંધ

  આવું શા માટે થાય છે?

  મનોવૈજ્ઞાનિક ડૉ. અજય સમજાવે છે કે ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમમાં થાય એવું છે કે મગજ એવી વસ્તુઓ વિચારે છે અથવા અનુભવે છે જે વાસ્તવમાં નથી. આ મોટે ભાગે ત્યારે જોવા મળે છે જ્યારે આપણો ફોન વાઇબ્રેશન પર હોય અને અચાનક તે કોઈ કારણસર વાઇબ્રેટ થઈ જાય. આ પછી ભલે આપણે કોઈપણ કામમાં વ્યસ્ત હોઈએ, પરંતુ આ વાત મનમાં ઘર કરી જાય છે કે ફોન વાઈબ્રેટ થશે અને તેથી જ આપણને વારંવાર લાગે છે કે ફોન વાઈબ્રેટ થઈ રહ્યો છે.

  આ પણ વાંચો: Electricity Bills Saving tips: શિયાળામાં વીજળીનું બિલ કઈ રીતે કરવું ઓછું, આ રહી ઉપયોગી ટિપ્સ

  શું કરવું જેથી આવું ન થાય

  - આ સિન્ડ્રોમથી બચવા માટે આપણે વધુ કંઈ કરવાની જરૂર નથી, ફક્ત નોટિફિકેશન બંધ કરી દો. જેથી તમારું ધ્યાન વારંવાર ફોન પર ન જાય.

  - સ્ટોપવોચનો ઉપયોગ કરો અથવા કોઈ લિમિટ સેટ કરો અને તે પૂરી થાય ત્યારે લોગ આઉટ કરી નાખો.

  - તમારા ફોનનો ડેટા થોડા કલાકો માટે બંધ કરી દો.

  - દરેક સોશિયલ સાઈટ પર તમારી પ્રોફાઈલ બનાવવાની રેસમાં ન દોડો.

  - ફોન કે વર્ચ્યુઅલ વર્લ્ડને બદલે પરિવારને સમય આપો.

  - ફોન રાખવાની જગ્યા સમયાંતરે બદલતા રહો.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Addiction, Health news gujarati, Life Style News, Lifestyle gujarati news, Mobile phone

  विज्ञापन
  विज्ञापन