શું તમે પાર્ટનરનો હાથ પકડી ચાલવું પસંદ છે? તેનાથી થાય છે ગજબના ફાયદા

News18 Gujarati
Updated: November 26, 2019, 5:39 PM IST
શું તમે પાર્ટનરનો હાથ પકડી ચાલવું પસંદ છે? તેનાથી થાય છે ગજબના ફાયદા
પ્રતિકાત્મક તસવીર

એક શોધ મુજબ કોઇ પતિ પ્રેગ્નેંસી દરમિયાન પોતાની પત્નીનો હાથ પડડીને ચાલે છે તો...

  • Share this:
તમે અનેક વાર રસ્તા પર હાથ પકડી ચાલતા કપલ્સ જોયા હશે. ચોક્કસથી ક્યારેય કોઇ પણ પ્રેમથી હાથમાં હાથ પકડીને ચાલતું હોય તે ક્ષણ તમારા મનમાં પણ એક સુખદ અહેસાસ અપાવે છે. પણ શું તમને ખબર છે કે આ રીતે હાથ પકડીને પાર્ટનર સાથે ચાલવાના અનેક ફાયદા છે. જે કદાચ એક કપલ્સ તરીકે તમને હજી સુધી ખબર ના હોય. ત્યારે વાંચો શું ખાસ છે હાથ પકડીને ચાલવામાં...
હાથ પકડીને ચાલવાથી એક બીજા પ્રત્યે વિશ્વાસ વધે છે. ભીડ ભાડવાળા વિસ્તારમાં એક બીજાનો હાથ પકડીને ચાલવું તે વાતનો અનુભવ કરાવે છે કે આપણે સાથે અને સુરક્ષિત છે. અને હાથ પકડીને ચાલવાથી સંબંધો મજબૂત થાય છે.

સુરક્ષાનો અહેસાસ

જ્યારે પબ્લિક પ્લેસમાં મહિલા તેમના પાર્ટનરનો હાથ પકડીને ચાલે છે તે બતાવે છે કે તે પોતાના પાર્ટનરને કેટલા ખાસ માને છે અને તે કેટલું સુરક્ષિત અનુભવે છે. આ સિવાય પાર્ટનરનો હાથ પકડીને મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અને તે પોતાના સંબંધ લઇને વધુ મજબૂત બને છે.

માથાના દુખાવામાં રાહત
એક શોધ મુજબ કોઇ પતિ પ્રેગ્નેંસી દરમિયાન પોતાની પત્નીનો હાથ પડડીને ચાલે છે તો તેની પત્નીને આનાથી ખૂબ જ રાહત રહે છે. તમને જણાવી દઇએ કે તેનાથી તેના માથાના દુખાવા, શ્વાસ ફૂલવાની સંભાવના ઓછી થાય છે. અને તે પોતાના ભવિષ્યને લઇને વધુ સુનિશ્ચિત બને છે.હાથ પકડીને બેસવું
શોધકર્તાએ તે પણ જાણ્યું કે જો પાર્ટનર એક બીજાનો હાથ પકડીને બેસે છે તો આમ કરવાથી બંનેના સંબંધોમાં ટેન્સન દૂર થાય છે. અને તે બંને તણાવ મુક્ત રિલેક્સ અનુભવે છે.
First published: November 26, 2019, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading