ખબર છે સૌથી વધારે સમય SEX ક્યાં દેશના લોકો માણી શકે છે?

News18 Gujarati
Updated: February 25, 2018, 12:13 AM IST
ખબર છે સૌથી વધારે સમય SEX ક્યાં દેશના લોકો માણી શકે છે?

  • Share this:
ઘણા પુરુષોને ફરિયાદ રહે છે કે તેઓ લાંબો સમય સુધી સેક્સ માણી શકતા નથી. તેમને બહુ જલદીથી સ્ખલન થઇ જતું હોય છે. મનુષ્ય હંમેશા પોતાનો સેક્સ કરવાનો સમય લંબાવવાનો પ્રયાસ કરતો રહે છે, અને જો તે થોડી સેકન્ડોમાં પતી જાય તો તેની માનસિક અસરો પણ થતી હોય છે.

એક અભ્યાસ પ્રમાણે, પુરુષ સરેરાશ છ મિનિટ સુધી સેક્સ માણી શકે છે. જોકે, અલગ અલગ દેશોમાં આ પ્રમાણમાં વધઘટ રહે છે, અમેરિકન પુરુષો સરેરાશ 13 મિનિટ, યુરોપના પુરુષો એવરેજ 10 મિનિટ અને જર્મનીના પુરુષો એવરેજ 7 મિનિટ સેક્સ માણી શકે છે. જ્યારે ભારતના પુરુષો ફક્ત છ મિનિટ સુધી સેક્સ માણી શકે છે.

શીઘ્ર સ્ખલન પુરુષોમાં જોવા મળતી સૌથી સામાન્ય જાતિય સમસ્યા છે. જો આ સમસ્યા વધુ સમય રહે તો સેક્સોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે. કારણ કે શીઘ્ર સ્ખલન ખૂબ જ ઝડપથી ઈરેક્શન ડાયફંક્શન એટલે કે ઉત્થાનમાં સમસ્યા સર્જે છે. જેથી બાદમાં તેની સારવાર મુશ્કેલ બને છે.

તમને જાણીને નવાઇ લાગશે કે કેટલાક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારે સ્ખલન વહેલું થઈ જાય તો તમારુ સ્વાસ્થ્ય સારુ છે એમ સમજવુ. સેક્સપર્ટ ડો. સ્ટેનિઝ્નરના મતે તેમની પાસે અનેક એવા દર્દીઓ આવે છે તેમને તેઓ આ વાત સમજાવવા પ્રયાસ કરીએ છીએ પરંતુ તેઓ માનવા તૈયાર નથી. ઘણા કેસમાં તો તેઓ માત્ર પેશન્ટના માનસિક સંતોષ માટે જ તેની ટ્રીટમેન્ટ કરે છે.

કેગલ એક્સસાઈઝ આ સમસ્યાની બેસ્ટ ટ્રીટમેન્ટ છે. કેગલ એક્સસાઈઝમાં તમે જેમ પેશાબને રોકી રાખો તેમ શરીરના તે સ્નાયુને થોડો સમય ઝકડી રાખવાના હોય છે. જોકે, આ સિવાય પેનિસમાં સેન્સિટિવિટી ઓછી કરી નાખે તેવા સ્પ્રે પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સર્જરી દ્વારા પેનિસના નર્વ્સનો મગજ સાથે સંપર્ક કાપી નખાય છે, તેનાથી પણ સેક્સ લાંબો સમય સુધી કરી શકાય છે.

આવી કોઈ ટ્રીટમેન્ટ લેતા પહેલા તમારે એ જાણી લેવું પણ જરૂરી છે કે શું ખરેખર તમારે સારવારની જરૂર છે. કારણ કે સેક્સોલોજીસ્ટના મતે લાંબો સમય સેક્સ કરવાની જરુર જ નથી. તમારે પોતાની ક્ષમતાને બીજા કોઈની સાથે સરખાવવાની પણ જરુર નથી.
First published: February 25, 2018, 12:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading