શું તમે જાણો છો તમારા હૃદયની ઉંમર શું છે? આ ટિપ્સનો ઉપયોગ કરીને જાણો કેવું છે તમારુ Heart

, હૃદયની ઉંમર તમારી ઉંમર કરતા ઘણી વધારે હોઈ શકે છે.

Tips for Heart health- દરેક વ્યક્તિ પોતાની ઉંમર વિશે જંતુ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તમારા હૃદયની ઉંમર શું છે? ઘણાના મનનમાં સવાલ થતો હશે કે હૃદયની ઉંમર (Age of heart) કેવી રીતે જાણી શકાય?

  • Share this:
Tips for Heart health- દરેક વ્યક્તિ પોતાની ઉંમર વિશે જંતુ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તમારા હૃદયની ઉંમર શું છે? ઘણાના મનનમાં સવાલ થતો હશે કે હૃદયની ઉંમર (Age of heart) કેવી રીતે જાણી શકાય? પરંતુ કેટલીક એક્ટિવિટીઝ દ્વારા તમે તમારા હૃદયના સ્વાસ્થ્ય (Heart health) અને તેની ચોક્કસ ઉંમરનો ખ્યાલ મેળવી શકો છો. જે તમારી ઉંમર કરતા વધારે હોઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હૃદયની ઉંમર તમારી ઉંમર કરતા ઘણી વધારે હોઈ શકે છે. અહીં અમે કેટલીક એવી એક્ટિવિટીઝ વિશે જણાવી રહ્યા છીએ, જે તમને તમારા હૃદયની સ્થિતિ અથવા તેની ઉંમર જાણવામાં મદદ કરશે. આ વિશે જાણ્યા બાદ તમે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખી શકશો અને યોગ્ય સમયે ડોક્ટરનો સંપર્ક પણ કરી શકશો.

હથેળીમાં પરસેવો થવો

ઉનાળામાં પરસેવો થવો સ્વાભાવિક છે. પરંતુ બહારનું વાતાવરણ ઠંડુ છે અને તમને પરસેવો થઈ રહ્યો છે. તેથી આ ચિંતાનો વિષય થઈ શકે છે. જો તમારી હથેળીમાં પરસેવો થઈ રહ્યો છે, તો તે એક સંકેત હોઈ શકે છે કે તમારું હૃદય જોખમમાં છે.

ઉબકા આવવા

વધુ તળેલું ખાવાથી પાચનની સમસ્યા થવી સામાન્ય વાત છે. પરંતુ જો કંઈપણ ખાધા વિના જો તમને ઉબકા આવે છે, છાતીમાં બળતરા થાય છે અને પેટમાં દુ:ખાવો થાય છે. તો આ એક સંકેત છે કે તમારા હૃદયની ઉંમર વધી રહી છે.

છાતીનો દુખાવો

જો કસરત કરતી વખતે અથવા ચાલતી વખતે છાતીમાં દુખાવો થાય, તો હૃદયમાં સમસ્યા હોવાનો સંકેત છે. તેનો અર્થ એ પણ થઈ શકે છે કે તમારા હૃદયના સ્નાયુઓ વૃદ્ધ થઈ રહ્યા છે.

હૃદયને આ રીતે સ્વસ્થ રાખો

હૃદયને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જરૂરી છે. આ તમારા આરોગ્યને અસર કરશે. હૃદયના સ્વાસ્થ્ય માટે આ નિયમોનું પાલન કરો.

આ પણ  વાંચો: Virtual Date પ્લાન કરી રહ્યા છો? તો આ પાંચ ટિપ્સ બનાવશે તમારી વાતોને રસપ્રદ

દરરોજ કસરત કરો.

સ્વસ્થ જીવનશૈલી અપનાવો.

સારી ઊંઘ લો.

તણાવથી દૂર રહો.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:kuldipsinh barot
First published: