યુવાવસ્થામાં લોકોના વાળ સફેદ થવા એ આજકાલ સામાન્ય બની ગયું છે. જેના કારણે પીડિત માનસિક સમસ્યાઓનો શિકાર બને છે અને પછી તેના માટે વિવિધ પ્રકારની સારવાર તેમજ નુસ્ખા અપનાવે છે. તેમને છુપાવવા માટે પણ અલગ-અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આજે અમે તમને વાળની કાળાશને કેવી રીતે જાળવવી તે જણાવવા જઈ રહ્યા છીએ.
સફેદ વાળ જોઈને નિરાશ ન થાઓ
વાળ સફેદ થવાનું સાચું કારણ માત્ર અયોગ્ય આહાર જ નથી, પરંતુ ઘણા રોગોની અસરને કારણે પણ સમય પહેલા જ વાળ સફેદ થવા લાગે છે. વાળને કાળા રાખવા માટે તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે તેને કુદરતી રીતે કાળા બનાવી શકાય છે અને મોંઘી પ્રોડક્ટની જરુર પણ નહીં પડે.
સૌ પ્રથમ, એક ગ્લાસ પાણી ઉકાળો અને તે દરમિયાન તેમાં મીઠી લીમડી નાખો, એલોવેરાનો ટુકડો નાખો અને પાણીમાં કાળા જીરું અને વરિયાળીના દાણા સાથે એક ચમચી અળસીના બીજ નાખો. જ્યારે પાણી અડધા ગ્લાસથી ઓછું રહી જાય, ત્યારે તે પાણીમાં એક કપ સરસવનું તેલ ઉમેરીને ફરી એકવાર ઉકાળો. ત્યારબાદ તે તેલ જેવું થઈ જશે. પછી અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ તેલ લગાવો. આશા છે કે જલ્દી સફેદ વાળની ફરિયાદ દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડૉક્ટર અથવા એક્સપર્ટની સલાહ જરુર લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર