6 અઠવાડિયામાં આ રીતે મટાડો કમરનો દુખાવો

News18 Gujarati
Updated: November 11, 2019, 4:40 PM IST
6 અઠવાડિયામાં આ રીતે મટાડો કમરનો દુખાવો
30 મિનિટ સુધી હળવા એક્યુપ્રેશર પોઈન્ટ લો

તમે એક્યુપ્રેશરનું નામ તો સાંભળ્યું જ હશે. અને તેના ફાયદા વિશે પણ ઘણી વખત સાંભળ્યું હશે.એક્યુપ્રેશર કરવાના આમ તો ઘણાં ફાયદા છે. એક્યુપ્રેશર કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.

  • Share this:
રોજિંદા જીવનમાં આપણને સ્વાસ્થ્યને લગતી એટલી નાની-મોટી તકલીફો થઈ જાય છે, જેની યોગ્ય સમયે સારવાર ન કરાવતા આ તકલીફો વધતી જ જાય છે. ખભાનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે પ્રકારની તકલીફો આપણને ઘણી રીતે ઘેરી લે છે. જેના કારણે આપણને રોજિંદા જીવનમાં ઘણી તકલીફોને સામનો પણ કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ રિસર્ચ શું કહી રહ્યું છે?

તમે એક્યુપ્રેશરનું નામ તો સાંભળ્યું જ હશે. અને તેના ફાયદા વિશે પણ ઘણી વખત સાંભળ્યું હશે.એક્યુપ્રેશર કરવાના આમ તો ઘણાં ફાયદા છે. એક્યુપ્રેશર કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. પેઈન મેડિસીન નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે. આ રિસર્ચમાં લગભગ 70 લોકોને શામેલ કરવામાં આવ્યા જેઓ કમરના દુખાવાથી પીડિતા હતા. આ તમામ લોકોને અલગ અલગ 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા. હળવું એક્યુપ્રેશર, ભારે એક્યુપ્રેશર અને રોજિંદી સારસંભાળ કરવા માટે એ પ્રમાણે વહેંચવામાં આવ્યા. તેમાના એક જૂથને દરરોજ લગભગ 30 મિનિટ સુધી હળવા એક્યુપ્રેશર પોઈન્ટ લેવા માટે કહેવામાં આવ્યું હતું. 6 અઠવાડિયા સુધી આ તમામ લોકોને એક્યુપ્રેશર કરાવવામાં આવતું હતું અને તેની તેમના કમરના દુખાવામાં પડતી અસરનું અવલોકન કરવામાં આવતું હતું. રિસર્ચમાં પુરવાર થયું કે અન્ય જૂથોના લોકો કરતાં એક્યુપ્રેશર કરતાં લોકોમાં કમરનો દુખાવો ઓછો જોવા મળ્યો હતો. આ રિસર્ચના લીડ ઓથર સુઝેન મર્ફી જણાવે છે કે, એક્યુપ્રેશર એ એક્યુપન્ક્ચર જેવું જ છે તેમાં સોયના બદલે આંગળી વડે પ્રેશર આપવામાં આવે છે.

જો તમને ઉંઘ ન આવવાની બીમારી હોય તો તમારે એક્યુપ્રેશરની મદદ ચોક્કસથી લેવી જોઈએ. કારણ કે હળવા એક્યુપ્રેશરની મદદથી અનિદ્રાની બીમારીમાં પણ રાહત મળે છે. આ રિસર્ચના પરિણામ પરથી જાણવા મળ્યું કે કમરના દુખાવાની સારવાર માટે નોન-ફાર્માકોલોજિકલ ઓપ્શન વધુ સારો સાબિત થઈ શકે છે.

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

સીટબેલ્ટ ન પહેરનાર કારચાલકને રોક્યો, તો પીધેલી હાલતમાં પોલીસ પર ચઢાવી દીધી કાર
First published: November 11, 2019
વધુ વાંચો
अगली ख़बर