ઘરે જ કરો આ 3 Aerobics એક્સર્સાઈઝ, ઝડપથી ઉતરવા લાગે છે વજન

News18 Gujarati
Updated: September 7, 2019, 10:03 AM IST
ઘરે જ કરો આ 3 Aerobics એક્સર્સાઈઝ, ઝડપથી ઉતરવા લાગે છે વજન
આવો જાણીએ એવી કેટલીક Aerobics એક્સર્સાઈઝ વિષે, જેને તમે સરળતાથી અજમાવી શકો છો.

આવો જાણીએ એવી કેટલીક Aerobics એક્સર્સાઈઝ વિષે, જેને તમે સરળતાથી અજમાવી શકો છો.

  • Share this:
ઘર પર જ કરો આ એરોબિક્સ એક્સર્સાઈઝ, કારણ કે તે ઝડપથી વજન ઘટાડવામાં મદદગાર. આવો જાણીએ એવી કઈ કઈ Aerobics એક્સર્સાઈઝ કરી સકાય, જેને તમે સરળતાથી અજમાવી શકો છો અને તેનાથી અન્ય કયા કયા ફાયદા પણ થઈ શકે છે...

આજની આ ઝડપી લાઈફસ્ટાઈલના કારણે આપણે ઘણી વખત આપણા ખાવા-પીવામાં પણ ઉતાવલ કરીને ઉતારી દઈએ છે. અને એ જ કારણે ફાસ્ટફૂડ ઉપર આપણી નિર્ભરતા વધતી રહી છે. અને આ જ લાઈફસ્ટાઈલનું પરિણામ છે મોટાપો. વજન ઘટાડવા આપે ઘણા પૈસા વેડફી નાખીએ છે, જેનાથી ગણી વખત ખાસ પરિણામ નથી મળતું. ત્યારે આવો જાણીએ એવી કેટલીક Aerobics એક્સર્સાઈઝ વિષે, જેને તમે સરળતાથી અજમાવી શકો છો.

Aerobics એક્સર્સાઈઝ માટે ડાન્સિંગ તમારો પ્રથમ સ્ટેપ હોઈ શકે છે. ડાન્સ કરતી વખતે બૉડીના દરેક મસલ્સ કામ કરવા લાગે છે. અને ઝડપથી પરસેવા થાય છે. તેનાથી વજન તો ઝડપથી ઘટે જ છે, પણ તમે માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકો છો.

જમ્પિંગ જૈક પણ એક Aerobics એક્સર્સાઈઝ છે. ખાસ વાત એ છે કે આ એરોબિક્સ એક્સર્સાઈઝ માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. ફક્ત કેટલાક સમય માટે બાળકોની જેમ તમે જેવા ઉછળ-કૂદ કરો. આમ કરવાથી તમારા શરીરમાંથી ઝડપથી પરસેવો નીકળશે અને તમારું વજન પણ ઓછું થશે.

વજન ઘટાડવા માટે દોરડાકૂદ પણ એક સારી એક્સર્સાઈઝ છે. તે પણ Aerobics એક્સર્સાઈઝની શ્રેણીમાં જ આવે છે. તેનાથી તમારી પાચન ક્રિયા પણ સુધરે છે, જેનાથી ખોરાક સરળતાથી પચે છે. તમે નિયમિતપણે દોરડા કુદો અને પછી જુઓ કે તમારા વજન પર કેટલી અસર પડે છે.
First published: September 7, 2019
વધુ વાંચો
अगली ख़बर