સવારે ઉઠીને સૌથી પહેલાં કરવા જોઈએ આ 4 કામ, દરેક કામમાં મળે છે સફળતા

News18 Gujarati
Updated: September 5, 2019, 2:06 PM IST
સવારે ઉઠીને સૌથી પહેલાં કરવા જોઈએ આ 4 કામ, દરેક કામમાં મળે છે સફળતા

  • Share this:
સવારે ઉઠીને સૌથી પહેલાં કરવા જોઈએ આ 4 કામ

સવારે ઉઠતાં જ આપણે ઘણઆં એવાં ખોટા કામો કરવા લાગી જઈએ છે કે જેની અસર આપણા આખા દિવસ અન જીવન પર પણ પડે છે. જેમ કે ઘણાં લોકો સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા પોતાનું ફેસબુક ચેક કરતા હોય છે, તો મોટાભાગના લોકો સવારે ઉઠે અને ન્યુઝ પેપર વાંચતા હોય છે, તો ઘણાં ખોટું દુનિયાનું વધારાનું ટેન્શન લેવા લાગે છે. સવારે ઉઠાવના સમયે આપણે આ બધું ખરેખર ન કરવું જોઈએ. પરંતુ શું આપ જાણો છો, સવારે ઉઠીને સૌથી પહેલાં મગજને ફ્રેશ કરવાની આવશ્યકતા હોય છે. સવારે મગજને ખૂબ જ શાંત રાખવું જોઈએ. તેના માટે આપણે મેડીટેશન કરી શકીએ અથવા તો આંખ બંધ કરીને શાંતિથી બેસીને હવા અને પક્ષીનો અવાજ સાંભળી શકીએ છીએ. અર્થાત્ મૌન પાળવું જોઈએ.

ત્યારબાદ થોડોક સમય પોતાની સાથ જ વીતે કરો. આ એક ખૂબ જ પાવરફુલ ટેકનીક છે. આ વસ્તુને લગભગ સફળ લોકો જ અનુસરે છે. જ્યારે આપણે પૂરી રીતે રીલેક્સ થઇ જઈએ છીએ ત્યારે આપણે આપણી ખુદ સાથે વાતો કરવી જોઈએ. “હું ખુબ જ સ્ટ્રોંગ છું, હું ખુબ જ ખુશ છું, મારો આત્મવિશ્વાસ પણ ખુબ જ વધારે છે, હું મારા જીવનમાં જે પણ કરું છું તે બેસ્ટ કરું છું, હું ઝડપથી સફળતા પ્રાપ્ત કરીશ.” આપણે આવી ઇન્ફર્મેશન અને આવા સ્ટેટમેન્ટ્સને વારંવાર કહીએ તો તે બધી વાતો આપણા સબકોન્શિયસ મગજમાં બેસી જાય છે. જેને આપણું મગજ સાચું માનવા લાગે છે. અને આપણે જીવનમાં જે ધારીએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ.

ઘણી વખત કોઈ વાત માટે આપણે વારંવાર મગજને કહીએ છીએ. તેવી જ રીતે વિઝ્યુલાઇઝેશન પણ એક પ્રકારનું દ્રશ્ય ઉભું કરે છે. જેમ કે જો અમીર વ્યક્તિ બનવા માંગતા હોવ તો, એવી કલ્પના કરો કે એક ખુબ જ આલીશાન કારમાંથી ઉતરી રહ્યા હોવ અને મોટા મોટા લોકો તમને મળવા માટે આવ્યા હોય, અને મીડિયા વાળાઓના કેમેરાની લાઈટ આપણી તરફ જગમગતી હોય અને લોકો મળવા માટે બેબાકળા થઇ રહ્યા હોય. તેને ફિલ કરો. તેવું કરવથી આપણું જે લક્ષ્ય હોય છે તેને જુસ્સાથી ભરી દે છે.

સમય ન પણ હોય તો પણ ઓછામાં ઓછી 10 મિનિટ કસરત માટે અવશ્ય કાઢવી. આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ થાય છે. પરંતુ ઘણા લોકો તેને આળસમાં આવીને ટાળી દેતા હોય છે. કે રહેવા દેને આજે નથી કરવી આજે લેટ થઇ ગયું, કાલથી કરીશું આજે મૂડ નથી. આખા દિવસ દરમિયાન મહેનત કરવા માટે આપણા શરીરનું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. તેના માટે એવું પણ જરૂરી નથી કે જીમ જવું પડે પરંતુ તે આપણે ઘરે પણ કરી શકીએ છીએ. જેમ કે જમ્પીંગ જેક્સ, પુશઅપ વગેરે કરી શકો છો. તે પણ આપણી સફળતામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.
First published: September 5, 2019
વધુ વાંચો
अगली ख़बर