Home /News /lifestyle /રાત્રે પથારીમાં ઊંઘતા પહેલા બ્રા કાઢીને મુકી દો સાઇડમાં, નહીં તો..જાણી લો આ ગેરફાયદા
રાત્રે પથારીમાં ઊંઘતા પહેલા બ્રા કાઢીને મુકી દો સાઇડમાં, નહીં તો..જાણી લો આ ગેરફાયદા
બ્રા પહેરીને ઊંઘવાના ગેરફાયદા
bad to wear a bra while sleeping: ઘણાં લોકોને રાત્રે બ્રા પહેરીને ઊંઘવાની આદત હોય છે. રાત્રે બ્રા પહેરવાથી શરીરને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ જો તમે રાત્રે બ્રા પહેરો છો તો આ આદતને બદલી નાંખજો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્રા ખરીદતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મોટાભાગની છોકરીઓ બ્રાની પસંદગી એમ જ કરતી હોય છે. જો તમે આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. દરેક છોકરીઓએ બ્રા પહેરવી એ સાચી વાત છે, પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે ખોટી રીતે અને ખરાબ બ્રા પહેરો છો તો સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જો વાત કરવામાં આવે તો ઘણી છોકરીઓ રાત્રે પણ બ્રા પહેરીને સૂઇ જતી હોય છે. તમે પણ રાત્રે બ્રા પહેરીને સૂઇ જાવો છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે.
બ્રા રાત્રે પહેરવાથી શું ગેરફાયદા થાય એ વિશે અનેક લોકો અજાણ હોય છે. પરંતુ આ વાત જાણવી ખૂબ જરૂરી છે. જો તમે રાત્રે બ્રા પહેરીને સૂઇ જાવો છો તો ભવિષ્યમાં તમે મોટી બીમારીમાં સપડાઇ શકો છો. આ માટે જાણી લો તમે પણ રાત્રે બ્રા પહેરવાના આ ગેરફાયદા વિશે.
રાત્રે બ્રા પહેરીને સૂઇ જવાથી થાય છે આ નુકસાન
તમને ખ્યાલ હશે તો ડોક્ટર્સની હંમેશા એક સલાહ હોય છે કે રાત્રે બ્રા કાઢીને સૂઇ જાવો.
ડોક્ટરો મોટાભાગે રાત્રે ઢીલા અને આરામદાયક કપડાં પહેરવી સલાહ આપતા હોય છે. આ પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે.
રાત્રે બ્રા પહેરીને ઊંધવાથી સૌથી પહેલી અસર રક્ત પરિભ્રમણ પર થાય છે. એક અહેવાલ પ્રમાણે જ્યારે આપણે રાત્રે બ્રા પહેરીને સૂઇ જઇએ ત્યારે રક્ત પરિભ્રમણ ઓછુ થાય છે જેના કારણે શરીરને તકલીફ પડે છે.
જો તમે સિન્થેટિક બ્રા પહેરીને રાત્રે સૂઇ જાવો છો તો ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. જો તમે આ વાતનું ધ્યાન રાખતા નથી તો ઇન્ફેક્શન વધતુ જાય છે અને તમે હેરાન થઇ જાવો છો.
રાત્રે બ્રા પહેરીને સૂઇ જવાથી કુણી ચામડી પર લાલ થઇ જાય છે અને સાથે ચકામા પડે છે.
જો તમે રાત્રે સિન્થેટિક બ્રા પહેરીને સૂઇ જાવો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. સિન્થેટિક બ્રાથી સ્કિન પ્રોબ્લેમ્સ વધારે થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર