Home /News /lifestyle /ન્હાતી વખતે ફેસ પર સાબુ લગાવો છો? શું આનાથી સ્કિનને કોઇ નુકસાન થાય?
ન્હાતી વખતે ફેસ પર સાબુ લગાવો છો? શું આનાથી સ્કિનને કોઇ નુકસાન થાય?
ચહેરાને વારંવાર પાણીથી ધોવાની આદત પાડો.
Skin care: મોટાભાગનાં લોકો ચહેરા પર સાબુ લગાવીને ક્લિન કરતા હોય છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે સાબુથી સ્નાન કરવાથી કોઇ નુકસાન થતુ નથી, પરંતુ ફેસ ક્યારે ધોવો જોઇએ નહીં. જાણો કેમ..
Skin care tips: ન્હાતી વખતે મોટાભાગનાં લોકો સાબુનો ઉપયોગ કરતા હોય છે. સાબુ લગાવવાથી સ્કિન પર સ્મેલ આવે છે અને સાથે આખા દિવસની ગંદકી દૂર થાય છે. આ સાથે જ અનેક લોકો એવા હોય છે જે બહુ ઓછો સાબુનો ઉપયોગ કરતા હોય છે. જો કે સાબુથી સ્નાન કરવુ ખૂબ જરૂરી છે. તમે જ્યારે સાબુ લગાવો છો ત્યારે તમે રિલેક્સ અને સ્મેલ ફ્રી થઇ જાવો છો. પરંતુ પ્રશ્ન એ છે કે ફેસ પર સાબુ લગાવવાથી કોઇ નુકસાન થાય? તો જાણો આ વિશે વધુમાં તમે પણ.
સાબુ તમારા શરીરની ગંદકી દૂર કરવાનું કામ કરે છે. સાબુથી તમે સ્નાન કરો છો તો સ્કિનને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટસ થતી નથી. આ સાથે જ સ્કિન પણ સારી થાય છે. એક અહેવાલ પ્રમાણે દરરોજ સાબુથી સ્નાન કરવાથી તમારી સ્કિનનો ટોન પણ બદલાય છે.
આ સાથે જ તમને એક વાત જણાવી દઇએ કે સાબુથી સ્નાન કરવુ ખૂબ જરૂરી છે, પરંતુ મોં પર સાબુનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળો. મોં પર તમે બને ત્યાં સુધી ફેશ વોશનો ઉપયોગ કરો. સાબુ કરતા તમે ફેશ વોશનો યુઝ કરો છો તો સ્કિન સારી થાય છે અને સાથે તમારી સ્કિન ડેમેજ પણ ઓછી થાય છે.
ફેસ વોશથી મોં ક્લિન કરો છો તો તમારા અંદરના પોર્સ બરાબર રીતે સાફ થાય છે. આ માટે બને ત્યાં સુધી ફેસ પર સાબુનો ઉપયોગ કરશો નહીં. સાબુનો ઉપયોગ કરવાથી તમારી સ્કિનને લાંબા ગાળે નુકસાન થાય છે, જ્યારે ફેસ વોશથી તમારી સ્કિનને નુકસાન થતુ નથી.
બજારમાં અનેક પ્રકારના ફેસ વોશ મળે છે જે તમારી સ્કિનને અનુરૂપ તમે લો છો તો સ્કિન મસ્ત થાય છે અને સાથે અંદરથી ક્લિન થાય છે. આ માટે બને ત્યાં સુધી ફેસ પર સાબુનો ઉપયોગ કરશો નહીં. સાબુ તમે ફેસ સિવાય શરીર પર લગાવી શકો છો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર