ફળ અને શાકભાજીની છાલમાં રહેલા છે અનેક સ્વાસ્થ્યપ્રદ ગુણ, જાણો તેના અનેક ફાયદા
ફળ અને શાકભાજીની છાલમાં રહેલા છે અનેક સ્વાસ્થ્યપ્રદ ગુણ, જાણો તેના અનેક ફાયદા
Image Credit : shutterstock
સંતરા અને મોસંબી જેવા ખાટ્ટા ફળમાં સુપર ફ્લેવોનોઈડ રહેલા હોય છે. આ સુપર ફ્લેવોનોઈડ ખરાબ કોલસ્ટ્રોલનું સ્તર ઓછુ કરે છે અને રક્ત પરિવહન દરમિયાન રક્તવાહિની પર વધુ પ્રેશર પડતું નથી. જે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ ફળ કે શાકભાજી સમારીએ છીએ તો તેની છાલ કચરામાં ફેંકી દઈએ છીએ. આ ફળ અને શાકભાજીની છાલમાં અનેક પોષકતત્વો રહેલા છે. સંશોધન પરથી જાણવા મળ્યું છે કે છાલમાં ભરપૂર માત્રામાં સ્વાસ્થ્યપ્રદ ગુણ રહેલા છે. ફળ અને શાકભાજીની છાલમાં ભરપૂર માત્રામાં કોન્સન્ટ્રેટેડ ફાઈટોકેલ્શિયમ હોય છે. હાલમાં કરેલ રિચર્ચ પરથી જાણવા મળ્યું છે કે સંતરા અને મોસંબી જેવા ખાટ્ટા ફળમાં સુપર ફ્લેવોનોઈડ રહેલા હોય છે. આ સુપર ફ્લેવોનોઈડ ખરાબ કોલસ્ટ્રોલનું સ્તર ઓછુ કરે છે અને રક્ત પરિવહન દરમિયાન રક્તવાહિની પર વધુ પ્રેશર પડતું નથી. જે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સફરજનની છાલ-સફરજનની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે જે પાચનક્રિયાને યોગ્ય રાખવાનું કામ કરે છે. સફરજનની છાલમાં પેક્ટિન નામનું ફાઈબર હોય છે જે બ્લડ કોલસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે અને બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે જે કેન્સર સેલને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
બટાકાની છાલ- બટાકાની છાલમાં ફાઈબરની સાથે સાથે ભરપૂર માત્રામાં ઝિંક, વિટામીન સી, આયર્ન, પોટેશિયમ, વિટામીન બી ભરપૂર માત્રામાં રહેલા છે. બટાકાની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે તેથી બટાકાને છાલ કાઢ્યા વગર ખાવા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી છે. બટાકાની છાલ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. જેનાથી પાચન યોગ્ય રહે છે અને ત્વચાને સ્વસ્થ બનાવે છે. કેળાની છાલ
કેળાની છાલનું સેવન કરવાથી સેરોટોનિન નામના હોર્મોન્સ રિલીઝ થાય છે, જેને ફીલગુડ હોર્મોન્સ પણ કહે છે. જે બેચેની અને ઉદાસીની લાગણીને ઓછી કરે છે અને તમને ખુશ રાખે છે. જેમાં લ્યુટિન નામના એન્ટી ઓક્સીડેન્ટ રહેલા છે જે આંખોના સેલને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે અને મોતિયાનું જોખમ પણ ઓછુ કરે છે. તમે કેળાની છાલને પાણીમાં ઉકાળીને પી શકો છો અથવા શાક બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. કોળાની છાલના ફાયદા
કોળાની છાલમાં બીટા કેરોટિન રહેલું હોય છે જે ફ્રી-રેડિકલ્સથી બચાવે છે. બીટા કેરોટિન કેંસર સામે રક્ષણ આપે છે. તેમાં રહેલ ઝિંક રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઝિંક નખને પણ મજબૂત બનાવે છે. કોળાની છાલ તમારા સ્કિન સેલને અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે.
સંતરા અને મોસંબીની છાલ- સંતરા અને મોસંબીની છાલમાં સુપર ફ્લેવોનોઈડ રહેલા છે. સુપર ફ્લેવોનોઈડ ખરાબ કોલસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે અને બ્લડ ફ્લો દરમિયાન રક્તવાહિની પર વધુ પ્રેશર પડતું નથી. જે હ્રદયને સ્વસ્થ રાખે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. જેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર