Home /News /lifestyle /Apple Peels: સફરજનની છાલ પણ છે ફાયદાકારક, ફેંકવાને બદલે આ રીતે કરો તેનો ઉપયોગ
Apple Peels: સફરજનની છાલ પણ છે ફાયદાકારક, ફેંકવાને બદલે આ રીતે કરો તેનો ઉપયોગ
સફરજનની છાલના પણ અઢળક ફાયદા છે. (Image- shutterstock)
Apple Peels Benefits: સફરજન સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલ્ધી અને ફિટ રહેવા માટે તમારે દરરોજ એક સફરજન ખાવું જોઈએ. પરંતુ જો તમે સફરજનની છાલને સુધારીને ફેંકી દેતા હો તો જાણી લો કે તેના પણ અઢળક ફાયદા છે.
Apple Peel Benefits: સફરજન (Apple) ખાવું મોટાભાગના લોકોને પસંદ હોય છે. સફરજનમાં અસંખ્ય ગુણો છે જે તમારા સ્વાસ્થ્યને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. એક્સપર્ટ્સ હંમેશા એ સલાહ આપે છે કે, આપણે દરરોજ સફરજન ખાવું જોઈએ. પરંતુ આપણામાંથી એવા લોકો ઘણા હોય છે જે સફરજનની છાલ (Apple peel) કાઢીને ખાવાનું પસંદ કરે છે. એવામાં તે છાલને ફેંકી દે છે, પરંતુ જો તમે એવું કરી રહ્યા હો તો અટકી જાઓ. તમને કહી દઈએ કે સફરજનની બચેલી છાલ (apple peel use)ને તમે તમારા રસોડામાં અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો.
સફરજન અને તજની ચા
એક પેનમાં થોડું પાણી નાખો અને પછી તેમાં તજનો નાનો ટુકડો નાખીને રાખી મૂકો. તે પછી પેનમાં સફરજનની છાલ ઉમેરો અને ગરમ કરો. થોડીવાર કૂક કર્યા પછી તેને ગાળી લો અને તમારા સ્વાદ અનુસાર મધ ઉમેરો. જો તમે આ ચાનું સેવન કરશો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેને ફાયદો થાય છે.
સલાડમાં સફરજનની છાલ
ખોરાકમાં છાલનું સેવન ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. તમને જણાવી દઈએ કે તમે સફરજનની છાલના નાના અને લાંબા ટુકડા કરી અને તેને તમારા ફળ અથવા શાકભાજીના સલાડ પર મૂકો અને પછી સ્વાદિષ્ટ સલાડનો આનંદ લઈ શકો છો.
સફરજનની છાલ ન ફેંકો, પરંતુ જેમ (jam) બનાવો. આ માટે એક વાસણમાં સફરજનની છાલ અને પાણી નાખો. પછી તેને નરમ થાય ત્યાં સુધી ઉકાળો અને પછી સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીને ઉકાળો. પછી લગભગ 1/2 કપ લીંબુનો રસ નિચોવી અને તેને મિક્સ કરો. આ પછી એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો અને ફ્રીજમાં રાખો. તેને નાસ્તામાં ખાઈ શકાય છે.
બેકરી વસ્તુઓનો સ્વાદ વધશે
જો તમે પણ બેકરીની આઈટમ બનાવવા ઈચ્છો છો તો બાકીની સફરજનની છાલનો વોફલ્સ, મફિન્સ, કેક કે ટાર્ટ માટે સરસ ઉપયોગ કરી શકાય છે. આનાથી તમારી બેકરીની આઈટમમાં ફાઈબરનું પ્રમાણ પણ વધી જશે. જો તમે ઈચ્છો તો તેમાં થોડું તજ પણ નાખી શકો છો.
જો તમે એલ્યુમિનિયમના વાસણોમાંથી ડાઘ સાફ કરવા માંગો છો, તો તમે તેના માટે સફરજનની છાલનો ઉપયોગ કરી શકો છો. આ કરવા માટે સૌપ્રથમ સફરજનની છાલને પાણીમાં ઉકાળો અને પછી તેને ધીમા તાપે લગભગ 30 મિનિટ સુધી ગેસ પર રાખો અને પછી તેને ઉપયોગ માટે લો. સફરજનની છાલમાં હાજર એસિડ એલ્યુમિનિયમ કૂકવેરમાંથી ડાઘ દૂર કરવામાં મદદ કરશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર