Home /News /lifestyle /ભૂલથી પણ આ 4 વસ્તુઓ કોઇની સાથે શેર ના કરો, નહીં તો પાછળથી રોવાનો વારો આવશે

ભૂલથી પણ આ 4 વસ્તુઓ કોઇની સાથે શેર ના કરો, નહીં તો પાછળથી રોવાનો વારો આવશે

આ વસ્તુઓ શેર કરતા બચો

આપણે હંમેશા આપણી વસ્તુઓ બીજા સાથે શેર કરતા હોઇએ છીએ, પરંતુ તમને જણાવી દઇએ કે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને ક્યારે પણ કોઇની સાથે શેર કરવી જોઇએ નહીં.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે આપણે આપણી દરેક વસ્તુઓ એકબીજા સાથે શેર કરતા હોઇએ છીએ. જો કે આ વાત સાચી છે કે દરેક લોકોએ પોતાની વસ્તુઓ શેર કરવી જોઇએ, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણે કોઇ પણ વ્યક્તિ સાથે શેર કરવી જોઇએ નહીં. ઘણી બધી વસ્તુઓ એવી વસ્તુઓ એવી હોય છે જે શેર કરવાથી તમે અનેક મોટા પ્રોબ્લેમ્સમાં મુકાઇ જાવો છો. તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમારે ક્યારે પણ કોઇ વ્યક્તિની સાથે શેર કરવી જોઇએ નહીં અને એ વસ્તુને બરાબર સાચવીને રાખવી જોઇએ.

    આ પણ વાંચો: શિયાળામાં ખજૂર ખાવાના 5 મોટા ફાયદાઓ

    ફોનનું ચાર્જર


    મોટાભાગે લોકો એકબીજાને પોતાનું ચાર્જર શેર કરતા હોય છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ તમારે ક્યારે પણ પોતાનું ચાર્જર કોઇની સાથે શેર કરવું જોઇએ. ઘણી વાર એવું થાય કે આપણો ફોન ડિસ્ચાર્જ થવા આવ્યો હોય અને આપણું ચાર્જર બીજાની પાસે હોય. આ સમયે આપણે અનેક ઘણી મોટી તકલીફમાં મુકાઇ જઇએ છીએ.

    બેન્ક સાથે જોડાયેલા ડોક્યુમેન્ટસ


    ક્યારે પણ કોઇ વ્યક્તિએ બેન્કના ડોક્યુમેન્ટ્સ કોઇની સાથે શેર કરવા જોઇએ નહીં. આમ કરવાથી તમારી અગત્યની માહિતી લીક થવાના ચાન્સિસ ચાર ગણાં વઘી જાય છે. આજનાં આ સમયમાં ઘણી વાર લોકો ફોન કરીને ઓટીપી માંગતા હોય છે, પરંતુ ક્યારે પણ કોઇની સાથે પોતાનો ઓટીપી શેર કરશો નહીં. આમ કરવાથી બેન્કનું ખાતુ ખાલી થઇ શકે છે.

    આ પણ વાંચો: બાળકો સામે ક્યારે આવું વર્તન ના કરો

    ડિઝિટલ સિગ્નેચર


    કોવિડ મહામારીમાં ડિઝિટલ સિગ્નેચરનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. એવામાં આ ટાઇપની સિગ્નેચર લોકોનો ખૂબ ઉપયોગ કરતા હતા. તમારી પાસે કોઇ ડિઝિટલ સિગ્નેચર માંગે તો તમે તમારી સહી પેપર પર એડિટ કરીને મોકલો. તમે સિગ્નેચર મોકલો છો તો અનેક રીતે એનો મિસયુઝ થઇ શકે છે. આ સાથે જ તમે કોઇ પણ ડોક્યુમેન્ટમાં સહી કરો છો તો પહેલા બરાબર વાંચી લો અને પછી સાઇન કરો.


    બોડી સ્પ્રે


    ક્યારે પણ તમારો બોડી સ્પ્રે બીજાની સાથે શેર કરશો નહીં. બીજાને બોડી સ્પ્રે આપવાથી અનેક પ્રકારના સ્કિન પ્રોબ્લેમ્સ થઇ શકે છે. આ માટે હંમેશા તમારું બોડી સ્પ્રે તમે જ યુઝ કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Bank, Documents, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन