ગર્ભવતી સ્ત્રીઓ આયર્નની ગોળી સાથે ભૂલથી પણ ન ખાશો આ ચીજ

News18 Gujarati
Updated: April 23, 2019, 1:42 PM IST
ગર્ભવતી સ્ત્રીઓ આયર્નની ગોળી સાથે ભૂલથી પણ ન ખાશો આ ચીજ

  • Share this:
ગર્ભાવસ્થામાં મા અને બાળકના સાર સ્વાસ્થિય માટે ગર્ભવતી સ્ત્રીઓએ ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ 9 મહિના દરમિયાન ગર્ભવતીનું ખાનપાન એવું હોવું જોઈએ જેનાથી બાળકના અંગોનો વિકાસ સરખી રીતે થઈ શકે. તે માટે ગર્ભવતીને આયર્નયુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.

ગર્ભવતી મહિલા શરીરમાં આયર્નની ખામીની ભરપાઈ કરવા માટે આયર્નની ગોળીઓ અને આયર્નથી ભરપૂર ખોરાક લેતી હોય છે. જોકે આયર્ન સપ્લિમેન્ટ્સ લેતા પહેલા એક વખત કોઈ સ્ત્રી વિશેષજ્ઞ ડૉક્ટરની સલાહ લેવી. શરીરમાં એક ચોક્કસ માત્રામાં જ આયર્નની જરૂર પડે છે. જો તમને જરૂર હોય તેનાથી વધારે આયર્ન લેશો, તો તમને અને શિશુને પણ નુકસાન થઈ શકે છે.

10 રૂ.ના શેરડીના રસથી તરસ છીપાવો છો? તો રસ પીતા પહેલા અચૂક યાદ આવશે આ વાત

ગર્ભવતી મહિલા રાખે છે આ બાબતોનું ધ્યાન:

  • આયર્ન સપ્લિમેન્ટ્સ લેતી ગર્ભવતી સ્ત્રીઓને ચા અને કૉફી પણ ના લેવી જોઈએ. તેનું કારણ એ છે કે તેમાં કેફીન અને નિકોટીન મળી આવે છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે.
  • ગર્ભવતી સ્ત્રીઓને ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તેઓ આયર્નની ગોળીઓ ખાતા હોય તો તેની સાથે તેમને દૂધ, કેલ્શિયમ અને એન્ટિએસીડ યુક્ત દવાઓથી દૂર રહેવું જોઈએ. જો તમે તેને લેવા માંગતા હો તો 2 અથવા 3 કલાક પછી જ લો.

  • આયર્ન સપ્લિમેન્ટ્સ લેતા પહેલા આ વાતની કાળજી રાખો કે તેને ખાલી પેટ ન લેવું જોઈએ. ખાલી પેટ દવા લેવાથી પેટમાં ગેસ અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. તેનાથી જન્મેલા શિશુને નુકસાન થાય છે.

  • જો તમે આયર્ન સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા હોવ તો એ વાતની કાળજી રાખો કે સલાડની જેમ કાચા શાકભાજી ન ખાશો.

First published: April 23, 2019, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading