સ્માર્ટ ફોનના જમાનાની સાથે આજની ગૃહિણીઓ પણ દુનિયા સાથે તાલમેલ બેસાડવા માટે સ્માર્ટ બનવા લાગી છે. રસોડું એ સ્ત્રીઓની ફેવરિટ જગ્યા હોય છે. કારણ કે પરિવારજનોને ખૂશ રાખવા તે આ જ જગ્યાએ ઘણી મહેનત કરે છે. ત્યારે આ ફાસ્ટ લાઈફમાં જલદી રસોઈ બનાવવા માઇક્રોવેવ એ ખૂબ જ લાભકારી સાબિત થાય છે. પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો જાણીએ આ વાતો...
માઇક્રોવેવમાં આ વસ્તુઓ ક્યારેય ન રાખવી
- ખાલી માઇક્રોવેવ ક્યારેય ચાલુ કરવાની ભૂલ ન કરશો.
- માઇક્રોવેવમાં ધાતુ કે અલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ ન કરવો.
- માઈક્રો ઓવન માંથી બહાર કાઢેલા કાચના વાસણને તરત જ ઠંડી કે ભીની જગ્યા પર ન મુકશો. તેના કારણે વાસણમાં તિરાડ પડી શકે છે અથવા ફૂટી શકે છે.
- માઇક્રોવેવમાં ચાંદીના વરખ વાળી મીઠાઈ પણ ન મુકવી.
- સુકા મસાલા કે સુકો મેવો માઈક્રોવેવ પ્રૂફ કાચના વાસણમાં જ શેકવા. પ્લાસ્ટિકના વાસણમાં શેકવાથી તે પીગળી શકે છે જેથી તેમાં મેવો ચોંટી શકે છે.
- મીણના આવરણ વાળા કાગળનો ઉપયોગ પણ ટાળવો. કારણ કે મીણ ઓગળીને ખોરાકમાં જશે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર