Home /News /lifestyle /સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા હોંવ તો કરી દેજો બંધ, જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે

સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા હોંવ તો કરી દેજો બંધ, જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે

સોશિયલ મીડિયાની સાઇડ ઇફેક્ટ્સ

Social media side effects: સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. જો તમે સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો તમારે બંધ કરવાની જરૂર છે. તો જાણો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં અનેક લોકો સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. આ એક જાતનું લોકો માટે વ્યસન બની ગયું છે. જો કે આ વ્યસનમાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. જો તમે આમાંથી બહાર આવવા ઇચ્છતા નથી તો તમારી સ્વાસ્થ્યને અનેક ઘણી તકલીફો પડે છે અને તમે અનેક નાની-મોટી બીમારીઓથી સંકળાયેલા રહો છો. આ સાથે જ તમને જણાવી દઇએ કે જો તમે પણ સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ કરો છો તો હવેથી બંધ કરી દેજો. આ એક એવું વાતાવરણ ઉભું કરે છે જેના કારણે તમે એનો પીછો છોડી શકતા જ નથી. તો આજના આ દિવસે તમે પણ જાણી લો સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્યને થતા આ નુકસાન વિશે.

આ પણ વાંચો: કરવા ચોથના દિવસે માત્ર 15 મિનિટમાં ચહેરા પર લાવો ગ્લો

સ્ટ્રેલ લેવલ વધે


તમે સતત સોશિયલ મીડિયાનો યુઝ કરો છો તો સ્ટ્રેસ વધે છે. આ સાથે જ તમારું મગજ પણ કામ કરતું બંધ થઇ જાય છે. આ માટે બને ત્યાં સુધી સોશિયલ મીડિયાનો યુઝ ઓછો કરો.

કંટાળો આવે


જો તમે બહુ સોશિયલ મીડિયાનો યુઝ કરો છો તો તમને કંટાળો આવવા લાગે છે. કંટાળો આવવાને કારણે તમને કોઇ કામમાં મન લાગતું નથી. આ સાથે જ તમે જ્યારે સોશિયલ મીડિયાનો યુઝ કરો છો ત્યારે તમારું મન બીજા કોઇ કામમાં લાગતું નથી.

આ પણ વાંચો: દિવાળીમાં મીઠાઇ ખાઓ અને આ રીતે સુગર કંટ્રોલ કરો

આળસુ થઇ જાઓ


સતત સોશિયલ મીડિયાનો યુઝ કરવાથી તમે આળસુ થઇ જાવો છો. આ માટે બને ત્યાં સુધી તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું ટાળો. ઘણાં લોકો દિવસમાં 5 થી 6 કલાક જેટલો સમય સોશિયલ મીડિયામાં આપતા હોય છે. જો તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે. તમારી આ આદત તમને આળસુ બનાવી દે છે.


બેચેની લાગવી


જો તમે સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમને બેચેની, ચક્કર જેવી સમસ્યા થાય છે. આ પાછળનું કારણ એ છે કે તમે સતત સોશિયલ મીડિયાનો ઉપયગો કરો છો ત્યારે તમારું માઇન્ડ એક જ દિશામાં પરોવાયેલું રહે છે જેના કારણે થોડી વાર પછી તમને બેચેની જેવું લાગે છે.
First published:

Tags: Life style, Side effects, Social media

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો