Home /News /lifestyle /Dengue Fever: ડેન્ગ્યુ તાવના આ ગંભીર લક્ષણોને અવગણશો નહીં, બની શકે છે જીવલેણ

Dengue Fever: ડેન્ગ્યુ તાવના આ ગંભીર લક્ષણોને અવગણશો નહીં, બની શકે છે જીવલેણ

ડેન્ગ્યુ તાવ(Dengue Fever) ડેન્ગ્યુ વાયરસ સંક્રમિત એડીઝ મચ્છર (Dengue Mosquito) કરડવાથી થાય છે.

ડેન્ગ્યુ તાવ(Dengue Fever) ડેન્ગ્યુ વાયરસ સંક્રમિત એડીઝ મચ્છર (Dengue Mosquito) કરડવાથી થાય છે. આ તાવની ઝપેટમાં વૃદ્ધ લોકોથી માંડીને બાળકો સુધી તમામ સરળતાથી આવી જાય છે. તેના લક્ષણો (Symptoms of Dangue) પણ થોડા ગંભીર હોય છે.

Dengue Fever: સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શ અનુસાર ડેન્ગ્યુ સંક્રમણ(Dengue Fever) વિશ્વભરમાં 100થી વધુ દેશોમાં થતી બીમારીઓમાં એક સામાન્ય સમસ્યા છે અને લગભગ 3 બિલિયન લોકો ડેન્ગ્યુથી પ્રભાવિત ક્ષેત્રોમાં રહે છે. તેમાં ભારત અને દક્ષિણ એશિયાના અન્ય ભાગો, ચીન, આફ્રીકા, તાઇવાન અને મેક્સિકો સામેલ છે. ડેન્ગ્યુ તાવ(Dengue Fever) ડેન્ગ્યુ વાયરસ સંક્રમિત એડીઝ મચ્છર (Dengue Mosquito) કરડવાથી થાય છે. આ તાવની ઝપેટમાં વૃદ્ધ લોકોથી માંડીને બાળકો સુધી તમામ સરળતાથી આવી જાય છે. તેના લક્ષણો (Symptoms of Dangue) પણ થોડા ગંભીર હોય છે, જે ક્યારેક માણસનો જીવ પણ લઇ લે છે.

શું છે ડેન્ગ્યુ તાવ?

ડેન્ગ્યુ થવા પર તીવ્ર તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓ અને સાંધાનો દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ જેવા લક્ષણો સામાન્ય રીતે દેખાય છે. ડેન્ગ્યુ તાવને બ્રેકબોન ફીવર (Breakbone Fever) પણ કહેવામાં આવે છે. એડીઝ મચ્છર કરડવાથી થતું આ સંક્રમણ ઘણી વખત જીવલેણ પણ સાબિત થાય છે. આ સંક્રમણ ફ્લેવિવિરિડે પરિવાર (Flaviviridae family)ના એક વાયરસના સેરોટાઇપ- DENV-1, DENV-2, DENV-3 અને DENV-4ના કારણે થાય છે. જો કે, આ વાયરસ 10 દિવસથી વધુ જીવિત રહેતા નથી. જ્યારે ડેન્ગ્યુનો ચેપ ગંભીર બને છે, ત્યારે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અથવા DHF (Dengue Haemorrhagic Fever)નું જોખમ વધી જાય છે. તેમાં ભારે રક્તસ્રાવ, બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો અને ત્યાં સુધીને પીડિતનું મૃત્યુ પણ થઇ શકે છે.

આ પણ વાંચો: હોશિયાર બાળકને જન્મ આપવા છે, તો પ્રેગન્સી દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

ડેન્ગ્યુનું ઘાતક સ્વરૂપ(Severe Dengue)

ડેન્ગ્યુનો ચેપ ચાર અલગ-અલગ વાઈરસ દ્વારા ફેલાય છે જેને સેરોટાઈપ કહેવાય છે. આ ચારેય એન્ટિબોડીઝને અલગ અલગ રીતે અસર કરે છે. સ્ટ્રેનના આધારે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર (DHF) અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (DSS) જેવા જીવલેણ સ્વરૂપો પણ લઈ શકે છે. જેને ગંભીર ડેન્ગ્યુ પણ કહેવામાં આવે છે. જોકે આ સ્વરૂપ ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. ગંભીર ડેન્ગ્યુ કોઇ પણને થઇ શકે છે. પરંતુ સૌથી વધુ ખતરો બાળકોને રહેલો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના જણાવ્યા અનુસાર, પ્રારંભિક લક્ષણોને ઓળખીને યોગ્ય સારવાર લેવાથી મૃત્યુ દર 1 ટકાથી પણ ઘટી શકે છે.

ઘાતક ડેન્ગ્યુના લક્ષણો(Symptoms of severe Dengue)

ડેન્ગ્યુની શરૂઆત તીવ્ર તાવ, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, થાક, ઉબકા, ઉલ્ટી, ત્વચા પર લાલ ફોલ્લીઓ અને ભૂખ ન લાગવી જેવા લક્ષણોથી થાય છે. ઘણા દિવસો બાદ સામાન્ય રીતે 3-7 દિવસો બાદ દર્દીમાં ગંભીર ડેન્ગ્યુના લક્ષણો આવી શકે છે. જેમ કે પેટમાં દુખાવો, ઝડપથી શ્વાસ લેવો, સતત ઉલ્ટીઓ, ઉલ્ટીમાં લોહી આવવું, પેશાબમાં લોહી આવવું, બોડીમાં લિક્વિડ જામી જવું, પેઢા અને નાકમાંથી લોહી નીકળવું, લિવરમાં સમસ્યા, પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવી, બેચેની થવી વગેરે. આવા લક્ષણો દેખાવા પર દર્દીએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ.

આ પણ વાંચો: ચહેરા પર આવેલા ડાર્ક સર્કલ દૂર કરવાનો ધરેલુ ઈલાજ, ફટાફટ દૂર થઈ જશે dark circles

ગંભીર ડેન્ગ્યુ થવા પર શું થાય છે?

જો દર્દીને ગંભીર ડેન્ગ્યુ થાય છે, તો તેની ત્વચા અને શરીરના અન્ય ભાગો પર બ્લીડિંગ સ્પોટ દેખાવા લાગે છે અને બ્લડ પ્લાઝ્મા લીક થવા લાગે છે. ગંભીર ડેન્ગ્યુ તાવથી લીવર, ફેફસા કે હ્યદયને નુકસાન પહોંચે છે. દર્દી બેભાન અવસ્થામાં પહોંચી જાય છે. ઘણી વખત બ્લડપ્રેશર અચાનક ખતરનાક સ્તર પર નીચે ચાલ્યું જાય છે. અમુક કેસમાં તેનાથી મોત પણ થઇ શકે છે. જે લોકોને પહેલાથી જ અનેક બિમારીઓ હોય તેઓને ગંભીર ડેન્ગ્યુ થઇ શકે છે.

ગંભીર ડેન્ગ્યુની સારવાર

ગંભીર ડેન્ગ્યુની કોઇ સ્પષ્ટ સારવાર નથી. ડેન્ગ્યુ તાવનાં આ સ્વરૂપથી પીડિત વ્યક્તિને આઇસીયૂમાં સારવારની જરૂર પડી શકે છે. તેમાં લક્ષણોના આધારે બ્લડ કે પ્લેટલેટ ટ્રાન્સફ્યૂઝન, ઇન્ટ્રાવેનસ ફ્લૂઇડ અને ઓક્સિજન થેરેપી દ્વારા દર્દીની સારવાર કરવામાં આવે છે. સારવારમાં મોડું થવાથી દર્દીના અમુક અંગો ફેલ થઈ શકે છે અને મોત થવાનો ખતરો પણ વધી શકે છે. તેથી ડોક્ટર્સ ડેન્ગ્યુના કોઇ પણ લક્ષણોને ગંભીરતાથી લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો: ઓઈલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે આ હોમ મેડ Face packનો કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

હળવા લક્ષણોવાળા ડેન્ગ્યુની સારવાર

જો ડેન્ગ્યુ વધુ ગંભીર નથી તો અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારે ખૂબ આરામ લેવો જરૂરી છે. લોહીમાં પ્લેટલેટ્સની નિયમિત રૂપે તપાસ કરાવવી જોઇએ. શરીરમાં પાણીની બિલકુલ કમી ન થવી જોઇએ અને વધુ પ્રમાણમાં લિક્વિડ ડાયટ લો. આ દરમિયાન નારિયલ પાણી પીવું સૌથી સારું માનવામાં આવે છે. તે પ્લેટલેટ્સ વધારવાનું પણ કમ કરે છે. આ સિવાય ગિલોય, પપૈયું, કીવી, દાડમ, બીટ અને લીલા શાકભાજીઓ ડાયટમાં સામેલ કરો. ડોક્ટરના સંપર્કમાં રહો અને તમારા પ્લેટલેટ્સની જાણકારી તેમને આપતા રહો. કોઇ પણ પ્રકારની સમસ્યા આવે કે પ્લેટલેટ્સ નીચે જવા પર ડોક્ટર તમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ પણ આપી શકે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Dengue, Health Tips, ડેન્ગ્યુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन