Home /News /lifestyle /આ 8 ચીજો ક્યારેય સાથે ન ખાવી જોઈએ

આ 8 ચીજો ક્યારેય સાથે ન ખાવી જોઈએ

ખાવાના શોખીનોને ખબર જ નથી રહેતી કે ખાવાના પણ કેટલાક નિયમ હોય છે.

ખાવાના શોખીનોને ખબર જ નથી રહેતી કે ખાવાના પણ કેટલાક નિયમ હોય છે.

    આયુર્વેદમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને સાથે ખાવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. આ વસ્તુઓ વિશે આપણે આપણા ઘરમાં પણ ઘરના વડીલો પાસેથી સાંભળતા આવ્યા છે પરંતુ અંધવિશ્વાસ સમજીને આપણે તેની અવગણના કરી દેતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફુડ કોમ્બિનેશન આપણા સ્વાસ્થ્ય પર સારી ખોટી અસર પાડે છે.

    આવો જાણીએ આવા જ કેટલાક ફુડ કોમ્બિનેશન, જે સાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

    દહીં સાથે પરાઠા- દહીં સાથે તળેલી વસ્તુઓ ખાવાથી દહીંના ફેટના કારણે પાચનમાં અવરોધ પેદા થવાથી ફેટથી મળતી એનર્જી શરીરને નથી મળતી.

    ડુંગળી અને દૂધ- ડુંગળીની સાથે દૂધના સેવનથી દાદ-ખાજ-ખુજલી, એક્સિમા, સોરાઈસિસ વગેરે જેવાં ચામડી સંબંધી રોગો થવાની સંભાવના રહે છે.

    ભોજન સાથે ફળ- લીંબૂ, નારંગી, અનાનસ વગેરે ખાટા ફળ એસિડિક હોય છે. બંને સાથે ખાવામાં આવે તો કાર્બોહાઈડ્રેટ અથવા સ્ટાર્ચની પાચનક્રિયા ધીમી પડવાથી કબજિયાત, ડાયેરિયા અથવા અપચો થઈ શકે છે. આયુર્વેદ મુજબ ભોજન સાથે ફળ ન ખાવા જોઈએ.

    કોલ્ડ્રીન્ક્સ બાદ પાનમસાલા- કોલ્ડ્રીન્ક્સ પીધા બાદ અથવા પીધા પહેલા ક્યારેય પીપરમિન્ટવાળા પાનમસાલા અથવા અન્ય કોઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. કોલ્ડ્રીન્ક્સ અને પીપરમિન્ટ ભેગા થવાથી સાઈનાઈડ બને છે. જે સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ કરે છે.

    દૂધ અને લીંબૂ- દૂધ સાથે લીંબૂ જેવી ખાટી વસ્તુઓ લેવાથી સ્વાસ્થ્યને બહુ નુકસાન પહોંચે છે. આ બન્નેનું એકસાથે સેવન કરવાથી એસિડિટી અને પેટની ગરબડ જેવી સમસ્યાઓ ઉદભવે છે.

    દૂધ સાથે દહીં- દૂધ સાથે દહીં લેવું પણ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. દૂધ અને દહીં બન્નેની તાસીર અલગ હોય છે. જેથી દૂધ અને દહીં સાથે આરોગવાથી પેટ સંબંધી સમસ્યાઓ ઉદભવે છે.

    બટાકા અને ચોખા- બટાકા અને ભાત એક સાથે ખાવાથી કબજિયાતની સમસ્યા થાય છે.

    અડદની દાળ અને દહીં- અડદની દાળની સાથે દહીંનું સેવન નુકસાનકારક હોય છે. એવું માનવામાં આવે છે કે તેના સતત સેવનથી હૃદય સંબંધી રોગો થઈ શકે છે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips, Kitchen, ખોરાક

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन