પ્રેગ્નેન્સીમાં આ 4 ચીજો ખાવાથી થઈ શકે છે ગર્ભપાત

News18 Gujarati
Updated: April 16, 2019, 6:47 PM IST
પ્રેગ્નેન્સીમાં આ 4 ચીજો ખાવાથી થઈ શકે છે ગર્ભપાત
જે મહિલાઓ માં બનવા ઇચ્છતી હોય તેમના માટે એક સ્વસ્થ ગર્ભાશય મહત્વની ભૂમિકા ભજવે છે. પણ ખોટી લાઇફસ્ટાઇલના કારણે કેટલીક વાર મહિલાનું ગર્ભાશળ નબળું પડી જાય છે. વળી કેટલીક વાર પ્રસવ પછી પણ ગર્ભાશય નબળું થઇ જાય છે. માનસિક બિમારી કે આંતરિક ઇજાના કારણે પણ ગર્ભાશય નબળું થઇ શકે છે. આ નબળાઇના કારણે ગર્ભાશય ઇંડાને સંભાળી નથી શકતા જેના કારણે ગર્ભપાતની સંભાવના વધી જાય છે.

  • Share this:
પ્રેગ્નેન્સી કોઈ પણ મહિલા માટે સુંદર પડાવ હોય છે. પરંતુ તેની સાથે નાજુક પણ હોય છે. આ દરમિયાન ખાનપાનનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તેની અસર ગર્બ પર પણ પડે છે. આવો જાણીએ કઈ છે તે ચીજો જે પ્રેગ્નેન્સીમાં ના ખાવી જોઈએ.

પ્રેગ્નેન્સીમાં આ 4 ચીજો ખાવાથી થઈ શકે છે ગર્ભપાત

આ દરમિયાન સૌથી પહેલા પપૈયામાં લેટેક્સ હોય છે, જે ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં ગર્ભપાતનો ખતરો વધારી દે છે. પપૈયામાં રહેલું પપૈન ભ્રૂણના વિકાસને રોકે છે. તેથી પપૈયું તે સમયે ન ખાશો.

પ્રેગ્નેન્સીમાં દ્રાક્ષ ન ખાવી જોઈએ. દ્રાક્ષની તાસીર ગરમ હોવાથી ગર્ભને ખતરો રહે છે. તેથી પીરિયડ્સમાં દ્રાક્ષ ન ખાશો.

પ્રેગ્નેન્સી દરમિયાન પાઈનેપલ ખાવું હાનિકારક છે. તેમાં રહેલું બ્રોમેલિનથી જલદી પ્રસવ થવાની સંભાવના રહે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન ચાઈનીઝ ફૂડ ન ખાવું જોઈએ. તેમાં મોનો સોડિયમ ગ્લૂટામેટ (MSG) રહેલું હોય છે. જેના કારણે શિશુને જન્મ બાદ કોઈ શારીરિક કમી જોવા મળી શકે છે. સાથે જ સોયો સોસમાં મીઠાંની માત્રા વધુ હોવાના કારણે ગર્ભવતી મહિલાઓને હાઈ બ્લડ પ્રેશરના કારણે ગર્ભાવસ્થામાં તકલીફ આવી શકે છે.
First published: April 16, 2019, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading