ભૂલથી પણ ખાલી પેટે ન પીવો વધુ પાણી, નહીં તો થઈ શકે છે આ બીમારી

જો તમે સવારે પાણી પીવાની આદત પડશો તો તમારૂં પેટ સાફ રહેશે એટલું જ નહીં તમે આખો દિવસ ફ્રેશનેસ અનુભવશો.

News18 Gujarati
Updated: November 6, 2019, 11:07 PM IST
ભૂલથી પણ ખાલી પેટે ન પીવો વધુ પાણી, નહીં તો થઈ શકે છે આ બીમારી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 6, 2019, 11:07 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ દરેક વ્યક્તિએ આટલું પાણી પીવું જોઈએ, જેવી કેટલીય વાતો કરવામાં આવે છે. પરંતુ જરૂરથી વધારે પાણી પીવું (Drink water) તે પણ ખતરનાખ થઈ શકે છે. સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવું તે સ્વાસ્થય (health) માટે ખુબ જ ફાયદાકારક (Beneficial) છે. જો તમે સવારે પાણી પીવાની આદત પડશો તો તમારૂં પેટ સાફ રહેશે એટલું જ નહીં તમે આખો દિવસ ફ્રેશનેસ અનુભવશો.

વધુ પાણી પીવાથી થતું નુકસાન:-
આયુર્વેદ ચિકિત્સક ડૉક્ટરનું (Doctor) કહેવું છે કે જરૂરથી વધારે પાણી પીવાથી પણ નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી માનવ કિડની (Kidney) પર ભાર પડે છે. અને વધુ પડાતા પેશાબ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જમવાનું જમતી વખતે જેટલું ઓછુ પાણી પી શકાય તેટલુ ઓછુ પીવું. વધારે પાણી પીવાથી શરીરમાં સોડિયમની ઉણપ ઉદભવે છે. જેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે.

આ પણ વાંચોઃ-વજન ઘટાડવું છે પણ ઘટતું નથી? તો જમવાનો બદલો સમય અને પછી જુઓ ચમત્કાર

યોગ્ય રીતે પાણી પીવાથી થતાં ફાયદાઃ-
સાથે જ અમે તમનેએ પણ જણાવીશું કે પાણી પીવાથી શું નુકસાન થાય છે. પુરિયા(પસ) જેવી બીમારીથી પીડાતા લોકોને ખાલી પેટે એટલે કે બ્રશ કર્યા વગર પાણી પીવું ખુબ જ ફાયદાકારક છે. તો જે લોકોને સોજા ચડી જતા હોય તે લોકો માટે પણ ફાયદાકારક છે.
Loading...

આ પણ વાંચોઃ-ચહેરાને હંમેશા ચમકતો રાખવા માટે અજમાવો આ Beauty Tips

જે લોકોને સવારે ઉઠતા જ મોઢાંમાંથી વાસ આવતી હોય તો તેને પણ સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેથી મોઢાંમાંથી વાસ ઓછી આવશે. તો જે લોકોને કબજિયાતની બિમારી છે તે લોકોને પણ સવારે ખાલી પેટ પાણી પીવું જોઈએ. યોગ્ય રીતે પાણી પીવામાં આવે તો ચહેરા પર ચમક પણ આવે છે અને ખીલથી પણ છુટકારો મળે છે.કિડનીને સુરક્ષિત રાખવા માટે પણ પાણી પીવું જોઈએ.

આ પણ વાંચોઃ-અન્ય પુરુષ સાથે પત્નીનો અશ્લીલ વીડિયો જોઈને પતિએ કરી આત્મહત્યા

આમ પાણી યોગ્ય માત્રામાં પીવામાં આવે તો ફિટ પણ રહી શકાય અને સ્વાસ્થ્ય પણ સારૂ રહી શકે છે. આ ઉપરાંતબીમારીઓનો પણ સામનો કરવો પડતો નથી.
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...