નવરાત્રીનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી રીતે ઉજવાય છે. એકબાજુ ઉત્તર ભારતના મંદિરોમાં માતા ભગવતીનું પૂર્ણ શ્રૃંગાર સાથે પૂજન કરાય છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. બંગાળમાં ઉજવાતો દુર્ગા ઉત્સવ પણ જુદો જ છે. માતાના મંદિરોમાં વિશેષ રૂપે જમ્મૂના કટરા સ્થિત માતા વૈષ્ણવ દેવીમાં તો નવરાત્રીમાં શ્રદ્ધાળુઓનો મેળો ભરાય છે.
આપણે જાણતા અજાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રીના શુભ સમયમાં ન કરવા જોઈએ. તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શુ નહી...
નવરાત્રીના દિવસોમાં શું કરવું?
દરરોજ મંદિર જવું - નોરતામાં દરરોજ માતાજીના મંદિરમાં જઈને, માતાજીનું
ધ્યાન કરવું જોઈએ અને આપણા પરિવારની ખુશી માટે પ્રાર્થના માતાજીને
કરવી જોઈએ.
દેવીને જળ ચઢાવવું - શાસ્ત્ર કહે છે કે દરરોજ સાફ જળ, નવરાત્રીમાં માતાજીને અર્પિત કરવામાં આવે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે.
ઉઘાડા પગે રહેવું અને જો તમે ઘરમાં જ રહો છો અને બહાર નથી જતા છે તો તમે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉઘાડા પગે રહેવું જોઈએ.
સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો - સાફ અને પવિત્ર કપડાનો પ્રયોગ દરેક માણસે કરવો જોઈએ.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર